PM Modi Gujarat Visit Live : PM મોદી ગુજરાતમાં ત્રણ દિવસના પ્રવાસે, વનતારાથી સોમનાથ મહાદેવ જવા રવાના
PM Modi Gujarat Visit Live:PM મોદી ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ પર છે, શનિવારે સાંજે જામનગર પહોંચ્યા બાદ સર્કિટ હાઉસમાં રાત્રિના આરામ કર્યા બાદ રવિવારે વહેલી સવારે તેઓ વનતારા જવા રવાના થઇ ગયા હતા..

Background
PM મોદી આજે ગીર સોમનાથના પ્રવાસે
PM મોદી આજે ગીર સોમનાથના પ્રવાસે છે. PM મોદી આજે સોમનાથ મહાદેવના દર્શના કરીને બાદ સાસણના પ્રવાસે જશે. સાસણમાં સિંહસદન ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરશે, સાસણમાં સિંહસદન ખાતે PM મોદી રાત્રિ રોકાણ કરશે. PM મોદીના પ્રવાસને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. સાસણ ગીરમાં SP, DySP સહિત 1 હજારથી વધુ પોલીસ કર્મચારી તૈનાત રહેશે,
PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ
PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. PM મોદી જામનગર સ્થિત 'વનતારા' પહોંચ્યા હતા, 'વનતારા'માં PM મોદી ચાર કલાક રોકાણ કરશે, 'વનતારા'ની મુલાકાત બાદ PM સોમનાથ પહોંચશે અને અહીં પૂજન અર્ચન બાદ PM મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાશે
સોમનાથ મોડેલ બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત પણ કરશે
પીએમ મોદી વનતારા બાદ સોમનાથ જશે. અહીં 27 કરોડના ખર્ચે તૈયાર થયેલા હાટ બજાર અને શોપિંગ સેન્ટરનું લોકાર્પણ કરશે. સોમનાથ મોડેલ બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત પણ કરે તેવી શક્યતા છે. ભારતના વડાપ્રધાન બન્યા પછી તેઓની સોમનાથની આ બીજી મુલાકાત છે.
PM મોદી વનતારાની લેશે મુલાકાત
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સ્થાપિત એનિમલ કેર સેન્ટર વનતારા માટે વહેલી સવારે નીકળી ગયા છે. આ સેન્ટરમાં દેશ અને વિદેશમાં ઇજાગ્રસ્ત પ્રાણીઓની સારસંભાળ અને સારવાર આપવામાં આવે છે. આ કેન્દ્ર 3000 એકરના વિસ્તારમાં ફેલાયેલું છે.

