શોધખોળ કરો

Visavadar Bypoll Result 2025: વિસાવદરમાં કોણ મારશે બાજી, થોડીવારમાં શરુ થશે મતગણતરી

રાજ્યની વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ આજે જાહેર થશે.  સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે.

Visavadar Result 2025: રાજ્યની વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ આજે જાહેર થશે.  સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે કાંટે કી ટકકર માનવામાં આવે છે. વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં  56.89 ટકા જેટલું મતદાન થયું હતું. કૃષિ યુનિવર્સિટી ખાતે મતગણતરી યોજાશે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી થશે જેમાં 60 જેટલો સ્ટાફ ફરજ બજાવશે. સમગ્ર પ્રક્રિયાનું સીસીટીવી મોનીટરીંગ થશે. 

87 વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી માટે 19 જુનના રોજ 294 મતદાન મથકો પર 56.89 ટકા મતદાન થયું હતું. ચૂંટણી ઓબ્ઝર્વર, જીલ્લા ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી, ઉમેદવારોની હાજરીમાં  મતગણતરી થશે. મતગણતરીમાં માઈક્રો ઓબ્ઝર્વર, કાઉન્ટીંગ સુપરવાઈઝર, આસીસ્ટન્ટ સુપરવાઈઝર સહિતનો સ્ટાફ  જોડાશે. પોસ્ટલ બેલેટ રાઉન્ડ બાદ 14 ટેબલ પર 21 રાઉન્ડમાં મતગણતરી થશે.  

વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી

વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ આજે જાહેર થશે. જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી ખાતે સવારે 8 વાગ્યાથી મતગણતરી હાથ ધરાશે. વિસાવદર વિધાનસભા બેઠકમાં કુલ 294 બૂથ આવેલા છે, જ્યાં 14 ટેબલ પર 21 રાઉન્ડમાં મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે. આ બેઠક પર આપના ગોપાલ ઈટાલિયા અને ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતીન રાણપરિયા વચ્ચે ત્રિપાંખીયો જંગ છે. 

જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ કુમાર રાણાવસીયાના માર્ગદર્શન હેઠળ માઇક્રો ઓબ્ઝર્વર, કાઉન્ટિંગ સુપરવાઈઝર સહિત કુલ 60 થી વધુ કર્મચારીઓ મતગણતરીની પ્રક્રિયામાં જોડાશે. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે બે DySP, 11 PI, 13 PSI સહિત કુલ 200 પોલીસકર્મીઓ પણ મતગણતરી કેન્દ્ર પર તૈનાત કરવામાં આવશે. 

જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી ખાતે મતગણતરીની તમામ ગતિવિધિનું CCTV ની મદદથી મોનિટરિંગ પણ કરાશે. સૌપ્રથમ બેલેટ પેપરની  મતગણતરી હાથ ધરાશે, બાદમાં EVM ની મતગણતરી શરૂ થશે. વિસાવદર બેઠક પર સરેરાશ 56.89 ટકા જેટલું મતદાન થયું છે. આ પરિણામથી ભાજપ (BJP) ઉમેદવાર કિરીટ પટેલ, કોંગ્રેસ ઉમેદવાર નીતિન રાણપરીયા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા સહિત કુલ 16 ઉમેદવારોનું રાજકીય ભાવી નક્કી થશે. ભાજપ, કોંગ્રેસ, આપ ત્રણેય પક્ષોની શાખ દાવ પર લાગી છે.

કડી વિધાનસભા પેટા ચૂંટણી પરિણામ

કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા, કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડા સહિત કુલ 8 ઉમેદવારોનું રાજકીય ભાવી આજે નક્કી થશે. કડીમાં મેવડ એન્જિનિયરિંગ કોલેજ ખાતે 21 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે જેમાં એક રાઉન્ડમાં 14 બૂથની મતગણતરી હાથ ધરાશે, જેમાં પ્રથમ ગ્રામ્ય વિસ્તારના બૂથોની મતગણતરી શરૂ કરાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Fire Incident: ભાવનગરમાં હૉસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી, અનેક દર્દી ફસાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
Fire Incident: ભાવનગરમાં હૉસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી, અનેક દર્દી ફસાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
IND vs SA 2nd ODI Live Score: દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બોલીંગ પસંદ કરી; જુઓ બન્નેની પ્લેઈંગ ઈલેવન
IND vs SA 2nd ODI Live Score: દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બોલીંગ પસંદ કરી; જુઓ બન્નેની પ્લેઈંગ ઈલેવન
8th Pay Commission: શું જાન્યુઆરીથી વધી જશે તમારો પગાર ? જાણી લો  8માં પગાર પંચ પર અત્યાર સુધીના 10 લેટેસ્ટ અપડેટ 
8th Pay Commission: શું જાન્યુઆરીથી વધી જશે તમારો પગાર ? જાણી લો  8માં પગાર પંચ પર અત્યાર સુધીના 10 લેટેસ્ટ અપડેટ 
માત્ર એક સપ્તાહ બાકી, અત્યાર સુધી નથી ભર્યું SIR ફોર્મ તો કરી લો આ સરળ કામ 
માત્ર એક સપ્તાહ બાકી, અત્યાર સુધી નથી ભર્યું SIR ફોર્મ તો કરી લો આ સરળ કામ 
Advertisement

વિડિઓઝ

Kirit Patel : બોલવાવાળા ધારાસભ્યને કાઢીને નાચવાવાળાને લાયા, નામ લીધા વગર કિરીટ પટેલના પ્રહાર
Morbi Demolition Controversy : મોરબીમાં દરગાહનું દબાણ દૂર કરાતા ટોળાનો પથ્થરમારો
Hun To Bolish : હું તો બોલીશ : કોણ વહાલું, કોણ દવલું?
Hun To Bolish : હું તો બોલીશ : ''લોક ભવન''
Hun To Bolish : હું તો બોલીશ : ગતિના કારણે દુર્ગતિ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Fire Incident: ભાવનગરમાં હૉસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી, અનેક દર્દી ફસાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
Fire Incident: ભાવનગરમાં હૉસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી, અનેક દર્દી ફસાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
IND vs SA 2nd ODI Live Score: દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બોલીંગ પસંદ કરી; જુઓ બન્નેની પ્લેઈંગ ઈલેવન
IND vs SA 2nd ODI Live Score: દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બોલીંગ પસંદ કરી; જુઓ બન્નેની પ્લેઈંગ ઈલેવન
8th Pay Commission: શું જાન્યુઆરીથી વધી જશે તમારો પગાર ? જાણી લો  8માં પગાર પંચ પર અત્યાર સુધીના 10 લેટેસ્ટ અપડેટ 
8th Pay Commission: શું જાન્યુઆરીથી વધી જશે તમારો પગાર ? જાણી લો  8માં પગાર પંચ પર અત્યાર સુધીના 10 લેટેસ્ટ અપડેટ 
માત્ર એક સપ્તાહ બાકી, અત્યાર સુધી નથી ભર્યું SIR ફોર્મ તો કરી લો આ સરળ કામ 
માત્ર એક સપ્તાહ બાકી, અત્યાર સુધી નથી ભર્યું SIR ફોર્મ તો કરી લો આ સરળ કામ 
Year Ender 2025: આ વર્ષે 30 હજારથી ઓછી કિંમતે લોન્ચ થયા આ ધાંસુ ફોન, મળે છે અદભૂત ફીચર્સ
Year Ender 2025: આ વર્ષે 30 હજારથી ઓછી કિંમતે લોન્ચ થયા આ ધાંસુ ફોન, મળે છે અદભૂત ફીચર્સ
Year Ender 2025:  ભારતના આ 5  ફરવાના સ્થળ સામે તમામ ફેલ! હરવા-ફરવામાં બન્યા લોકોની પ્રથમ પસંદ
Year Ender 2025:  ભારતના આ 5 ફરવાના સ્થળ સામે તમામ ફેલ! હરવા-ફરવામાં બન્યા લોકોની પ્રથમ પસંદ
ભારતમાં કઈ કઈ ઇલેક્ટ્રિક કારને મળ્યું છે 5-સ્ટાર સેફ્ટી રેટિંગ? લીસ્ટમાં  Maruti, Tata અને Mahindra ના બેસ્ટ મોડેલ
ભારતમાં કઈ કઈ ઇલેક્ટ્રિક કારને મળ્યું છે 5-સ્ટાર સેફ્ટી રેટિંગ? લીસ્ટમાં Maruti, Tata અને Mahindra ના બેસ્ટ મોડેલ
Gold Rate: ચાંદીના ભાવ આસમાને, સોનાની કિંમતમાં પણ મોટો ઉછાળો, MCX પર જાણો લેટેસ્ટ રેટ 
Gold Rate: ચાંદીના ભાવ આસમાને, સોનાની કિંમતમાં પણ મોટો ઉછાળો, MCX પર જાણો લેટેસ્ટ રેટ 
Embed widget