(Source: ECI/ABP News/ABP Majha)
Dahod: દાહોદનો માછણવાડા ડેમ સંપૂર્ણ ભરાતા હાઇએલર્ટ 7 ગામોમાં એલર્ટ, ડેમ-નદી કાંઠે જવા પર પ્રતિબંધ
Dahod News: ભારે વરસાદના કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં તબાહી મચી છે, મોટાભાગના ડેમો અને નદીઓ છલકાઇ ગઇ છે
Dahod News: ભારે વરસાદના કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં તબાહી મચી છે, મોટાભાગના ડેમો અને નદીઓ છલકાઇ ગઇ છે. તાજા અપડેટ પ્રમાણે, દાહોદ જિલ્લાના આવેલો માછણનાળા ડેમ ઓવરફ્લો થઇ ગયો છે. ડેમની જળસપાટીમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. જેના કારણે તંત્રે નદી કાંઠા અને ડેમ નજીકના વિસ્તારોમાં અવરજવર પર પ્રતિબંધ લગાવી દીધો છે.
દાહોજ જિલ્લાના ઝાલોદ તાલુકાના માછણનાળા ડેમમાં હાલમાં 100 ટકા પાણીની આવક થઇ છે, અગમચેતીના ભાગરૂપે આજુબાજુના સાત ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. હજી પણ પાણીની આવક વધવાની શકયતાએ હાલની સપાટી હાઈ એલર્ટ સ્ટેજના લેવલે થયેલું છે.
દાહોદનો માછણનાળા ડેમ સંપૂર્ણ ભરાતા હાઈએલર્ટ આપવામાં આવ્યુ છે. ડેમ સંપૂર્ણ ભરાતા સાત ગામોને એલર્ટ કરાયા છે. જેમાં ભાનપુર, ચિત્રોડીયા, ધાવડીયા ગામને કરાયા એલર્ટ કરાયા છે. આ ઉપરાંત મહૂડી, માંડલીખુટા, મુનખોસલા, થેરકા ગામને પણ તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે. પાણીનું જળસ્તર સતત વધતાં માછણનાળા ડેમ અને નદીકાંઠાના વિસ્તારમાં અવરજવર કરવા પર પ્રતિબંધ મુકાયો છે. સાવચેતીના પગલા લેવા સબંધિત સ્થાનિક લોકોને, ગ્રામ પંચાયત તેમજ તલાટી કમ મંત્રી, મામલતદાર, પ્રાંત અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારીને સૂચના આપવામાં આવી છે.
Rain Forecast : દેશના આ 20 રાજ્યોમાં ભારે વરસાદનું અનુમાન, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
આ દિવસોમાં દેશના ઘણા રાજ્યોમાં સતત વરસાદ પડી રહ્યો છે. પહાડી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલન જેવી સમસ્યા સર્જાઈ છે. મેદાની વિસ્તારોમાં સતત વરસાદને કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે પણ દિલ્હી-NCRમાં હળવો વરસાદ થવાની સંભાવના છે, જાણો દેશના કયા-કયા રાજ્યોમાં વરસાદ પડશે. સમગ્ર ઉત્તર ભારત અત્યારે મેઘરાજાએ જમાવટ કરી છે. દિલ્હી-એનસીઆર સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં વાદળ છવાયેલા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે પણ દિલ્હી સહિત દેશના 20 રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD), પૂર્વોત્તર ભારત, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, કોસ્ટલ કર્ણાટક, દક્ષિણ આંતરિક કર્ણાટક, તમિલનાડુના ભાગો, લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, પૂર્વ ગુજરાત, કોંકણ અને ગોવામાં જણાવ્યા અનુસાર તેલંગાણા અને વિદર્ભના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ચાલો જાણીએ કે આજે દેશભરમાં હવામાનની સ્થિતિ કેવી રહેશે?