શોધખોળ કરો

ગુજરાતનું આ જાણીતું મંદિર આગામી 24 મે સુધી ભક્તો માટે રહેશે બંધ, મંદીર ટ્રસ્ટે 50 લાખની મદદની જાહેરાત કરી

ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના નવા 12064 કેસ નોંધાયા છે. જેની સામે 13085 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

યાત્રાધામ પાવાગઢ મહાકાળી માતાનું મંદિર આગામી 24 મે સુધી ભક્તો માટે બંધ રહેશે. રાજ્યમાં હજુ કોરોના સંક્રમણ બેકાબૂ છે જેને લઈને મહાકાળી મંદિર ટ્રસ્ટે નિર્ણય લીધો છે. આ પહેલા મંદીર ટ્રસ્ટે 8 મે સુધી મંદિર બંધ રાખવા માટેની  જાહેરાત કરી હતી. જેની મુદ્દત વધારી હવે 24 મે સુધીની કરી દેવામાં આવી છે. સાથે કોરોના મહામારી વચ્ચે ઓક્સિજનની ખોટ પુરવા મંદીર ટ્રસ્ટે 50 લાખની મદદની જાહેરાત કરી છે. પંચમહાલ જિલ્લાની તાજપુરાની કોવિડ હોસ્પિટલમાં 100 બોટલ ઓક્સિજન ભરી શકાય એવો પ્લાન્ટ નાખવા મંદિર ટ્રસ્ટ 50 લાખ રૂપિયા આપશે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના નવા 12064 કેસ નોંધાયા છે. જેની સામે 13085 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. ગઈકાલે કોરોના સંક્રમણના કારણે 119 લોકોના મોત થયા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 8154 પર પહોચ્યો છે.

રાજ્યમાં ગઈકાલે 13085 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 503497  લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 46 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,46,385 પર પહોંચ્યો છે. જેમાંથી 775  લોકો વેન્ટિલેટર પર અને 145610 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 76.52  ટકા છે. 

ક્યાં કેટલા મોત થયા ?

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 17,  સુરત કોર્પોરેશન-8,  વડોદરા કોર્પોરેશન 5,  મહેસાણા 3, જામનગર કોર્પોરેશન 8,  વડોદરા 4,  રાજકોટ કોર્પોરેશમાં 7,  જામનગર 5, સુરત 4, ભાવનગર કોર્પોરેશમાં 5, જૂનાગઢ  3, ગીર સોમનાથ 1,  જૂનાગઢ કોર્પોરેશન 4,  પંચમહાલ 1, કચ્છ 4, મહીસાગર 0,  બનાસકાંઠા 1, આણંદ 1, દાહોદ 1, અરવલ્લી 2,  ગાંધીનગર  1, નવસારી 1, ખેડા 0, પાટણ 3, ગાંધીનગર કોર્પોરેશન 0, ભરૂચ 2, નર્મદા 0, તાપી 1, સુરેન્દ્રનગર 1, રાજકોટ 5, સાબરકાંઠા 4,  ભાવનગર 6, વલસાડ 2, છોટા ઉદેપુર 1, અમરેલી 2, અમદાવાદ 0, મોરબી 0, દેવભૂમિ દ્વારકા 3, પોરબંદર 1, બોટાદ 2 અને ડાંગ 0 મોત સાથે કુલ 119 લોકોના મૃત્યુ થયા છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 3744,  સુરત કોર્પોરેશન-903,  વડોદરા કોર્પોરેશન 648,  મહેસાણા 497, જામનગર કોર્પોરેશન 398,  વડોદરા 390,  રાજકોટ કોર્પોરેશમાં 386,  જામનગર 328, સુરત 306, ભાવનગર કોર્પોરેશમાં 289, જૂનાગઢ  253, ગીર સોમનાથ 231,  જૂનાગઢ કોર્પોરેશન 229,  પંચમહાલ 223, કચ્છ 211, મહીસાગર 210,  બનાસકાંઠા 207, આણંદ 195, દાહોદ 190, અરવલ્લી 155,  ગાંધીનગર  155, નવસારી 146, ખેડા 142, પાટણ 139, ગાંધીનગર કોર્પોરેશન 131, ભરૂચ 114, નર્મદા 114, તાપી 114, સુરેન્દ્રનગર 112, રાજકોટ 110, સાબરકાંઠા 110,  ભાવનગર 102, વલસાડ 102, છોટા ઉદેપુર 98, અમરેલી 96, અમદાવાદ 93, મોરબી 80, દેવભૂમિ દ્વારકા 57, પોરબંદર 32, બોટાદ 19 અને ડાંગ 5 કેસ સાથે  કુલ 12064  કેસ નોંધાયા છે. 

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેશન (vaccinations)કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1,02,24,941  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 29,89,975  લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,32,14,916 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 18થી 44 વર્ષ સુધીના 22,474 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 38,139 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 1,10,614 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
Embed widget