શોધખોળ કરો

MORBI : હનુમાનજીની ભવ્ય પ્રતિમાનું અનાવરણ, રામકથામાં પીએમ મોદી કરશે સંબોધન

મોરબીના ભરતનગર ખોખરા હનુમાન હરિહરધામ ખાતે માઁ કનકેશ્વરીદેવીજી શ્રી રામકથા રસપાન કરાવી રહ્યા છે.

MORBI : મોરબીના ભરતનગર ખોખરા હનુમાન હરિહરધામ ખાતે 108 ફૂટની હનુમાનજીની પ્રતિમાના અનાવરણ અવસરે ભવ્ય શ્રી રામ કથાનું આયોજન કરેલ છે જેમાં આવતીકાલે 16 એપ્રિલે પીએમ નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ સંબોધન કરશે. 

મોરબીના ભરતનગર ખોખરા હનુમાન હરિહરધામ ખાતે માઁ કનકેશ્વરીદેવીજી શ્રી રામકથા રસપાન કરાવી રહ્યા છે. કથામાં આવતા પ્રસંગો ધામધુમથી ઉજવાઈ રહ્યા છે. રોજ હજારો ભાવિકો કથાશ્રવણ સાથે મહાપ્રસાદનો લાભ લઇ રહ્યા છે. આજે  કથાનો આઠમો દિવસ છે અને તે દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત રાજયના મંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ સહીત અનેક ધારાસભ્યો, દેશભરમાંથી સંતો મહંતો, ગૌ શાળા સંચાલકો, કથાકારો સહિત વિશાળ સંખ્યામાં અગ્રણીઓએ ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ લીધો છે.

આ કથાના નવમા અને અંતિમ દિવસે આવતીકાલે 16 એપ્રિલ ને શનિવારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ પ્રસંગે સવારે 11  વાગ્યાથી સતત 45 મિનીટ સુધી વર્ચ્યુઅલી  જોડાશે અને સંબોધન કરશે. ખોખરા હનુમાન સમિતિ દ્વારા હનુમાન જયંતિ પણ ધામધુમથી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યુ છે. રાત્રે સંતવાણીના કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ ભજનીક કિર્તીદાનગઢવી અને તેનું ગ્રુપ ભજનોની રમઝટ બોલાવશે.    

સાળંગપુરમાં  હનુમાન જયંતીની ઉત્સાહભેર ઉજવણી

બોટાદ જિલ્લાના વિશ્વ વિખ્યાત સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિર હનુમાન જયંતીની ઉત્સાહભેર ઉજવણી થવા જઈ રહી છે. હનુમાન જયંતિ પહેલા સાળગપુરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી છે. આ શોભાયાત્રા આજે 15 એપ્રિલે બપોરના 4 થી 7વાગ્યા સુધી નીકળશે. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ મસ્તક ઉપર દાદાનું અભિષેક જળ લઈને ઉપસ્થિત રહેશે251 પુરુષો અને મહિલાઓ માથા ઉપર સાફા ધારણ કરીને શોભાયાત્રામાં જોડાશે. આ શોભાયાત્રા નારાયણ કુંડથી કષ્ટભંજન મંદિર સુધી જશે. 

શ્રી સ્વામિનારાયણ મંદિરવડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે  શુક્રવારના રોજ હનુમાન જયંતી મહોત્સવ પવિત્ર પ્રસંગે રાત્રે 8.30 વાગ્યાથી મોડી સુધીરાત્રે મંદિર પરિસરમાં ભવ્ય લોકડાયરોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોક સાહિત્યકાર બ્રિજરાજદાન ગઢવી, હાસ્યકલાકાર હિતેશભાઈ અંટાળા અને જાદુગર અમિતભાઈ સોલંકી, ભજનિક સાગર મેસવાણીયા શ્રદ્ધાળુઓને જમાવટ કરાવશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી

Kashmir: શું હવે આ ઋષિના નામથી ઓળખાશે કાશ્મીર? અમિત શાહના એક નિવેદનથી ચર્ચા તેજ

Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'

મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદમાં ફ્લાવર શોનો પ્રારંભ, જાણો કેટલી ચૂકવવી પડશે એન્ટ્રી ફી?
મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદમાં ફ્લાવર શોનો પ્રારંભ, જાણો કેટલી ચૂકવવી પડશે એન્ટ્રી ફી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch VideoBZ Scam: ચાર જાણીતા ક્રિકેટર્સે કર્યું કરોડોનું રોકાણ, ચારેયને CID ક્રાઈમનું તેડું | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી
Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી
Kashmir: શું હવે આ ઋષિના નામથી ઓળખાશે કાશ્મીર? અમિત શાહના એક નિવેદનથી ચર્ચા તેજ
Kashmir: શું હવે આ ઋષિના નામથી ઓળખાશે કાશ્મીર? અમિત શાહના એક નિવેદનથી ચર્ચા તેજ
Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'
Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'
મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદમાં ફ્લાવર શોનો પ્રારંભ, જાણો કેટલી ચૂકવવી પડશે એન્ટ્રી ફી?
મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદમાં ફ્લાવર શોનો પ્રારંભ, જાણો કેટલી ચૂકવવી પડશે એન્ટ્રી ફી?
Makar Sankranti 2025: ઉત્તરાયણ પર કરો આ બે વસ્તુઓનું દાન, સૂર્ય-શનિના મળશે આશીર્વાદ, વધશે સુખ-સમૃદ્ધિ

હવે ગુજરાત વિદ્યાપીઠમાં કરી શકાશે એમકોમ, BBAનો અભ્યાસ, વર્ષ 2025-26થી કોમર્સ ફેકલ્ટીનો પ્રારંભ

IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ

BSNL બંધ કરી રહી છે પોતાની આ સર્વિસ, લાખો ગ્રાહકો પર થશે અસર

Embed widget