શોધખોળ કરો

Rain: ડાંગમાં ભારે વરસાદથી ભેખડો ઘસી, અનેક રસ્તાંઓ બંધ, જુઓ દ્રશ્યો

ડાંગ જિલ્લામાં ગઇકાલેથી વરસાદી માહોલ છે, જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, જિલ્લાના મુખ્ય મથક આહવા પાસે આવેલા શીવગઢમાં વરસાદનું રૌદ્ર રૂપ જોવા મળ્યુ છે

Rain: ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે, વરસાદે ચોથા રાઉન્ડની શરૂઆતમાં દક્ષિણ ગુજરાતના કેટલાય વિસ્તારોને જળબંબાકાર કરી દીધા છે. આ બધાની વચ્ચે હવે ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન ઠપ્પ થવાના સમાચાર સામે આવ્યા છે. માહિતી પ્રમાણે, ડાંગ જિલ્લામાં ગઇકાલેથી વરસાદી માહોલ છે, જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, જિલ્લાના મુખ્ય મથક આહવા પાસે આવેલા શીવગઢમાં વરસાદનું રૌદ્ર રૂપ જોવા મળ્યુ છે.

Rain: ડાંગમાં ભારે વરસાદથી ભેખડો ઘસી, અનેક રસ્તાંઓ બંધ, જુઓ દ્રશ્યો

ભારે વરસાદથી મુખ્ય મથક આહવાથી 4 કિલોમીટર દૂર આવેલો છે શિવઘાટમાં પાણી ભરાયા છે, અહીં પાણીનો પ્રવાહ વધતા અનેક માર્ગો બંધ કરાયા છે. આ બધાની વચ્ચે સાપુતારાથી આહવા જતા માર્ગ ભારે વરસાદથી તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે, અહીં મોટી મોટી ભેખડો રૉડ-રસ્તાં પર ઘસી આવ્યા છે, આ કારણે મુખ્ય માર્ગ સહિત બીજા કેટલાય માર્ગોને બંધ કરવામાં આવ્યા છે. આ સ્થિતિને જોતા પ્રવાસીઓને પણ કૉઝવે નજીક ના જવા માટે ડાંગ વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

Rain: ડાંગમાં ભારે વરસાદથી ભેખડો ઘસી, અનેક રસ્તાંઓ બંધ, જુઓ દ્રશ્યો

Rain: ડાંગમાં ભારે વરસાદથી ભેખડો ઘસી, અનેક રસ્તાંઓ બંધ, જુઓ દ્રશ્યો

Rain: ડાંગમાં ભારે વરસાદથી ભેખડો ઘસી, અનેક રસ્તાંઓ બંધ, જુઓ દ્રશ્યો

રાજ્યમાં હજુ પણ ભારે વરસાદની આગાહી - 

ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તાપી, ડાંગ,નવસારી, વલસાડમાં રાતભર વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં આગામી 3 કલાક દરમિયાન વરસાદની આગાહી કરી છે.

આગામી 3 કલાક દરમિયાન ગુજરાતના પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર જેવા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. આગામી 3 કલાક દરમિયાન ગુજરાત રાજ્યના બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહિસાગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, ગીર સોમનાથ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દીવ, દમણ, દાદર અને નગર હવેલીમાં હળવા વરસાદની સંભાવના છે.

નવસારી તાલુકમાં રાત્રે છ કલાકમાં જ 11 ઈંચ વરસાદ ખાબક્યો હતો. 11 ઈંચ વરસાદથી નવસારીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. નીચાણવાળા રસ્તા અને ઘરોમાં પાણી ફરી વળ્યા હતા. નવસારી જિલ્લામાં અગાઉથી જ શાળામાં રજા જાહેર કરાઈ ચૂકી છે. ભારે વરસાદના કારણે નવસારીના માછી માર્કેટમાં પાણી ભરાયા હતા. માર્કેટમાં ઘૂંટણ સુધી પાણી ભરાઇ ગયા હતા. પાણી ભરાવાના કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદથી પૂર્ણા નદીની જળસપાટી વધતા નીચાણવાળા વિસ્તારો માટે એલર્ટ જાહેર કરાયું હતું. રાત્રે અનેક પોશ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. નવસારીના કાલીયાવાડીના આદર્શનગર, શાંતિવન સોસાયટી, ભૂતફળિયા અને રાજીવનગરમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. અનેક પરિવારો સ્થળાંતર કરવા મજબૂર બન્યા હતા. ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ને તમામ શાળામાં રજા જાહેર કરી છે. ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે નવસારીમાંથી પસાર થતી નદીઓમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે.  પૂર્ણા નદીની સપાટી 22 ફૂટ ને પાર કરી ગઈ છે. પૂર્ણા નદી એની ભયજનક સપાટી થી 1 મીટર દૂર છે. નીચાણ વાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લામાં પણ મૂશળધાર વરસાદ વરસ્યો હતો. વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદથી ઔરંગા નદીના જળસ્તરમાં વધારો થયો હતો. વલસાડનું હનુમાન ભાગડા ગામ સંપર્ક વિહોણું થયું હતું. મધુબન ડેમના 10 દરવાજા ચાર મીટર સુધી ખોલાયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે

વિડિઓઝ

Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
Surat wall collapse: સુરતમાં દુર્ઘટના, પાર્કિંગની દિવાલ ધરાશાયી થતા દોડધામ
Morbi Accident News: મોરબીના માળિયામાં હિટ એન્ડ રનમાં ચાર પદયાત્રીના મોત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
Embed widget