PM મોદી એપ્રિલ પછી મે મહિનામાં પણ આવશે ગુજરાતની મુલાકાતે, જાણો કઈ તારીખે આવશે?
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે, ત્યારે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એપ્રિલ પછી મે મહિનામાં ગુજરાતની મુલાકાતે આવવાના છે. PM નરેન્દ્ર મોદી મે મહિનાની મધ્યમાં કચ્છ આવશે.
કચ્છઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે, ત્યારે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એપ્રિલ પછી મે મહિનામાં ગુજરાતની મુલાકાતે આવવાના છે. PM નરેન્દ્ર મોદી મે મહિનાની મધ્યમાં કચ્છ આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભુજમાં સ્મૃતિવન સહિતના ડ્રિમ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવા આવતા મહિને મે મહિનાની મધ્યમાં કચ્છ આવશે.
વડા પ્રધાન મોદીનું ભુજમાં ડ્રીમ પ્રોજેકટ સ્મૃતિવન, અંજારમાં વીર બાળ ભૂમિ સ્મારકનું લોકાર્પણ કરશે. મોડકૂબામાં નર્મદા નીરના વધામણા કરશે. હાલના તબક્કે નિર્ણય લેવાઈ ચૂક્યો છે. જો કે સમગ્ર કાર્યક્રમ અને મુલાકાતને લઈને ઔપચારિકતા બાકી છે.
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. જો કે હજુ ચૂંટણીપંચ દ્વારા તારીખ જાહેર કરવામાં આવી નથી. પરંતુ તે પહેલા જ દરેક રાજકીય પક્ષો કામે લાગી ગયા છે. તો બીજી તરફ પીએમ મોદી પણ ગુજરાતની ચૂંટણીને લઈને સક્રીય થયા છે. તેઓ વિધાનસભાની ચૂંટણીનું રણશીંગુ ફૂકવા ગુજરાત આવી રહ્યા છે.
પીએમ નરેન્દ્ર મોદી 19 એપ્રિલે જામનગર આવશે. અને ત્યાર બાદ 21 એપ્રિલે તેઓ બનાસકાંઠાના પ્રવાસે જશે. જો આ પહેલા દેશના ગૃહમંત્રી અમિત સાઙ પણ ગુજરાતનો પ્રવાસ ખેડશે. ગૃહમંત્રી 10 એપ્રિલે ગુજરાતના પ્રવાસે આવશે. અમિત શાહ આ વખતે બે દિવસ ગુજરાતમાં રોકાણ કરશે. છે. તેઓ 10 અને 11 એપ્રિલના રોજ ગાંધીનગર અને અમદાવાદમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે.