ના સરઘસ, ના મીઠાઇ..... ચૂંટણી પરિણામોની ગુજરાત ભાજપ ઉજવણી નહીં કરે, રાજકોટ અગ્નિકાંડ બાદ મહત્વનો નિર્ણય
Rajkot Tragedy: ગુજરાતમાં ગયા અઠવાડિયે થયેલી અગ્નિકાંડને લઇને હજુ પણ શોકનો માહોલ યથાવત છે. ગયા શનિવારે રાજકોટના ટીઆરપી ગેમ ઝૉનમાં આગ ફાટી નીકળી હતી
![ના સરઘસ, ના મીઠાઇ..... ચૂંટણી પરિણામોની ગુજરાત ભાજપ ઉજવણી નહીં કરે, રાજકોટ અગ્નિકાંડ બાદ મહત્વનો નિર્ણય Rajkot Tragedy Updates News gujarat bjp sangathan will not celebrate too Election Results in gujarat over the Rajkot Game Zone Fire Incident ના સરઘસ, ના મીઠાઇ..... ચૂંટણી પરિણામોની ગુજરાત ભાજપ ઉજવણી નહીં કરે, રાજકોટ અગ્નિકાંડ બાદ મહત્વનો નિર્ણય](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/01/882422900708ce9b966ee408d6389b19171722242719977_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rajkot Tragedy: ગુજરાતમાં ગયા અઠવાડિયે થયેલી અગ્નિકાંડને લઇને હજુ પણ શોકનો માહોલ યથાવત છે. ગયા શનિવારે રાજકોટના ટીઆરપી ગેમ ઝૉનમાં આગ ફાટી નીકળી હતી, જેમાં 27 લોકો જીવતા આગમાં ભૂંજાયા હતાં. આ પછી સરકારે એક્શન લેવાનું શરૂ કર્યુ અને સમગ્ર હત્યાકાંડના આરોપીઓને પકડી લેવામાં આવ્યા હતા. એટલુ જ નહીં ભાજપ સરકારે રાજ્યમાં તમામ ગેમ ઝૉન, ફન પાર્ક, વૉટર પાર્ક સહિતના એમ્યૂઝમેન્ટ પાર્કમાં કાર્યવાહી શરૂ કરી હતી. હાલમાં રાજ્યમાં આ 27નો ભોગ લેનારા આ અગ્નિકાંડને લઇને માતમ છવાયો છે, શોકના વાતાવરણ વચ્ચે હવે ગુજરાત ભાજપે મહત્વનો નિર્ણય લીધો છે.
ગુજરાત ભાજપ રાજકોટ અગ્નિકાંડ બાદ એક મહત્વનો નિર્ણય લીધો છે. આગામી 4થી જૂને સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યાં છે. આ પરિણામોમાં હાર-જીતનાં આંકડા આવશે પરંતુ ગુજરાત ભાજપ આની ઉજવણી નહીં કરે.
રાજકોટ ગેમ ઝૉન અગ્નિકાંડને લઈને ગુજરાત ભાજપે નિર્ણય લીધો છે. ચૂંટણી પરિણામ બાદ ભાજપ કોઇપણ જાતની ધામધૂમથી ઉજવણી નહીં કરે. રાજ્યમાં ક્યાય પણ વિજય સરઘસ ના કાઢવાનો નિર્ણય લીધો છે. ભાજપની જીત થાય તો પણ રાજ્યમાં ક્યાંય પણ કાર્યકરો કે પાર્ટી દ્વારા ફટાકડા નહીં ફોડવા, મીઠાઈઓ નહીં વહેંચવાની સૂચના અપાઇ છે. કાર્યકરોને સાદાઈ જાળવવાની સૂચના અપાઇ છે.
રાજકોટમાં સાતમ આઠમના લોકમેળાનું બદલાશે સ્થાન? આ સમસ્યાના કારણે સ્થળ બદલવા વિચારણા
નવા વર્ષોથી રાજકોટ રેસકોર્ષ ગ્રાઉન્ડમાં શ્રાવણ મહિનામાં જન્માષ્ટમીના અવસરે લોકમેળો યોજાય છે. જો કે હવે તેનું સ્થાન બદલવાની વિચારણા ચાલી રહી છે. રેસકોર્ષ ગ્રાઉન્ડથી આ લોકમેળો કણકોટ અથવા ન્યુ રેસકોર્સ શિફ્ટ કરવા મુદ્દે હાલ વિચારણા ચાલી રહી છે. ઉલ્લેખનિય છે ટ્રાફિકની સમસ્યાના કારણે લોકમેળાનું સ્થાન બદલવા અંગે વિચારણ ચાલી રહી છે. ટ્રાફિક સહિતની કેટલીક સમસ્યાને ધ્યાનમાં લઇને લોકમેળાનું સ્થળ બદલાવવા અંગે વિચારણા થઇ રહી છે. ઉલ્લેખનિય છે કે, સૌરાષ્ટ્રમાં કૃષ્ણજન્માષ્ટમીના અવસરે લોકમેળા યોજાય છે. રાજકોટમાં અતિ ભવ્ય અને વિશાળ લોકમેળાનું શ્રાવણ મહિનામાં સાતમ આઠમ પર થાય છે. દર વર્ષે લોકમેળામાં સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારમાંથી લોકો ઉમટે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)