શોધખોળ કરો

ભારતમાલા રોડ પર નીલગાય આડી આવતાં સ્કોર્પિયો પલટી, ધાનેરાના ૩ આશાસ્પદ યુવાનોના કરુણ મોત

Rajasthan road accident: ભારતમાલા રોડ પર અચાનક નીલગાય સામે આવતાં સ્કોર્પિયો કાર પલટી ગઈ, થાવર ગામના 3 યુવાનોના ઘટનાસ્થળે મોત અને અન્ય 3 ગંભીર રીતે ઈજાગ્રસ્ત.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રણુજા દર્શન બાદ પરત ફરતી કાર નીલગાયથી ટકરાઈ.
  • રાજસ્થાનના ભારતમાલા રોડ પર કાર પલટી મારી ગઈ.
  • ત્રણ યુવાનોના ઘટનાસ્થળે મોત, ત્રણ ઘાયલ.
  • ઘાયલોને જોધપુર સારવાર માટે ખસેડાયા.

Rajasthan road accident: બનાસકાંઠાના ધાનેરા તાલુકાના થાવર ગામના લોકો માટે રાજસ્થાનનો પ્રવાસ ગોઝારો સાબિત થયો છે. રણુજા (રામદેવરા) ખાતે દર્શન કરીને પાછા ફરી રહેલા યાત્રાળુઓની કાર રાજસ્થાનના ભારતમાલા રોડ પર અચાનક નીલગાય સામે આવી જતાં પલટી ખાઈ ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં થાવર ગામના 3 આશાસ્પદ યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

કેવી રીતે સર્જાયો અકસ્માત?

મળતી માહિતી મુજબ, ધાનેરાના થાવર ગામના આ યાત્રાળુઓ પોતાની સ્કોર્પિયો કારમાં રણુજા દર્શન માટે ગયા હતા. દર્શન કરીને પરત ફરતી વખતે બાલોતરા જિલ્લાના આસોતરા નજીક ભારતમાલા રોડ પરથી તેઓ પસાર થઈ રહ્યા હતા. આ સમયે અચાનક જ એક નીલગાય રસ્તા પર દોડી આવી હતી. નીલગાયને બચાવવા જતાં કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. સ્પીડમાં રહેલી સ્કોર્પિયો કાર રસ્તા પર જ ગોથા ખાઈને પલટી ગઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

પોલીસ પહોંચી, ઘાયલોને જોધપુર રીફર કરાયા

ઘટનાની જાણ થતાં જ રાજસ્થાન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સ્થાનિકોની મદદથી રાહત બચાવ કામગીરી શરૂ કરીને તમામ 6 લોકોને કારમાંથી બહાર કાઢ્યા હતા. જોકે, કમનસીબે તેમાંથી 3 યુવાનોએ ત્યાં જ જીવ ગુમાવી દીધો હતો. બાકીના 3 ઘાયલોને શરૂઆતમાં બાલોતરાની નાહટા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પરંતુ તેમની હાલત વધુ ગંભીર હોવાથી પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને વધુ સારવાર અર્થે જોધપુરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.

અકસ્માતનો ભોગ બનેલા લોકોની વિગત:

મૃતકોના નામ:

અજમલભાઈ ગણેશભાઈ ચૌધરી (ઉ.વ. 35)

હિતેશભાઈ દેવરણભાઈ ચૌધરી (ઉ.વ. 32)

યોગેશભાઈ ઈશ્વરભાઈ ચૌધરી (ઉ.વ. 18)

આ પણ વાંચોઃ વલસાડના કુંભઘાટ પર કાળમુખો અકસ્માત: ટ્રક ઈકોની ટક્કરમાં 7 ના કરૂણ મોત, 2 ની હાલત નાજુક

ઈજાગ્રસ્તોના નામ:

અશોક ચૌધરી (ઉ.વ. 26)

કમલેશ ચૌધરી (ઉ.વ. 30)

આયુષ ચૌધરી (ઉ.વ. 8)

થાવર ગામના આશાસ્પદ યુવાનોના મોતના સમાચાર મળતા જ સમગ્ર ગામ અને પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચોઃ બનાસકાંઠામાં ભયાનક અકસ્માત: રોંગ સાઈડ આવતી ટ્રકે ઈનોવાને કચડી નાખી! 6 નાં મોત અને 3 ગંભીર

Frequently Asked Questions

રાજસ્થાનમાં થયેલા રોડ અકસ્માતમાં કુલ કેટલા લોકોના મોત થયા છે?

રાજસ્થાનના ભારતમાલા રોડ પર થયેલા ભયાનક અકસ્માતમાં થાવર ગામના 3 યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે.

આ રોડ અકસ્માત કયા કારણે થયો હતો?

કાર રસ્તા પર અચાનક દોડી આવેલી નીલગાયને બચાવવાના પ્રયાસમાં ચાલકે કાબૂ ગુમાવતા ગોથા ખાઈને પલટી ગઈ હતી.

અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને ક્યાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે?

ઘાયલ થયેલા 3 લોકોને શરૂઆતમાં બાલોતરાની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી, ગંભીર હાલતને કારણે જોધપુરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.

અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવાનોના નામ જણાવો.

મૃત્યુ પામેલા યુવાનોના નામ અજમલભાઈ ગણેશભાઈ ચૌધરી (૩૫), હિતેશભાઈ દેવરણભાઈ ચૌધરી (૩૨) અને યોગેશભાઈ ઈશ્વરભાઈ ચૌધરી (૧૮) છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Embed widget