ભૂપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય, ભાડાપટ્ટે આપેલી જમીનના આ રીતે થઇ જશો માલિક
રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે બહાર પાડેલા પરિપત્રને લઈને સવાલો ઉઠ્યા છે.

રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે બહાર પાડેલા પરિપત્રને લઈને સવાલો ઉઠ્યા છે. સરકારના પરિપત્ર અનુસાર, 7 વર્ષથી વધુ સમય માટે ભાડા પટ્ટે આપેલી જમીન જંત્રીના 60 ટકા ભરી કાયમી કરી શકાશે. એટલે કે, માત્ર 60 ટકા જંત્રી ચૂકવી ભાડૂઆતો જમીનના માલિક થઈ શકશે. ભાડાપટ્ટે ચાલુ હશે કે પૂર્ણ થયો હશે તો પણ કબજેદારને કાયમી હક મળશે. કાયમી હકની પ્રક્રિયામાં સ્ટેમ્પ ડ્યુટી વસૂલાશે નહીં. SC,ST,OBC સમુહના અરજદારને ભરવાપાત્ર કિંમતમાં 20 ટકાની રાહત અપાશે. નવા પરિપત્રનો અમલ અમદાવાદ સહિત રાજ્યભરના સિટી સર્વે વિસ્તારમાં લાગુ થશે. યોજનાનો લાભ લેવા માટે 21 એપ્રિલ 2025થી બે વર્ષમાં કલેકટર સમક્ષ અરજી કરવાની રહેશે. અમદાવાદ સહિતના તમામ સિટી સરવે એરિયામાં સરકારી જમીનો સંદર્ભે ઠરાવ કાયમી હકની પ્રક્રિયામાં સ્ટેમ્પ ડ્યૂટી વસૂલાશે નહી
સરકારી જમીન અંગે મહેસૂલ વિભાગના પરિપત્રને લઈને સવાલો ઉઠ્યા હતા. સાત વર્ષથી વધુ સમય માટે ભાડ્ડા પટ્ટે આપેલી જમીનનો જંત્રીના 60 ટકા ચૂકવી મળશે કાયમી હક મેળવી શકશે. મહેસૂલ વિભાગના સરકારી જમીન અંગેના પરિપત્ર અનુસાર, SC,ST,OBC સમુદાયને 20 ટકાની રાહત આપે છે. જંત્રીના 15થી 60 ટકા વસૂલી કાયમી હક મળશે. સિટી સર્વે એરિયામાં નવો પરિપત્ર લાગુ પડશે.
જાહેર હરાજી કે ઉચ્ચક કિંમતે ભાડાપટ્ટે જમીન આપી હોય તેવા કેસમાં જંત્રીના 15 ટકામાં હક મળશે. જો માત્ર ભાડેથી જમીન ફાળવેલી હોય તો જંત્રીના 30 ટકા વસૂલાશે. 30 વર્ષ કે તેથી વધુ સમયનો ભાડાપટ્ટો હોય અને પટ્ટાની અનઅધિકૃત તબદીલી હોય તેવા કિસ્સામાં થઇ શકશે. જાહેર હરાજી કે ઉચ્ચક કિંમતે ભાડાપટ્ટે જમીન આપી હોય તેવા કેસમાં જંત્રીના 25 ટકામાં હક મળશે. જો માત્ર ભાડેથી જમીન ફાળવેલી હોય તો જંત્રીના 50 ટકા વસૂલાશે. 7 વર્ષથી વધુ અને 30 વર્ષથી ઓછા સમયનો ભાડાપટ્ટો હોય છે. જાહેર હરાજી કે ઉચ્ચક કિંમતે ભાડાપટ્ટે જમીન આપી હોય તેવા કેસમાં જંત્રીના 20 ટકામાં હક મળશે. જો માત્ર ભાડેથી જમીન ફાળવેલી હોય તો જંત્રીના 40 ટકા વસૂલાશે.
જાહેર હરાજી કે ઉચ્ચક કિંમતે ભાડાપટ્ટે જમીન આપી હોય તેવા કેસમાં જંત્રીના 300 ટકામાં હક મળશે. જો માત્ર ભાડેથી જમીન ફાળવેલી હોય તો જંત્રીના 60 ટકા વસૂલાશે. ફળ, ઝાડ, કપાસ અને અન્ય વૃક્ષના ઉછેર માટે જમીન ફાળવણી થઈ હોય, જમીન નવસાધ્ય કરવા જમીન સોંપાઈ હોય તો નિર્ણયનો અમલ નહીં થાય.
ઝીંગા ઉછેર, મીઠા ઉદ્યોગ, રમત-ગમત મેદાન માટે ફાળવાયેલી જમીનમાં અમલ થશે નહીં. જમીન જે હેતુસર ફાળવાઈ હોય તેનો કોઈ ઉપયોગ ન થયો હોય ત્યાં પણ લાભ મળશે નહીં. 31 ડિસેમ્બર 1990 પછીના ભાડાપટ્ટે આપેલી જમીનોમાં, કોર્ટ કેસ પેન્ડિંગ હોય ત્યાં લાભ મળશે નહીં.