શોધખોળ કરો
ગુજરાતીઓ માટે ખુશીના સમાચાર: હવે તમે હેલ્મેટ વગર સીટીમાં બિન્દાસ ચલાવી શકશો બાઈક, જાણો કેમ
હવે રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં હેલ્મેટ પહેરવું ફરજીયાત નથી. રૂપાણી સરકારની કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.
![ગુજરાતીઓ માટે ખુશીના સમાચાર: હવે તમે હેલ્મેટ વગર સીટીમાં બિન્દાસ ચલાવી શકશો બાઈક, જાણો કેમ RC Faldu Says, Not compulsory to wear helmet in cities ગુજરાતીઓ માટે ખુશીના સમાચાર: હવે તમે હેલ્મેટ વગર સીટીમાં બિન્દાસ ચલાવી શકશો બાઈક, જાણો કેમ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/12/04134954/Helmet2.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગર: ગુજરાત સહિત સમગ્ર દેશમાં નવા ટ્રાફિક નિયમો લાગુ કર્યા બાદ દંડની રકમમાં જંગી વધારો કરવામાં આવ્યો હતો. ટ્રાફિકનાં નિયમને લઈને સમગ્ર ગુજરાતમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો. ત્યારે રૂપાણી સરકારે ગુજરાતીઓને રાહત આપતાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવે સીટીમાં હેલ્મેટ પહેરવું ફરજીયાત નથી.
કૃષિ મંત્રી આર.સી.ફળદુએ જાહેરાત કરતાં કહ્યું હતું કે, હવે રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં હેલ્મેટ પહેરવું ફરજીયાત નથી. રૂપાણી સરકારની કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.
ગુજરાતમાં ટ્રાફિકનાં નવા નિયમો અનુસાર હેલ્મેટ ન પહેરવા પર 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવતો હતો. જેના કારણે ગુજરાતીઓનો રોષ ફાટી નીકળ્યો હતો અને ઠેર-ઠેર તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે રૂપાણી સરકારે મોટો નિર્ણય કરતાં નગરપાલિકા અને મહાનગરપાલિકામાં હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપી છે.
નોંધનીય છે કે, ગુજરાત સરકારે આ નિર્ણય કરતાં જ ફરી એકવાર કેન્દ્ર સરકારની સામે ગુજરાત સરકારે નિયમોમાં છૂટછાટ આપી છે. જોકે આ અગાઉ સરકારે ટ્રાફિક દંડમાં પણ છૂટછાટ આપી હતી જ્યારે આજે શહેરી વિસ્તારોમાં હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપી દીધી છે.
![ગુજરાતીઓ માટે ખુશીના સમાચાર: હવે તમે હેલ્મેટ વગર સીટીમાં બિન્દાસ ચલાવી શકશો બાઈક, જાણો કેમ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/12/04134858/Helmet.jpg)
![ગુજરાતીઓ માટે ખુશીના સમાચાર: હવે તમે હેલ્મેટ વગર સીટીમાં બિન્દાસ ચલાવી શકશો બાઈક, જાણો કેમ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/12/04134904/Helmet1.jpg)
![ગુજરાતીઓ માટે ખુશીના સમાચાર: હવે તમે હેલ્મેટ વગર સીટીમાં બિન્દાસ ચલાવી શકશો બાઈક, જાણો કેમ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/12/04134910/Helmet2.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)