શોધખોળ કરો

Monsoon: હવામાન વિભાગની ચેતવણી, આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ

Gujarat Monsoon News: દરિયાકાંઠાના અને નીચાણવાળા વિસ્તારોમાં પણ ખાસ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઉત્તર-મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની ઓરેન્જ એલર્ટ.
  • ૧૬ અન્ય જિલ્લાઓમાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે.
  • તોફાની પવનથી નુકસાનની ભીતિ, નાગરિકોને સલામત રહેવા સૂચના.
  • કાપણીના પાકને નુકસાનની ચિંતામાં ખેડૂતો, તંત્ર સતર્ક.

Gujarat Monsoon News: હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક માટે સમગ્ર ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા અને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની ગંભીર ચેતવણી આપવામાં આવી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લાઓમાં કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો આવતા ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

રાજ્યમાં બદલાયેલા હવામાનના મિજાજને પગલે તંત્ર સંપૂર્ણપણે સતર્ક થઈ ગયું છે. હવામાન વિભાગ અનુસાર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વાદળોના ઘેરાવા સાથે તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે, જેના લીધે અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. ઓરેન્જ એલર્ટ વાળા 6 મુખ્ય જિલ્લાઓ ઉપરાંત, રાજ્યના અન્ય 16 જિલ્લાઓમાં હવામાન ખાતા દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે હળવો થી મધ્યમ વરસાદ પડવાની પૂરી શક્યતા દર્શાવાઈ છે. કાળઝાળ ગરમી અને બફારા બાદ અચાનક આવેલી આ મોસમી આફતે લોકોને ગરમીમાંથી રાહત ચોક્કસ આપી છે, પરંતુ ચોમાસા પૂર્વેના આ તોફાની વાતાવરણ અને ભારે પવનના કારણે વૃક્ષો, સાઈન બોર્ડ અને વીજ પોલ ધરાશાયી થવાની ઘટનાઓની શક્યતા પણ વધી ગઈ છે.

Leopard Attack: છોટાઉદેપુરના બોડેલીમાં દીપડાનો આતંક, ઘરઆંગણે રમતી 4 વર્ષની બાળકીને ફાડી ખાધી

આગામી કલાકો દરમિયાન ભારે પવન અને વીજળીના કડાકા સાથે પડનારા વરસાદને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્રે નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળે રહેવાની સલાહ આપી છે. દરિયાકાંઠાના અને નીચાણવાળા વિસ્તારોમાં પણ ખાસ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગની આ અણધારી આગાહીથી ખેડૂતોમાં પણ ચિંતાની લાગણી જન્મી છે, કારણ કે કાપણીના પાકને નુકસાન પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Advertisement

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget