શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી 2022ના બદલે વહેલી યોજાઈ શકે, રૂપાણી સરકારના ક્યા મંત્રીએ કરી આ વાત ? શું છે કારણ ?
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યા પછી હવે ભાજપની નજર 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર છે.
ગાંધીનગરઃ પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે વિજય રૂપાણી સરકારના વન મંત્રી પાટકરે કહ્યું છે કે, પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત થશે તો,ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ સમય કરતાં વહેલી યોજાઇ શકે છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યા પછી હવે ભાજપની નજર 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર છે. હવે ભાજપનું લક્ષ્ય ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી 140 કરતાં વધુ બેઠકો જીતવાનો છે ત્યારે ઉમરગામ ખાતે અભિવાદન સમારોહમાં રમણ પાટકરે આ નિવેદન કરતાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
ભાજપે મહાનગરપાલિકા,નગરપાલિકા અને પંચાયતોમાં ધાર્યુ પરિણામ મેળવી કોંગ્રેસનાં સૂપડાં સાફ કરી નાંખ્યાં છે ત્યારે આ જુવાળનો લાભ લેવા ભાજપ વિધાનસભાની ચૂંટણી વહેલી યોજી શકે છે તેવો સ્પષ્ટ સંકેત પાટકરે આપ્યો છે. ગુજરાતમાં ભાજપના ભવ્ય વિજયના પગલે ભાજપના મંત્રી-નેતાઓ શહેરો-ગામડાઓમાં અભિવાદન સમારોહ યોજીને મતદારોનો આભાર વ્યક્ત કરી રહ્યાં છે. આ સમારોહમાં પાટકરે આ નિવેદન કર્યું છે.
Surat: કોરોના વકર્યો, ખાનગી ડોક્ટર પણ થયા સંક્રમિત, જાણો એક દિવસમાં કેટલા કેસ નોંધાયા
Rafale બનાવતી કંપનીના માલિક ઓલિવિયર દસૉનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત, જાણો વિગતવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion