શોધખોળ કરો

Girsomnath: સુત્રાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરવામાં આવી

ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે.  સુત્રાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની સામે અવિશ્વાસ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો.

ગીર સોમનાથ:  ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે.  સુત્રાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની સામે અવિશ્વાસ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો.  આજે  નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે.  સુત્રાપાડા તાલુકા પંચાયતમાં ભાજપના 8 અને કોગ્રેસના 10 સભ્યો ચૂંટાયા  હતા.  

તાલાળાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા બાદ તેમની સાથે કૉંગ્રેસના  7 સભ્યોએ રાજીનામા આપી  ભાજપમાં જોડાઈ ગયા હતા. બાદમાં  અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. આજે આ દરખાસ્ત પસાર થતા નવા પ્રમુખ સવિતાબેન અશ્વિનભાઈ પરમાર અને ઉપપ્રમુખ તરીકે ખીમાભાઇ વાજાની વરણી કરવામાં આવી છે.  

Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ ખાસ સુવિધાની કરાઈ જાહેરાત

ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે હવે આધાર કાર્ડ અને લર્નિંગ લાઇસન્સ કઢાવવા માટે સરકારી કચેરીના ધક્કા ખાવાની જરૂર નહીં પડે. યુનિવર્સિટી હવે વિદ્યાર્થીઓ માટે આ સેવા કેમ્પસમાં શરૂ કરશે. ગુજરાત યુનિવર્સિટીની બેઠક મળી જેમાં વિદ્યાર્થીલક્ષી કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા. એટલું જ નહીં પરંતુ પરીક્ષા વિભાગમાં ડિગ્રી અને માર્કશીટના વેરિફિકેશનની કામગીરીમાં ઢીલાશ મુકતા કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

ગુજરાત યુનિવર્સિટી ખાતે સિન્ડિકેટ સભ્યોની મહત્વની બેઠક મળી હતી.  જે બેઠકમાં વિદ્યાર્થીલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા છે. સાથે સાથે ડિગ્રી અને માર્કશીટ વેરિફિકેશનમાં વિદ્યાર્થિઓને પડતી હલાકી બાબતે ચાલું બેઠક દરમિયાન કર્મચારીઓને બોલાવી ઠપકો પણ આપવામાં આવ્યો હતો.  કારણ કે ડિગ્રી વેરિફિકેશનની કામગીરી ઓનલાઇન કરવાથી કામનું ભારણ વધ્યું હતું, જેના કારણે વિદ્યાર્થી સંગઠનોએ વિરોધ પણ નોંધાવ્યો હતો. આ ઉપરાંત બેઠકમાં વિદ્યાર્થીઓને સુવિધા મળી રહે તે માટે આધાર કાર્ડ માટેની પ્રક્રિયા ઉપરાંત લર્નિંગ લાઇસન્સની સુવિધા કેમ્પસમાં જ મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે જેથી અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકારી કચેરીના ધક્કા ખાવા ન પડે. 

સિન્ડિકેની બેઠકમાં બજેટ પણ મંજૂર કરવામાં આવ્યું છે.  264 કરોડના બજેટમાં યુનિવર્સિટી પરિસરમાં વિદ્યાર્થીઓ માટે મેશ અને કેન્ટીનની વ્યવસ્થા ઉભી કરવાનું પ્રાવધાન પણ કરવામાં આવ્યું છે. સાથે સાથે યુનિવર્સિટી પરિષદમાં વિવિધ ભવનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે.  મહત્વની વાત એ છે કે અલગ અલગ ભવનોને ફાળવવામાં આવતા બજેટમાં 20 ટકા સુધીનો વધારો પણ કરવામાં આવ્યો છે.

આ સિવાય વિદ્યાર્થીઓને તેમના ભણતર માટે કન્ટેન ઓનલાઈન મળે તે માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સિન્ડિકેટ બેઠક અગાઉ એકેડમી કાઉન્સિલ અને સિન્ડિકેટના સભ્યોની સંયુક્ત બેઠક પણ મળી હતી.  જેમાં હાલના કુલપતિની ટર્મ પૂરી થતી હોવાથી નવા કુલપતિની નિમણૂક માટે સર્ચ કમિટીમાં સર્વાનુમતે એક નામની પસંદગી કરવામાં આવી છે.  જેમાં જુનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ચેતન ત્રિવેદીની પસંદગી કરવામાં આવી છે. કોઈપણ સરકારી યુનિવર્સિટીના કુલપતિ માટે સર્ચ કમિટી બનાવવામાં આવે છે. જેમાં એક સભ્ય રાજ્યપાલ , એક સભ્ય જોઈન્ટ ડાયરેક્ટર ઓફ યુનિવર્સિટી વાઈસ ચાન્સેલર અને એક સભ્ય યુનિવર્સિટીના સત્તા મંડળમાંથી પસંદગી કરવામાં આવે છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી

વિડિઓઝ

Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
Embed widget