શોધખોળ કરો

BHUJ : પીએમ મોદીના પ્રવાસને લઇ થ્રી લેયર સુરક્ષા ગોઠવવામાં આવી, જાણો સમગ્ર વિગત

PM Modi Gujarat Visit : PMની સુરક્ષામાં પોલીસનું અશ્વદળ પણ તહેનાત રહેશે અને આ સાથે 5 હજાર પોલીસ જવાનો સુરક્ષામાં ખડેપગે રહેશે.

BHUJ : વડાપ્રધાન મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. આજે તેમણે અમદાવાદમાં ખાદી ઉત્સવમાં ભાગ લીધો અને સાબરમતી રિવરફ્રન્ટ પર અટલ ફુટઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું. આ સાથે ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગના નવા બિલ્ડીંગનું પણ લોકાર્પણ કર્યું. પીએમ મોદી આવતીકાલે 28 ઓગસ્ટે સવારે ભુજ પહોંચશે અને ત્યાં વિવિધ વિકાસકર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. પીએમ મોદીના ભુજ પ્રવાસને લઈને કડક સુરક્ષાવ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 

ભુજમાં થ્રી લેયર સુરક્ષા 
વડાપ્રધાનના ભુજ પ્રવાસને લઈ થ્રી લેયર સુરક્ષા ગોઠવવામાં આવી  છે. PMની સુરક્ષાને લઈ પશ્ચિમ કચ્છના SP સાથે abp અસ્મિતાની ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું કે સરહદી જિલ્લો હોવાથી ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસ, SRP, ચેતક કમાન્ડો પણ સુરક્ષામાં તેહનાત કરવામાં આવ્યાં છે. 

ડ્રોન દ્વારા રોડ શો અને સ્મૃતિ વનના કાર્યક્રમ ઉપર  બાઝ નજર રાખવામાં આવશે. ભુજમાં PM રહેશે  ત્યાં સુધી દરિયામાં પણ કોસ્ટગાર્ડનું સતત  પેટ્રોલિંગ રહેશે. સુરક્ષા માટે કરાશે ઉપયોગ બાઈનોક્યુલર અને નાઈટ વિઝન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. PMની સુરક્ષામાં પોલીસનું અશ્વદળ પણ તહેનાત રહેશે અને આ સાથે 5 હજાર પોલીસ જવાનો સુરક્ષામાં ખડેપગે રહેશે. 

ભુજમાં પીએમ મોદીનો કાર્યક્રમ 
પીએમ મોદી ભુજમાં સવારે 10 કલાકે સ્મૃતિવન સ્મારકનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ સવારે 11.00 કલાકે શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે અને સંબોધન કરશે. 

વડાપ્રધાન ભુજ જિલ્લામાં મેમોરિયલ વાન મેમોરિયલનું ઉદ્ઘાટન કરશે. તે લગભગ 470 એકર વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે, જે 2001ના ભૂકંપ દરમિયાન જીવ ગુમાવનારા લગભગ 13,000 લોકોની યાદમાં બનાવવામાં આવ્યું હતું. આ સ્મારક ભૂકંપ દરમિયાન જીવ ગુમાવનારા લોકોના નામ ધરાવે છે.

વડાપ્રધાન ભુજમાં આશરે રૂ. 4400 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ સરદાર સરોવર પ્રોજેક્ટની કચ્છ શાખા નહેરનું ઉદ્ઘાટન કરશે. આ કેનાલ કચ્છ જિલ્લાના તમામ 948 ગામો અને દસ શહેરોને સિંચાઈની સુવિધા અને પીવાનું પાણી પૂરું પાડવામાં મદદ કરશે.

વડાપ્રધાન સરહદ ડેરીના નવા ઓટોમેટેડ મિલ્ક પ્રોસેસિંગ અને પેકિંગ પ્લાન્ટ, પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર, ગાંધીધામ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટર, અંજારમાં વીર બાલ સ્મારક, નખ્તરાના 2 સબસ્ટેશન વગેરે સહિત અન્ય અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે.

વડાપ્રધાન ભુજ-ભીમાસર રોડ સહિત રૂ. 1500 કરોડથી વધુના ખર્ચના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
IND vs SA 5th T20 Live: ભારતે દક્ષિણ આફ્રિકાને 232 રનનો આપ્યો લક્ષ્યાંક, હાર્દિકની વિસ્ફોટક બેટિંગ
IND vs SA 5th T20: ભારતે દક્ષિણ આફ્રિકાને 30 રને હરાવ્યું, વરુણની 4 વિકેટ
IND vs SA: હાર્દિક પંડ્યાની 16 બોલમાં ફિફ્ટી, તિલક અને સેમસન પણ ચમક્યા, ભારતે અમદાવાદમાં બનાવ્યા 231 રન
IND vs SA: હાર્દિક પંડ્યાની 16 બોલમાં ફિફ્ટી, તિલક અને સેમસન પણ ચમક્યા, ભારતે અમદાવાદમાં બનાવ્યા 231 રન
Embed widget