શોધખોળ કરો

સાબરકાંઠામાં સાર્વત્રિક મેઘમહેર, પિયત સમયે વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ

સપ્તાહના વિરામ બાદ વરસેલા વરસાદને લઈ ખેડૂતો ખુશખુશાલ છે. ખેતપાકોમાં પિયત સમયે વરસાદ વરસતા ખેડૂતો હરખાયા છે. પંથકમાં મગફળી, કપાસ અને સોયાબીન જેવા પાકોનું વાવેતર મોટા પ્રમાણમાં કરવામાં આવેલ છે.

Rainfall in Sabarkantha: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘમહેર થઈ રહી છે. સાબરકાંઠામાં પણ મોડી રાત્રે વરસાદ પડ્યો હતો. જિલ્લાના ઇડર,વડાલી અને હિંમતનગર પંથકમાં વરસાદ વરસ્યો હતો. ઇડર શહેર અને આસપાસના ગ્રામ્ય પંથક લાલોડા,સાપાવાડા, નેત્રમાલી,દરામલી,ગંભીરપુરા સહિતના પંથકમાં મેઘમહેર થઈ છે.

સાથે જ વડાલી શહેર અને ગ્રામ્ય પંથક એવા કુબાધરોલ,ધામડી, વડાલી કંપા,વડગામડા,થુરાવાસ,મેઘ સહિતના પંથકમાં પણ વરસાદ પડ્યો છે. હિંમતનગર શહેર અને આસપાસના ગ્રામ્ય પંથક હડિયોલ, ગઢોડા, હાજીપૂર, આકોદ્રા, કાંકણોલ, ભોલેશ્વર, બેરણાં સહિતના પંથકમાં વરસાદ ખાબક્યો છે.

સપ્તાહના વિરામ બાદ વરસેલા વરસાદને લઈ ખેડૂતો ખુશખુશાલ છે. ખેતપાકોમાં પિયત સમયે વરસાદ વરસતા ખેડૂતો હરખાયા છે. પંથકમાં મગફળી, કપાસ અને સોયાબીન જેવા પાકોનું વાવેતર મોટા પ્રમાણમાં કરવામાં આવેલ છે.

જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં  નોંધાયેલ વરસાદ

ખેડબ્રહ્મા: 46 મિમી

વિજયનગર: 00 મિમી

વડાલી: 64 મિમી

ઇડર: 47 મિમી

હિંમતનગર: 13 મિમી

પ્રાંતિજ: 04 મિમી

તલોદ: 09 મિમી

પોશીના: 23 મિમી

રાજ્યમાં ગઈકાલે સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના સુત્રાપાડામાં અને રાજકોટના ધોરાજીમાં ખાબક્યો છે. સુત્રાપાડામાં 14 ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે ધોરાજીમાં 10 ઈંચ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 22 જૂલાઈ સુધી મેઘરાજા ગુજરાત પર મહેરબાન રહેશે. 22 જુલાઈ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું  છે.  

આગામી 30 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 30 દિવસ સુધી ગુજરાતમાં વરસાદ વરસશે તેવી આગાહી કરી છે.  હાલમાં ડીપ ડિપ્રેશન બન્યું છે જેના કારણે 18થી 22 તારીખ ભારેથી અતિભારે વરસાદ વરસશે.  દક્ષિણ ગુજરાત, વડોદરાથી અમદાવાદ સુધીના વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે. મહેસાણા, પાલનપુર, ડીસા, થરાદ અને સાબરકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ પડશે.

19, 20 અને 21 જુલાઈએ કચ્છ, સૌરાષ્ટ્રના વિસ્તારમાં અતિભારે વરસાદની શક્યતા છે.  19થી 21 જુલાઈના રોજ ભારે પવન સાથે અતિભારે વરસાદ પડશે.  સાબરમતી, નર્મદા અને તાપી નદી બે કાંઠે વહેતી થવાની શક્યતા છે.   સરદાર સરોવર બંધ ઓવરફ્લો થશે. ઓગસ્ટ મહિનામાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ભૂમધ્ય સાગરના 3 જબરદસ્ત સ્ટ્રોમ બની રહ્યા છે. ઓગસ્ટ મહિનામાં ભારે પવન સાથે દરિયામાં હલચલ વધશે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે

સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત

Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ

ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Fact Check: શું ઈલોન મસ્કે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી? જાણો સામે આવેલી તસવીરનું સત્ય

Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો

WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?

Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી

Embed widget