શોધખોળ કરો

Gujarat Rain: વહેલી સવારથી રાજ્યના 20 તાલુકામાં માવઠુ, અહીં પડ્યો સૌથી વધુ વરસાદ ?

રાજ્યમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે, શિયાળાની ઋતુમાં જ ચોમાસાનો અનુભવ થઇ રહ્યો છે

Rainfall In Gujarat: રાજ્યમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે, શિયાળાની ઋતુમાં જ ચોમાસાનો અનુભવ થઇ રહ્યો છે, આગાહી પ્રમાણે, સવારથી જ રાજ્યમાં ઠેર ઠેર માવઠું થયુ છે, સાથે સાથે ક્યાંક ભારે તો ક્યાંય ઝાંપટા પડ્યા છે. આજે પડેલા વરસાદમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથ જિલ્લામાં ખાબક્યો છે.

Gujarat Rain: વહેલી સવારથી રાજ્યના 20 તાલુકામાં માવઠુ, અહીં પડ્યો સૌથી વધુ વરસાદ ?

રાજ્યમાં આજે વહેલી સવારથી જ ઠેર ઠેર વરસાદી ઝાંપટા પડ્યા છે. રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં કુલ 20 તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો છે, આ આંકડામાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં 38 એમએમ  જેટલો ખાબક્યો છે. જ્યારે પાટણ વેરાવળમાં 31 એમએમ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જૂનાગઢના વંથલીમાં 24 એમએમ જેટલો વરસાદ ખાબક્યો છે. 

રાજ્યમાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માવઠું થયું છે. ધારી અને જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો છે. ધારીના સરસીયા સહિત આસપાસના તથા જાફરાબાદના નાગેશ્રી સહિત વિસ્તારમાં કમોસમી વરસાદ છે. ગાજવીજ સાથે વહેલી સવારથી અમરેલીના ગ્રામ્યમાં વરસાદી માવઠું થતાં ખેડૂતોની ચિંતા વધી છે. ધારી અને આજુબાજુના સરસીયા, ફાચરીયા, ગોવિંદપુર, ખીચા, વિસ્તારમાં સવારે 5 વાગ્યાથી ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે, જેનાથી તુવેર, ચણા, ધાણા અને એરંડાના પાકને નુકશાન થવાની ભીતિ છે. સાવરકુંડલાના ધજડી, લુવારા, અમૃતવેલ, ઓળિયા, ખડકાળા, નાના ભમોદ્રા અને આસપાસના ગામમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. જૂનાસાવર ગામમાં વહેલી સવારે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જોરદાર પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડતાં ગામની બજારોમાં નદી માફક વરસાદી પાણી વહેતા થયા હતા. લીલીયા તાલુકાના નાના લીલીયા ગામે વાવાઝોડા જેવો પવન ફૂંકાયો હતો.

