Gujarat Rain: રાજ્યમાં આગામી સાત દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો લેટેસ્ટ આગાહી
રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. આગામી 2 દિવસ માટે માછીમારો માટે ચેતવણી આપવામાં આવી છે.
અમદાવાદ: રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. આગામી 2 દિવસ માટે માછીમારો માટે ચેતવણી આપવામાં આવી છે. બે દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 1 જૂનથી આજ સુધી ગુજરાતમાં 522 મિલી વરસાદ થયો છે.સમગ્ર ગુજરાતમાં 9 ટકા વરસાદ વધુ થયો છે. સૌરાષ્ટમાં 25 ટકા વધુ વરસાદ નોંધાયો છે. આજે ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં 15 ટકા વરસાદની ઘટ છે.જ્યારે ગાંધીનગરમાં 25 ટકા વરસાદની ઘટ છે. બિકાનેર પાસે મોન્સુન ટ્રફ સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદ રહેશે.
12 ઓગસ્ટ એટલે કે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા,છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
13 ઓગસ્ટ મંગળવારે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છનો સમાવેશ થાય છે.
નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થતાં 9 દરવાજા ખોલી પાણી છોડાયુ
સમગ્ર ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે, જેના કારણે મોટા ભાગના જળાશયો અને નદી-નાળા છલકાઇ ગયા છે. ગુજરાત માટે મહત્વના એવા સરદાર સરોવર નર્મદા ડેમની(Narmada Dam)જળસપાટીમાં વધારો નોંધાયો છે. નર્મદા ડેમાં અત્યારે જળસપાટી વધીને 135.61 મીટર સુધી પહોંચી છે, જેના કારણે 9 ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. આજુબાજુના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે.
ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકવાથી નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો નોંધાયો છે. અત્યારે સરદાર સરોવર ડેમની જળસપાટી 135.61 મીટર સુધી પહોંચી છે, અને ડેમના 9 દરવાજા ખોલીને પાણી નદીમાં છોડવામાં આવ્યુ છે. હાલ ઉપરવાસમાંથી 2.73 લાખ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે. નર્મદા ડેમ અત્યારે 90 ટકા ભરાઇ ગયો છે, આગામી બે દિવસમાં નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઇ જાય તેવી શક્યતા છે. હાલમાં ડેમમાંથી ડેમમાંથી 1 લાખ 51 હજાર 976 ક્યૂસેક પાણી છોડાયુ છે. સરદાર સરોવર નર્મદા ડેમ ગુજરાતનો સૌથી મોટો ડેમ છે.
Dahod: દાહોદનો માછણવાડા ડેમ સંપૂર્ણ ભરાતા હાઇએલર્ટ 7 ગામોમાં એલર્ટ, ડેમ-નદી કાંઠે જવા પર પ્રતિબંધ