શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજરાતમાં રેલ્વેનું ટાઈમ ટેબલ બદલાયુઃ અમદાવાદ, સુરત, રાજકોટથી ઉપડતી કઈ ટ્રેન હવે કેટલા વાગ્યે ઉપડશે ?
આ જાહેરાત પ્રમાણે ઓખા-મુંબઈ ટ્રેન 2 કલાક 20 મિનિટ વહેલી ઉપડશે જ્યારે હાવડા ઓખા ટ્રેન ત્રણ કલાક વહેલી કરાઈ છે.
![ગુજરાતમાં રેલ્વેનું ટાઈમ ટેબલ બદલાયુઃ અમદાવાદ, સુરત, રાજકોટથી ઉપડતી કઈ ટ્રેન હવે કેટલા વાગ્યે ઉપડશે ? Railway timetable changed in Gujarat: Which train departing from Ahmedabad, Surat, Rajkot will leave at what time now? ગુજરાતમાં રેલ્વેનું ટાઈમ ટેબલ બદલાયુઃ અમદાવાદ, સુરત, રાજકોટથી ઉપડતી કઈ ટ્રેન હવે કેટલા વાગ્યે ઉપડશે ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/23172422/railway.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ પશ્ચિમ રેલવેએ મહત્વનો નિર્ણય લઈને આવતીકાલ 1 ડીસેમ્બર ને મંગળવારથી રાજ્યમાં ટ્રેનોનું શિડ્યુલ બદલ્યું છે. પશ્ચિમ રેલ્વે દ્વારા કરાયેલી જાહેરાત પ્રમાણે, રાજકોટ રેલવેની 16 ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો છે. 10 જેટલી ટ્રેનો નો સમય 3 કલાક જેટલો વહેલો કરાયો છે જ્યારે 6 ટ્રેનોનો સમય 20 મિનિટ સુધી મોડો કરાયો છે.
આ જાહેરાત પ્રમાણે ઓખા-મુંબઈ ટ્રેન 2 કલાક 20 મિનિટ વહેલી ઉપડશે જ્યારે હાવડા ઓખા ટ્રેન ત્રણ કલાક વહેલી કરાઈ છે. સોમનાથ જબલપુર ટ્રેન 10 મિનિટ વહેલી કરાઈ છે અને સોમનાથથી જબલપુર જવા અઠવાડિયમાં 5 દિવસ ટ્રેન ઉપડશે. આ ટ્રેનનો ઉપડવાનો સમય 9.55 am હશે.
આ ઉપરાંત અમદાવાદ અને સુરતથી જતી ટ્રેનોના સમય પણ બદલાયા છે. આવતીકાલથી અમદાવાદથી દિલ્લી જવા માટે સ્પેશિયલ ટ્રેન સાંજે 6.30 કલાકે નિકળશે જ્યારે આવતીકાલથી અમદાવાદથી દિલ્લી જવા રાજધાની સુપર ફાસ્ટ ટ્રેન સાંજે 5.45 pm ઉપડશે. અઠવાડિયામા ત્રણ દિવસ બાંદ્રાથી-ભાવનગર માટે સ્પેશિયલ ટ્રેન સાંજે 7.10 Pm કલાકે ઉપડશે. સુરતથી મુંબઈ સેન્ટ્રલ માટે સુપર ફાસ્ટ ટ્રેન રોજ સાંજે 5.55 PM કલાકે ઉપડશે જ્યારે સુરતથી છપરા માટે સ્પેશલ એક્સપ્રેસ ટ્રેન દોડશે સવારે 10.10 કલાકે ઉપડશે. અઠવાડિયામાં એક વાર વલસાડથી મુઝફ્ફરપુર જવા માટે સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેન દોડશે સાંજે 10.20 કલાકે ઉપડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)