Porbandar: ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરના રેલવે સ્ટેશનને વિશ્વ કક્ષાનું બનાવવામાં આવશે
પોરબંદર: સરકારની અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પોરબંદર રેલ્વે સ્ટેશનનો સમાવેશ કરી ભારતના ૮૭ રેલવે સ્ટેશન વિશ્વ કક્ષાના બનાવવાની જાહેરાતને પોરબંદરની જનતાએ આવકારી છે.
પોરબંદર: ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરના રેલવે સ્ટેશનને વિશ્વ કક્ષાનું બનાવવામાં આવશે. સરકારની અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પોરબંદર રેલ્વે સ્ટેશનનો સમાવેશ કરી ભારતના ૮૭ રેલવે સ્ટેશન વિશ્વ કક્ષાના બનાવવાની જાહેરાતને પોરબંદરની જનતાએ આવકારી તથા પોરબંદરથી વધુ લાંબા રુટની ટ્રેન આપવામાં આવે તેવી માંગ પણ કરી છે.
પોરબંદર સહિત ભારત દેશના ૮૭ રેલવે સ્ટેશનનો સમાવેશ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ કરાયો છે, અને આ રેલ્વે સ્ટેશનને વિશ્વ કક્ષાના બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલવે વિભાગના મિનિસ્ટરનો આભાર વ્યક્ત કરી જિલ્લા ભાજપે સરકારની આ જાહેરાતને આવકારી છે. પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટ મોઢવાડિયાએ જણાવ્યું છે કે કેન્દ્રીય રેલવે મંત્રીને પોરબંદર સહિત રાજકોટ અને સૌરાષ્ટ્ર ગુજરાતના રેલ્વે સ્ટેશન વિકસાવવા માટે ભલામણ કરવામાં આવી હતી. અને કેન્દ્રના બજેટમાં પોરબંદર સહિત ગુજરાતના ૮૭ રેલવે સ્ટેશનનો અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વિશ્વ કક્ષાના બનાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
પોરબંદર સહિત દેશના ૮૭ રેલવે સ્ટેશનને વિશ્વ કક્ષાના બનાવવાની જાહેરાત કરવામાં આવી હોવાની ખુશી વ્યક્ત કરવામાં આવી છે. રેલ્વે દ્વારા ફલાઈવ ઓવર અને અંડર બ્રિજ બનાવવામાં આવ્યા છે. તેમજ વન સ્ટેશન વન પ્રોડકટ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. આ વિકાસલક્ષી સુવિધાઓ પૂરી પાડવા માટે કેન્દ્ર સરકારે મહત્વની જાહેરાત કરી છે. બજેટમાં રેલવે માટે ઘણી જાહેરાત કરવામાં આવી છે. જેમાં બે લાખ ચાલીસ હજાર કરોડના ખર્ચે રેલવેની નવી લાઈનો નાખવી નવી ટ્રેનો સહિતના કામોમાં ખર્ચ કરવામાં આવશે. અને ૨૦૨૬ સુધીમાં મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન શરૂ થાય તેવી સંભાવના છે.
પોરબંદરના રેલ્વે સ્ટેશનને વિશ્વ કક્ષાનું બનવાની જાહેરાતને પોરબંદર પેસેન્જર અસોસિએસન દ્વારા આવકારવામાં આવી છે. આ ઉપરાંત પોરબંદર રેલ્વે સ્ટેશનમાં ધણીબધી મુશ્કેલીઓનો સામનો યાત્રિકોએ કરતાં આવે છે, જેમ કે લાંબા અંતરની ટ્રેન પ્લેટફોર્મ નંબર 3 પર આવતી હોવાથી યાત્રિકોને ઓવેરબ્રિજ પરથી આવન જાવન કરવું પડે છે. અહિયાં કોઈપણ એક્સિલએટર અથવા તો લિફ્ટની કોઈ સગવડતા નથી, જેથી સિનિયર સિટીજનને વધુ તકલીફ પડે છે. તેમજ પોરબંદરથી રાજકોટ લોકલ ટ્રેન કોરોના સમય દરમ્યાન બંધ થઈ હતી તે ચાલુ કરવી અને વધારાની લાંબા અંતરની ટ્રેન પોરબંદરને આપવાની માંગ કરી છે.
પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ આ જાહેરાત ને આવકારવામાં આવી છે પરંતુ પોરબંદર થી લાંબા અંતરની અને ધાર્મિક સ્થળને જોડતી કોઈ ટ્રેન નથી, છેલ્લા સાતથી આઠ વર્ષમાં કોઈપણ નવી ટ્રેનનો સમાવેશ થયેલ નથી. પોરબંદરથી હરિદ્વાર,પોરબંદરથી મદ્રાસના રુટની ટ્રેન શરૂ કરવી જોઈએ અને પોરબંદર મુંબઈ જે ટ્રેન ચાલે છે તેને સવારે પણ ચાલુ કરવા ઉપરાંત જામનગર,રાજકોટ સાથેની કનેક્ટિવિટી ધરાવતી ટ્રેન આપવાંમાં આવે તેમ જણાવ્યુ હતું. ભારત સરકારની અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પોરબંદર રેલ્વે સ્ટેશન