(Source: ECI/ABP News/ABP Majha)
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાએ જમાવટ બોલાવી, સાવરકુંડલા, ધારી, લાઠી,ખાંભામાં વરસાદ
અમરેલી જિલ્લામાં આજે મેઘરાજાએ જમાવટ બોલાવી છે. સાવરકુંડલા, ધારી, લાઠી, રાજુલા, ખાંભા, જાફરાબાદ સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો છે.
અમરેલી: અમરેલી જિલ્લામાં આજે મેઘરાજાએ જમાવટ બોલાવી છે. સાવરકુંડલા, ધારી, લાઠી, રાજુલા, ખાંભા, જાફરાબાદ સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો છે. અમરેલી શહેર પાસેના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ચક્કરગઢ દેવળિયા, ગોખરવાડા સહિતના ગામો પાણી-પાણી થયા હતા.
સાવરકુંડલા શહેર અને તાલુકાના ગામોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદને લઈ સાવરકુંડલા શહેરની શેરીઓમાં નદીની જેમ પાણી વહેતા થયા હતા. તાલુકાના નેસડી, બાઢડા, રામગઢ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. વરસાદને લઈ સાવરકુંડલા શહેરની મધ્યમાંથી વહેતી નાવલી નદીમાં નવા નીર આવ્યા હતા. ધારી તાલુકામાં પણ મન મૂકીને મેઘરાજા વરસ્યા હતા. ધારી શહેર સહિત તાલુકાના મોરઝર, પરબડી, આંબરડી, દહિડા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે.
વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ખાંભા તાલુકામાં પણ મેઘમહેર થઈ છે. ખાંભા તાલુકાના ત્રાકુડા, ડેડાણ, ભાવરડી, રાણીગપરા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. રાજુલા અને જાફરાબાદ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજુલા તાલુકાના ડોળિયા, માંડળ, મોરંગી, ડુંગર, ખાંભલિયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. જાફરાબાદ તાલુકાના વડલી, ભાડા, ટીંબી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો.
ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
રાજ્યના 11 જિલ્લાઓમાં આજે હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગે આગાહી કરી હતી કે ગીર સોમનાથ, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે. તો જૂનાગઢ અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. તો દીવમાં છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી.
અંબાલાલ પટેલે મોટી આગાહી
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઇ રહી છે, ક્યાંક ક્યાંક ધીમી ધારે અને ઝરમર વરસાદ શરૂ થયો છે, પરંતુ આ બધાની વચ્ચે હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે, અંબાલાલ પટેલે ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરી છે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને આહવા, ડાંગ અને વલસાડમાં 8 ઈંથી વધુ વરસાદ પડશે. સુરત સહિતના ભાગમાં 4થી 5 ઈંચ વરસાદ પડશે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં 1 ઈંચ સુધીનો પડશે ખાબકશે. આગામી 28 જૂનથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના કારણે મોટાભાગની નદીઓ બે કાંઠે થશે.