શોધખોળ કરો

મંત્રી રમેશ કટારાના બફાટથી ભડકો: શિક્ષક સંઘે મુખ્યમંત્રીને પત્ર લખી જાહેર માફીની માંગ કરી

"પગારપંચ મળવા છતાં શિક્ષકોની ભૂખ નથી ભાગતી" તેવા કૃષિ રાજ્યમંત્રીના નિવેદનથી ભારે આક્રોશ, માફી નહીં માંગે તો શિક્ષક સંઘે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતના મંત્રી રમેશ કટારાએ શિક્ષકોના પગાર અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી.
  • શિક્ષક સંઘે આક્રોશ વ્યક્ત કરી, મંત્રીની જાહેરમાં માફીની માંગ કરી.
  • જો મંત્રી માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલનની ચીમકી અપાઈ.

ramesh katara minister gujarat: ગુજરાત સરકારના કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારાએ ગોધરાના એક કાર્યક્રમમાં શિક્ષકોના પગાર અને કામગીરી અંગે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીથી મોટો ભડકો થયો છે. મંત્રીએ જાહેરમાં કહ્યું હતું કે, "પગારપંચ મળ્યા પછી પણ શિક્ષકોની ભૂખ સંતોષાતી નથી." તેમના આ શબ્દોથી રાજ્યભરના શિક્ષક સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ નિવેદનથી રોષે ભરાયેલા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને મંત્રી પાસે જાહેર માફીની માંગ કરી છે. એટલું જ નહીં, જો મંત્રી તાત્કાલિક માફી નહીં માંગે તો રસ્તા પર ઉતરીને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

વિગતે વાત કરીએ તો, ગોધરામાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન મંત્રી રમેશ કટારાએ શિક્ષકો પર નિશાન સાધતા કહ્યું હતું કે, "અત્યારે પગારપંચ અને નાણાપંચ મળી ગયા છે, છતાં પણ કેટલાક લોકોની ભૂખ નથી ભાગતી. તમારા વડીલોને પૂછો, તેઓ 500 કે 1000 રૂપિયામાં નોકરી કરતા હતા. આજે વધુ પગાર મળવા છતાંય શિક્ષકો સરકાર સામે વિરોધ કરતા હોય છે." આ ઉપરાંત મંત્રીએ એવું પણ કહ્યું હતું કે ઘણી વખત શિક્ષકો વર્ગખંડમાં બાળકોને ભણાવવાના બદલે મોબાઈલમાં જ વ્યસ્ત જોવા મળે છે.

મંત્રીના આ શબ્દો વાયરલ થતાં જ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે તેનો સખત વિરોધ નોંધાવ્યો છે. મહાસંઘે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં આ નિવેદનને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ, અસંવેદનશીલ અને તથ્યવિહીન ગણાવ્યું છે. પત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે મંત્રીને પૂરી માહિતી જ નથી. હાલમાં દેશમાં 8મા પગારપંચનો રિપોર્ટ પણ નથી આવ્યો અને મંત્રી 10મા પગારપંચની વાતો કરી રહ્યા છે, જે કદાચ 2046 ની આસપાસ અમલમાં આવશે. શિક્ષકો સરકાર પાસે કોઈ વિશેષ કૃપા નથી માંગી રહ્યા, પરંતુ સતત વધતી મોંઘવારી વચ્ચે પોતાના હક અને અધિકારની જ માંગણી કરી રહ્યા છે. રાષ્ટ્ર નિર્માણનો પાયો ગણાતા શિક્ષકો માટે આવા શબ્દો વાપરવા એ જાહેર જીવનની મર્યાદાની બહાર છે.

મહાસંઘે મુખ્યમંત્રી સમક્ષ કડક માંગ કરી છે કે મંત્રી રમેશ કટારા જાહેરમાં શિક્ષક સમાજ અને કર્મચારી વર્ગની માફી માંગે. આ ઉપરાંત, તેમના નિવેદનની સમીક્ષા કરી તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં ભાષાની મર્યાદા જાળવવા તેમને કડક સૂચના આપવામાં આવે. સંઘે ચેતવણી આપી છે કે જો સરકાર આ મુદ્દે તાત્કાલિક કોઈ હકારાત્મક પગલાં નહીં લે, તો શિક્ષકો અને કર્મચારીઓ મજબૂર બનીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે, જેની સંપૂર્ણ જવાબદારી મંત્રી અને સરકારની રહેશે.

Frequently Asked Questions

ગુજરાતના કયા મંત્રીએ શિક્ષકો વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું?

ગુજરાતના કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારાએ ગોધરાના એક કાર્યક્રમમાં શિક્ષકોના પગાર અને કામગીરી અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે

મંત્રીના નિવેદન સામે કોણે વિરોધ નોંધાવ્યો છે?

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે મંત્રીના નિવેદનનો સખત વિરોધ નોંધાવ્યો છે. તેમણે મુખ્યમંત્રીને પત્ર લખીને મંત્રી પાસે જાહેર માફીની માંગ કરી છે.

શિક્ષક મહાસંઘની મુખ્યમંત્રી પાસે શું માંગણીઓ છે?

મહાસંઘે માંગ કરી છે કે મંત્રી રમેશ કટારા જાહેરમાં શિક્ષક સમાજ અને કર્મચારી વર્ગની માફી માંગે. આ ઉપરાંત, તેમના નિવેદનની સમીક્ષા કરી તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે.

મંત્રીએ શિક્ષકો અંગે કઈ ખોટી માહિતી આપી હતી?

મંત્રીએ 10મા પગારપંચની વાત કરી હતી, જે કદાચ 2046 ની આસપાસ અમલમાં આવશે, જ્યારે હાલમાં 8મા પગારપંચનો રિપોર્ટ પણ નથી આવ્યો. મહાસંઘે આ નિવેદનને તથ્યવિહીન ગણાવ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Rain Forecast: ગુજરાતમાં આગામી 3 કલાક ભારે, અમદાવાદ-ગાંધીનગર, કચ્છ સહિત 17 જિલ્લામાં રેડ એલર્ટ
Rain Forecast: ગુજરાતમાં આગામી 3 કલાક ભારે, અમદાવાદ-ગાંધીનગર, કચ્છ સહિત 17 જિલ્લામાં રેડ એલર્ટ
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: બપોર સુધી મેઘરાજાની તોફાની બેટિંગ, 242 તાલુકાઓમાં ધોધમાર વરસ્યો, રાધનપુર જળબંબાકાર
Gujarat Rain: બપોર સુધી મેઘરાજાની તોફાની બેટિંગ, 242 તાલુકાઓમાં ધોધમાર વરસ્યો, રાધનપુર જળબંબાકાર
Advertisement

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો
Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 
EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 
Patan Rain: પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ, સાંતલપુરના બરારા ગામમાં 100થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા
Patan Rain: પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ, સાંતલપુરના બરારા ગામમાં 100થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા
Embed widget