  • જુનાગઢના વંથલી અને કેશોદમાં કમોસમી વરસાદ પડ્યો છે. જુનાગઢ જિલ્લાના કેટલાક ભાગમાં વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો. ગડુ નજીક ખોરાસા ગામ અને આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. જૂનાગઢ નજીકના વડાલ અને કાથરોટા ગામમાં પણ વરસાદ છે.
  • તાલાલા ગીર માં એક થી દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. રાત્રે ત્રણ વાગ્યે ધોધમાર વરસાદ ખાબક્યા બાદ ફરી સવારે 6 કલાકે વરસાદ ખાબક્યો છે. ગીર સોમનાથના તાલાલાના ધાવા ગામે મકાન પર વીજળી પડી હતી. જોકે કોઈ જાનહાનિ થઈ નથી, મકાનનો થોડો ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો. તાલાલા અને ગ્રામ્ય વિસ્તારો માં એક થી દોઢ ઇંચ વરસાદ પડ્યો છે.
  • રાજકોટ જીલ્લાના ધોરાજીમાં કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદને પગલે ધરતીપુત્રોમાં ચિંતા વધી છે. ધાણા, કપાસ, જેવા રવિ પાકોને નુકસાન થવાની ભીતિ  છે. ધોરાજીમાં કમોસમી વરસાદને લઈને શહેરના માર્ગો  ભીના થયા છે.
  • ભુજ-નખત્રાણા તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા છે. મોડી રાત્રે 3 વાગે વરસાદી ઝાપટા પડયા હતા. કમોસમી વરસાદના પગલે અનેક જગ્યાએ વીજપુરવઠો ખોરવાયો હતો. ગીર સોમનાથમાં પણ માવઠું થયું છે. ધોકડવા અને આસપાસના ગામમાં કમોસમી વરસાદ પડ્યો છે.
  • પાટણના રાધનપુરમાં કમોસમી વરસાદ છે. રાધનપુરમાં ભર શિયાળે વરસાદ છે. રાધનપુર - કમાલપુર - સાથલી - મહેમદાવાદ -અમીરપુરા -બાદર પૂર સહિતના ગામોમાં છે. સમગ્ર રાધનપુરમાં વહેલી સવારથી પવન સાથે વરસાદ છે. ભર શિયાળે વરસાદ વરસતા શિયાળુ વાવેતર પર સંકટ ઉભું થયું છે.
  • દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. દાહોદ શહેર સહિત જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ છે.
    વરસાદની આગાહીને લઈ ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. વહીવટી તંત્ર જિલ્લામાં વરસાદની આગાહી અન્વયે તકેદારીના પગલાં લેવા જણાવ્યું છે, વરસાદથી લોકોના જાનમાલનું નુકશાન ન થાય તે તકેદારી ના પગલા લેવા જણાવવામાં આવ્યું છે.
  • ગીર સોમનાથમાં કમોસમી માવઠાથી ખેતરોમાં પાણી ભરાયા છે. શિયાળુ વાવેતરમાં ફાયદો, તો કઠોળ ધાણા ચણા જેવા પાકોમાં નુકશાનની ભીતી છે. વેરાવળમાં ખેતરોમાં પાણી ભરાયા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs ENG 3rd T20: ઈંગ્લેન્ડની શાનદાર વાપસી, રાજકોટમાં ત્રીજી ટી20માં ભારતને 26 રને હરાવ્યું 
IND vs ENG 3rd T20: ઈંગ્લેન્ડની શાનદાર વાપસી, રાજકોટમાં ત્રીજી ટી20માં ભારતને 26 રને હરાવ્યું 
સોમનાથ-ઉના હાઈવે પર ભયાનક અકસ્માત, 3 યુવકોના મોત થયા, પતરા કાપી બહાર કઢાયા  
સોમનાથ-ઉના હાઈવે પર ભયાનક અકસ્માત, 3 યુવકોના મોત થયા, પતરા કાપી બહાર કઢાયા  
ST નિગમના કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો વધારો
ST નિગમના કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો વધારો
દક્ષિણ કોરિયાઈ એરપોર્ટ પર વિમાનમાં લાગી આગ, તમામ 176 યાત્રીઓને બચાવી લેવાયા  
દક્ષિણ કોરિયાઈ એરપોર્ટ પર વિમાનમાં લાગી આગ, તમામ 176 યાત્રીઓને બચાવી લેવાયા  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : હીરા ઉધોગમાં મંદી કેમ?Hun To Bolish: હું તો બોલીશ : રાદડિયાએ કોને પડકાર્યા?Junagadh Gadi Controversy : જૂનાગઢ ગાદી વિવાદમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચારValsad Students Scuffle : વલસાડમાં વિદ્યાર્થીઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી, સામે આવ્યો વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG 3rd T20: ઈંગ્લેન્ડની શાનદાર વાપસી, રાજકોટમાં ત્રીજી ટી20માં ભારતને 26 રને હરાવ્યું 
IND vs ENG 3rd T20: ઈંગ્લેન્ડની શાનદાર વાપસી, રાજકોટમાં ત્રીજી ટી20માં ભારતને 26 રને હરાવ્યું 
સોમનાથ-ઉના હાઈવે પર ભયાનક અકસ્માત, 3 યુવકોના મોત થયા, પતરા કાપી બહાર કઢાયા  
સોમનાથ-ઉના હાઈવે પર ભયાનક અકસ્માત, 3 યુવકોના મોત થયા, પતરા કાપી બહાર કઢાયા  
ST નિગમના કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો વધારો
ST નિગમના કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો વધારો
દક્ષિણ કોરિયાઈ એરપોર્ટ પર વિમાનમાં લાગી આગ, તમામ 176 યાત્રીઓને બચાવી લેવાયા  
દક્ષિણ કોરિયાઈ એરપોર્ટ પર વિમાનમાં લાગી આગ, તમામ 176 યાત્રીઓને બચાવી લેવાયા  
Gold silver rate today: સતત બીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો, 83 હજાર નીચે ભાવ, જાણો રેટ 
Gold silver rate today: સતત બીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો, 83 હજાર નીચે ભાવ, જાણો રેટ 
5 વિકેટ ઝડપી વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, બુમરાહ-શમી પણ T20I માં નથી કરી શક્યા આ કરિશ્મા 
5 વિકેટ ઝડપી વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, બુમરાહ-શમી પણ T20I માં નથી કરી શક્યા આ કરિશ્મા 
શ્રીલંકન નૌસેનાના ગોળીબારમાં 5 ભારતીય માછીમાર ઘાયલ થયા, MEA એ ટાપુ દેશના હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું
શ્રીલંકન નૌસેનાના ગોળીબારમાં 5 ભારતીય માછીમાર ઘાયલ થયા, MEA એ ટાપુ દેશના હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું
સ્નાયુઓમાં નબળાઈ, હૃદયના ધબકારા વધવા... Guillain Barre Syndrome થી સાવધાન રહો, આ લક્ષણો દેખાય તો બતાવો ડૉક્ટરને
સ્નાયુઓમાં નબળાઈ, હૃદયના ધબકારા વધવા... Guillain Barre Syndrome થી સાવધાન રહો, આ લક્ષણો દેખાય તો બતાવો ડૉક્ટરને
Embed widget