શોધખોળ કરો

Ahmedabad: અમદાવાદમાં રોગચાળો વકર્યો, સોલા સિવિલમાં ઓપીડી એક વીકમાં 10 હજારને પાર, ડેન્ગ્યૂ-સ્વાઇન ફ્લૂએ ઉથલો માર્યો

Ahmedabad: સમગ્ર ગુજરાતમાં અત્યારે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે કેટલાક જિલ્લાઓમાં પુરની સ્થિતિ સર્જાઇ છે

Ahmedabad: સમગ્ર ગુજરાતમાં અત્યારે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે કેટલાક જિલ્લાઓમાં પુરની સ્થિતિ સર્જાઇ છે. ઠેર ઠેર જળબંબાકાર થતાં કેટલાય વિસ્તારોમાં લોકોને ઘરમા જ રહેવા મજબૂર બનવુ પડ્યુ છે. હાલની સ્થિતિ પ્રમાણે, રાજ્યમાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. પાણીના ભરાવાના કારણે હવે અમદાવાદ શહેરમાં રોગચાળાએ માથુ ઉંચક્યુ છે. તાજા અપડેટ પ્રમાણે શહેરની સોલા સિવિલમાં એક જ અઠવાડિયામાં ઓપીડી 10 હજારને પાર પહોંચી ગઇ છે. 

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો સતત વકરી રહ્યો છે. ભારે વરસાદ બાદ અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. હાલમાં સોલા સિવિલમાં એક સપ્તાહમાં ઓપીડી 10 હજારને પાર પહોંચી છે. અમદાવાદ શહેરમાં ઝાડા-ઉલટીના કેસ પણ વધ્યા છે અને સાથે સાથે ડેન્ગ્યૂના 558થી પણ વધુ કેસ નોંધાયા છે. 

તાજા અપડેટ પ્રમાણે, શહેરમાં ડેન્ગ્યૂના 558થી પણ વધુ શંકાસ્પદ કેસ સામે 116 પૉઝિટીવ કેસો નોંધાયા છે. હાલમાં મેલેરિયાના 596 શંકાસ્પદ સામે 32 પૉઝિટીવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત ચિકન ગુનિયાના શંકાસ્પદ શંકાસ્પદ કેસો સતત આવી રહ્યો છે, જોકે, પૉઝિટીવ એકપણ નોંધાયો નથી. સોલા સિવિલમાં દાખલ થનારા બાળકોમાં તાવના કેસોમાં સતત વધારો જોવા મળ્યો છે. હાલમાં પીડિયાટ્રિક વૉર્ડમાં 19 બાળકો સારવાર હેઠળ છે. સિવિલમાં ટાઇફૉઇડના 115થી વધુ કેસો નોંધાયા છે. શહેરમાં સ્વાઇન ફ્લૂએ પણ ઉથલો માર્યો છે, શંકાસ્પદ 9 કેસોની સામે 5 પૉઝિટીવ સામે આવ્યા છે. 

અત્યાર સુધીમાં રાજ્યમાં કેટલો વરસસ્યો વરસાદ

ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં રાજ્યમાં 100 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. છેલ્લા ચાર દિવસમાં 25 ટકાથી વધુ વરસાદ ખાબક્યો છે. વલસાડ જિલ્લામાં સૌથી વધુ 99 ઈંચ વરસાદ વરસ્યો છે. ચોમાસાની સિઝનનો કચ્છમાં અત્યાર સુધીમાં 116.79 ટકા વરસાદ વરસ્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 108.20 અને સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 101.52 ટકા વરસાદ વરસી  ચૂક્યો છે.મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 98.74 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો ઉત્તર ગુજરાતમાં પણ ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 79.99 ટકા વરસાદ  વરસી ચૂક્યો છે.

રાજ્યના કેટલા ડેમ થયા ઓવરફ્લો?

