શોધખોળ કરો

Gujarat Weather Update: સૌરાષ્ટ્રમાં વાવાઝોડાના સંભવિત ખતરાને લઈને 11 હજાર કર્મચારીઓ કરવામાં આવશે તેનાત, PGVCLએ તૈયાર કર્યો એક્શન પ્લાન

Gujarat Weather Update: બીપરજોય વાવાઝોડાના સંભવિત ખતરાને લઈને PGVCL ના અધિકારીઓએ મિટિંગ યોજી હતી. સૌરાષ્ટ્રમાં વાવાઝોડાના ખતરા સામે પીજીવીસીએલ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

Gujarat Weather Update: બીપરજોય વાવાઝોડાના સંભવિત ખતરાને લઈને PGVCL ના અધિકારીઓએ મિટિંગ યોજી હતી. સૌરાષ્ટ્રમાં વાવાઝોડાના ખતરા સામે પીજીવીસીએલ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે,તાઉતે વાવાઝોડામાં સૌરાષ્ટ્રમાં પીજીવીસીએલને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. જેથી આ વખતે આગમચેતીરુપે સૌરાષ્ટ્રના દરેક ડિવિઝનમાં 25થી વધુ લાઈનમેન, ચાર ઈજનેર અને કોન્ટ્રાક્ટરોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં 11,000થી વધુ કર્મચારીઓ તેનાત રાખવામાં આવશે.

PGVCL મુખ્ય કચેરીમાં કન્ટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. મુખ્ય હેડક્વાર્ટર ન છોડવા માટે તમામ પીજીવીસીએલના અધિકારીઓને આદેશ કરવામાં આવ્યા છે. કોસ્ટલ વિસ્તારમાં અસર થાય તો તુરત વહેલી તકે કામગીરી કરવા પીજીવીસીએલ ટીમની તૈયારી છે. વાવાઝોડાના સંકટ સામે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે.

અમરેલી કલેક્ટર અજય દહીયા રાજુલા SDM કચેરીમાં પહોંચ્યા હતા. રાજુલા, જાફરાબાદ, પીપાવાવ કોસ્ટલના સ્થાનિક અધિકારીઓ કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં કોસ્ટગાર્ડ,રેવન્યુ,પોલીસ પીજીવીસીએલ સહિત અલગ અલગ વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અલગ અલગ ત્રણ જેટલી બેઠક યોજાઈ હતી. કલેક્ટરે સમગ્ર દરિયા કાંઠાની માહિતી મેળવી હતી. વાવાઝોડાની અસર થાય તો કેવી રીતે કામગીરી કરી શકાય તેના માટે પ્રશાસનની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે.

બીચ પર સહેલાણીઓને જવા પર લાગ્યો પ્રતિબંધ

પરજોય  વાવાઝોડાને લઈને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર જોવા મળ્યું છે. વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વલસાડનો સુપ્રસિદ્ધ તિથલ બીચ બંધ કરવામાં આવ્યો છે. સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. 

સમગ્ર ગુજરાત ઉપર બીપરજોય વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. જેને લઈ વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વલસાડનો સુપ્રસિદ્ધ તિથલ દરિયો સહેલાણી માટે બંધ કરી દેવામાં આવે છે. તિથલ બીચ ઉપર આવેલી દુકાનો અને સ્ટોલ સંચાલકોને દુકાનનો જરૂરી સામાન કાઢી લેવા માટે સૂચના આપવામાં આવી છે. સાથે સાથે દરિયા નજીક ન જવા માટે સૂચનો કરવામાં આવ્યા છે. વલસાડના ત્રણ કિલોમીટર લાંબા તિથલ બીચ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી સહેલાણીઓને આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથે જો વાત કરીએ તો વલસાડ જિલ્લાના 28 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્રારા અલગ અલગ ટિમો બનાવી જિલ્લાના 28 ગામોના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Embed widget