શોધખોળ કરો

Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ

લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળવાની છે.  રાજ્યમાં  ભારે પવન,ગાજવીજ સાથે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રાજ્યમાં ૩૦ મેથી પ્રિ-મોનસૂન વરસાદની આગાહી કરાઈ છે.
  • કચ્છ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ.
  • ૪૦-૫૦ કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે.
  • વરસાદથી મહત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીનો ઘટાડો થશે.

ગાંધીનગર: લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળવાની છે.  રાજ્યમાં  ભારે પવન,ગાજવીજ સાથે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે રાજ્યમાં 30 મેથી પ્રિ-મોનસૂન એક્ટિવિટીનો વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. વરસાદની સાથે મહત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીનો ઘટાડો થશે.

આ સિવાય કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિત સંઘ પ્રદેશમાં પવન અને ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. 30 મે કચ્છની સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને અરવલ્લી જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જ્યારે મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા અને તાપી જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.  31 મેએ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં હળવો વરસાદ વરસી શકે છે.

આ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

જ્યારે મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા,તાપી અને ડાંગ જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે. 1 જૂને રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટીનો વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં વરસાદ વરસી શકે છે. 

40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે

હવામાન વિભાગની આગાહીમાં અમદાવાદ,ગાંધીનગરની સાથે મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, મહીસાગર,પંચમહાલ,દાહોદ, વડોદરા અને છોટા ઉદેપુરમાં પણ વરસાદની આગાહી કરાઈ છે.  દક્ષિણ ગુજરાતના ભરૂચ,નર્મદા, સુરત તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.  સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.વરસાદની આગાહીની સાથે આ જ જિલ્લાઓમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 

આ પણ વાંચો- Weather Update: કાળઝાળ ગરમીથી મળશે રાહત, દેશના આ રાજ્યોમાં કરા અને વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ 

આજથી હવામાનમાં પલટો આવશે

ભારતીય હવામાન વિભાગ (IMD) એ જાહેરાત કરી છે કે આજથી હવામાનમાં પલટો આવશે.  જેમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થશે સાથે વરસાદ અને વાવાઝોડાની પણ શક્યતા છે.  વરસાદને કારણે હવે તીવ્ર ગરમી ઓછી થઈ શકે છે. દેશમાં ઘણી જગ્યાએ તાપમાન 45 થી 48 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. આ વખતે પણ, દિલ્હી, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં તીવ્ર ગરમીનો અનુભવ થયો.

28 મેથી ઉત્તર ભારતમાં વરસાદ, વાવાઝોડા અને જોરદાર પવનોની અપેક્ષા છે. 29 થી 31 મે દરમિયાન ઘણા રાજ્યોમાં તાપમાનમાં 6 થી 8 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. દિલ્હી-એનસીઆર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં 50-60 કિમી/કલાકની ઝડપે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. 

Frequently Asked Questions

ગુજરાતમાં ક્યારે વરસાદની આગાહી છે?

હવામાન વિભાગે 30 મેથી રાજ્યમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટીનો વરસાદ વરસવાની આગાહી કરી છે.

વરસાદની સાથે તાપમાનમાં શું ફેરફાર થશે?

વરસાદની સાથે મહત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીનો ઘટાડો થશે, જેનાથી ગરમીથી રાહત મળશે.

કયા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે?

કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિત સંઘ પ્રદેશમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.

પવનની ગતિ કેટલી રહેવાની શક્યતા છે?

વરસાદની આગાહી સાથે, 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Edible Oil: જન્માષ્ટમી અને રક્ષાબંધન પહેલાં ખાદ્યતેલમાં ભડકો, 3 દિવસમાં સિંગતેલના ડબ્બે 45 રૂ. વધ્યા
Edible Oil: જન્માષ્ટમી અને રક્ષાબંધન પહેલાં ખાદ્યતેલમાં ભડકો, 3 દિવસમાં સિંગતેલના ડબ્બે 45 રૂ. વધ્યા
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Advertisement

વિડિઓઝ

Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
Embed widget