ધોધમાર વરસેલા વરસાદથી રાજ્યના 207 પૈકી 77 જળાશયો ઓવરફ્લો  થયા છે. કચ્છ-સૌરાષ્ટ્રના 61, તો દક્ષિણ ગુજરાતના નવ, મધ્ય ગુજરાતમાં છ અને ઉત્તર ગુજરાતનો એક ડેમ સંપૂર્ણ ભરાયા છે.પાણીની ભરપૂર આવકથી રાજ્યના 122 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે. 90 ટકાથી વધુ ભરાયેલા 96 જળાશયો હાઈએલર્ટ, તો 80થી 90 ટકા ભરાયેલા 19 ડેમ એલર્ટ અને 70થી 80 ટકા ભરાયેલા સાત ડેમ વોર્નિંગ પર છે.

આ પણ વાંચો

Rain Forecast: હજુ ગુજરાતના માથે એક અઠવાડિયું ભારે, 29થી લઇ 3જી સપ્ટે. સુધી આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu and Kashmir: ભારતીય સેનાને મળી મોટી સફળતા, PM મોદીના જમ્મુ-કાશ્મીર પ્રવાસ પહેલા 3 આતંકી ઠાર
Jammu and Kashmir: ભારતીય સેનાને મળી મોટી સફળતા, PM મોદીના જમ્મુ-કાશ્મીર પ્રવાસ પહેલા 3 આતંકી ઠાર
Rain Forecast:રાજ્યના આ જિલ્લામાં આજે વરસી શકે છે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Rain Forecast:રાજ્યના આ જિલ્લામાં આજે વરસી શકે છે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
jammu and Kashmir: કિશ્તવાડમાં આતંકીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, બે ઘાયલ
jammu and Kashmir: કિશ્તવાડમાં આતંકીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, બે ઘાયલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Ganesh Visarjan|‘જસપાલને બચાવવા એક એક ગયાને બધા ડુબી ગયા..’ પ્રત્યક્ષદર્શીનો મોટો ખુલાસોAnand group Clash | વિદ્યાનગરમાં પથ્થરમારાની ઘટના પાછળનું કારણ જાણી તમે ચોંકી જશોAhmedabad Crime | અમદાવાદમાં યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપી જહેબાઝની ધરપકડHun To Bolish | હું તો બોલીશ | સારવારની શોધ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu and Kashmir: ભારતીય સેનાને મળી મોટી સફળતા, PM મોદીના જમ્મુ-કાશ્મીર પ્રવાસ પહેલા 3 આતંકી ઠાર
Jammu and Kashmir: ભારતીય સેનાને મળી મોટી સફળતા, PM મોદીના જમ્મુ-કાશ્મીર પ્રવાસ પહેલા 3 આતંકી ઠાર
Rain Forecast:રાજ્યના આ જિલ્લામાં આજે વરસી શકે છે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Rain Forecast:રાજ્યના આ જિલ્લામાં આજે વરસી શકે છે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
jammu and Kashmir: કિશ્તવાડમાં આતંકીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, બે ઘાયલ
jammu and Kashmir: કિશ્તવાડમાં આતંકીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, બે ઘાયલ
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ, રસ્તાઓ બંધ અને જન જીવન અસ્ત-વ્યસ્ત 
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ, રસ્તાઓ બંધ અને જન જીવન અસ્ત-વ્યસ્ત 
Health Tips: જો તમને પણ શ્વાસ સંબંધી રોગ છે તો ભૂલથી પણ ન કરો આ વસ્તુનું સેવન, નહીં તો થશે ગંભીર નુકસાન
Health Tips: જો તમને પણ શ્વાસ સંબંધી રોગ છે તો ભૂલથી પણ ન કરો આ વસ્તુનું સેવન, નહીં તો થશે ગંભીર નુકસાન
Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં પિતૃઓેને કેવી રીતે કરવા પ્રસન્ન? જાણો સરળ ઉપાય
Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં પિતૃઓેને કેવી રીતે કરવા પ્રસન્ન? જાણો સરળ ઉપાય
Jaya Bachchan: કેમ વારંવાર ગુસ્સે થાય છે જયા બચ્ચન? સામે આવ્યું ચોંકાવનારુ કારણ
Jaya Bachchan: કેમ વારંવાર ગુસ્સે થાય છે જયા બચ્ચન? સામે આવ્યું ચોંકાવનારુ કારણ
Embed widget