PM Gujarat Visit: 2જી ઓક્ટોબરે ફરીથી ગુજરાત આવશે પીએમ મોદી, શું છે કાર્યક્રમ જાણો ?
આગામી 2જી ઓક્ટોબર, ગાંધી જયંતિના પ્રસંગે પીએમ મોદી ફરી એકવાર ગુજરાતમાં આવશે, આ દરમિયાન પીએમ અમદાવાદ તથા છોટા ઉદેપુરની મુલાકાત લેશે
PM Gujarat Visit: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવવવાના છે, આગામી 2જી ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં હશે, રિપોર્ટ્સ છે કે, પીએમ મોદી ગુજરાતમાં અમદાવાદ અને છોટા ઉદેપુરની મુલાકાત આગામી 2જી ઓક્ટોબરે ગુજરાત પ્રવાસ દરમિયાન લેશે.
આગામી 2જી ઓક્ટોબર, ગાંધી જયંતિના પ્રસંગે પીએમ મોદી ફરી એકવાર ગુજરાતમાં આવશે, આ દરમિયાન પીએમ અમદાવાદ તથા છોટા ઉદેપુરની મુલાકાત લેશે, અહીં પીએમ મોદીના કેટલાક કાર્યક્રમો યોજાશે, જેમાં પીએમ પહેલા અમદાવાદમાં સાબરમતી આશ્રમની મુલાકાત લેશે, આ પછી છોટા ઉદેપુરના બોડેલી ખાતે રાજ્ય કક્ષાના શિક્ષણના કાર્યક્રમમાં હાજરી આપશે. ખાસ વાત છે કે, આ દરમિયાન પીએમ મોદી બોડેલી ખાતેથી 5000 કરોડના શિક્ષણના કામોનું લોકર્પણ કરશે. અહીંથી ગુજારતમાં બનેલી નવી શાળા સંકુલ, ઓરડા, કૉમ્પ્યુટર, લેબ તથા સ્માર્ટ કલાસનું લોકાર્પણ કરશે.
ગુજરાતમાં 1 હજાર કરોડથી વધુના રોકાણ માટે થયા MoU, 1200થી વધુ લોકોને મળશે રોજગારી
આગામી જાન્યુઆરી-2024માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં યોજાનારી 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પુર્વાર્ધ રૂપે આજે વધુ પાંચ MoU સંપન્ન થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં થયેલા આ પાંચ MoU દ્વારા કુલ 1,095 કરોડ રૂપિયાના સંભવિત રોકાણો રાજ્યમાં આવશે. એટલું જ નહીં, આના પરિણામે આગામી વર્ષમાં 1,230 જેટલા રોજગાર અવસર પણ ઊભા થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં આગામી વાયબ્રન્ટ સમિટની શરૂઆત પૂર્વે જ રાજ્ય સરકારે રાજ્યમાં મૂડીરોકાણો મેળવવા માટે વિવિધ ઉદ્યોગકારો સાથે MoU કરવાનો નવતર ઉપક્રમ યોજ્યો છે. આ ઉપક્રમમાં જુલાઈ-2023થી અત્યાર સુધીમાં 7 તબક્કામાં કુલ 13,,536 કરોડ રૂપિયાના સંભવિત રોકાણો માટેના MoU થયા છે. આ MoU સાકાર થતા સમગ્રતયા 50,717 જેટલા રોજગાર અવસરો રાજ્યમાં ઊભા થશે. પ્રતિ સપ્તાહના પ્રારંભે MoU કરવાના આ ઉપક્રમ અંતર્ગત બુધવારે થયેલા પાંચ MoU અવસરે ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાશનાથન, મુખ્ય સચિવ રાજકુમાર તથા અધિક મુખ્ય સચિવઓ અને વરિષ્ઠ સચિવો અને MoU કરનારા ઉદ્યોગ ગૃહોના પ્રતિનિધિઓ જોડાયા હતા. આજે થયેલા MoUમાં પેકેજીંગ મટિરિયલ ઉત્પાદન, પ્લાસ્ટિક, ટેક્ષટાઇલ અને રિન્યુએબલ સેક્ટરના પ્રોજેક્ટસ, ફોર્મ્યુલેશન અને API તથા ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટમાં ખાદ્યતેલ, ગ્રીન ટી, રેડિ ટુ ઇટ ગુજરાતી ખીચડી, દેશી ગીર ગાયનું ઘી અને મધ ઉત્પાદન તથા ગ્રીનફિલ્ડ પ્લાન્ટ અંતર્ગત રેડી ટુ કુક પ્રોડક્ટસ માટેના MoUનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં રાજ્ય સરકારના પ્રો-એક્ટીવ અભિગમને પરિણામે ઉદ્યોગ સ્થાપના માટે જમીન મેળવવાથી લઈને બધી જ પરવાનગીઓ સરળતાથી મળી રહે છે તે માટે MoU કરનારા ઉદ્યોગકારોએ સંતોષ અને આભારની લાગણી વ્યક્ત કરી હતી.