Rain: અંબાલાલની વધુ એક મોટી આગાહી, આજથી જ અહીં શરૂ થશે વરસાદી ઝાંપટા, આવતીકાલથી અહીં મેઘતાંડવ
Gujarat Rain: રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી મેઘરાજાએ તાંડવ મચાવવાનું શરૂ કર્યુ છે, ઉત્તરથી લઇને દક્ષિણ અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે
Gujarat Rain: રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી મેઘરાજાએ તાંડવ મચાવવાનું શરૂ કર્યુ છે, ઉત્તરથી લઇને દક્ષિણ અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. રાજ્યમાં વરસાદી કહેર અટકવાનુ નામ નથી લઇ રહ્યું ત્યાં હવે ગુજરાતમાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક મોટી વરસાદી આગાહી કરી છે. અંબાલાલે જણાવ્યુ છે કે આજથી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી મોટા ઝાંપટા પડવાનું શરૂ થઇ જશે, કેમકે ગુજરાતમાં વધુ એક મોટી વરસાદી સિસ્ટમ સક્રિય બની છે.
ગુજરાતમાં હજુ પણ મેઘતાંડવ યથાવત રહી શકે છે. આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદ માટે વધુ એક મોટી આગાહી કરીને ગુજરાતવાસીઓને ચેતવ્યા છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આજથી જ ગુજરાતમાં ઘણાબધા ભાગોમાં વરસાદી ઝાંપટા શરૂ થઇ જશે. ખાસ કરીને સૌરાષ્ટ્રની ભિન્ન-ભિન્ન ભાગોમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. સાથે સાથે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના કેટલાય ભાગોમાં વરસાદી ઝાપટાં વધી શકે છે. અંબાલાલના જણાવ્યા અનુસાર, હાલની સ્થિતિમાં દરિયા કિનારે 70 થી 80 કિલોમીટરથી પવન ફૂંકાવવાની પુરેપુરી શક્યતાઓ છે, આ ડીપ્રેશન 30મી ઓગસ્ટે અરબી સમુન્દ્રમાં આવતા તોફાન બનવાની શકયતા ઉભી થઇ છે. દરિયાખેડૂઓ સાવધાન રહેવું પડશે. સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને જ્યાં વરસાદી પાણી અત્યારે ઉતરી ગયું છે, ત્યાં પાકને નુકસાન પહોંચી શકે છે, રાજ્યમાં એવા ભગોમાં ઉભા કૃષિ પાકોમાં ફૂગ જન્યરોગ આવવાની પણ અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે.
આવતીકાલથી રાજ્યમાં વરસાદી તાંડવ શરૂ થશે. જેમાં દ્વારકા, જામનગર, પોરબંદરના કેટલાક ભાગોમાં વરસાદ પડશે, આ ઉપરાંત ઓખા, રાપર, નખત્રાણા અને ભુજના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેશે. હજુ પણ કચ્છમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્ર બે ત્રણ દિવસ માધ્યમથી ભારે વરસાદની આગાહી છે.
આ પણ વાંચો