શોધખોળ કરો
Advertisement
સરકારી ભરતી અંગે રૂપાણી સરકારની સૌથી મોટી જાહેરાત, તાત્કાલીક નિમણૂંકપત્રો.....
આગામી પાંચ મહિનામાં રાજ્યના ર૦ હજારથી વધુ યુવાઓને સરકારી નોકરી આપવામાં આવશે.
ગાંધીનગરઃ રાજ્ય સરકારે વિવિધ વિભાગોમાં ભરતીને લઈને મોટી જાહેરાત કરી છે. જે વિભાગોમાં ભરતી માટે પરીક્ષા લેવાઈ ગઈ છે તેને તાત્કાલી નિમણૂક પત્ર આપવામાં આવશે જ્યારે કોરોના બાદ તરત જ નવી ભરતીની જાહેરાત કરવામાં આવશે. કોંગ્રેસે પણ સરકારના આ નિર્ણયને આવાકર્યો છે.
આજે મુખ્યમંત્રીએ જીપીએસસી-ગૌણ સેવા પસંદગી મંડળ-પંચાયત સેવા પસંદગી મંડળ-પોલીસ-સામાન્ય વહિવટ વિભાગ-શિક્ષણ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં ભરતી પ્રક્રિયા અંગે મહત્ત્વપૂર્ણ આદેશ આપ્યા છે.
સરકારે આજે જાહેર કરે ભરતી અંગેની વિગતો અનુસાર રાજ્યમાં સરકારી નોકરીમાં ભરતી માટે પ્રક્રિયાઓ પૂરી થઇ ગઇ છે તેવી તમામ જગ્યાઓ સહિત ૮ હજાર જગ્યાઓ માટેના નિમણૂંકપત્રો તાત્કાલિક આપવાના મુખ્યમંત્રીએ સ્પષ્ટ આદેસ આપ્યા છે.
ઉપરાંત ભરતી માટેની જાહેરાત થઇ ગઇ છે પરંતુ પરિક્ષાની પ્રક્રિયા બાકી છે તેવી જગ્યાઓ માટે કોવિડ-19ની સ્થિતી સામાન્ય થયા બાદ આગળની પ્રક્રિયાઓ કરવામાં આવશે.
ગુજરાત સરકારે જણાવ્યું કે, આગામી પાંચ મહિનામાં રાજ્યના ર૦ હજારથી વધુ યુવાઓને સરકારી નોકરી આપવામાં આવશે. નોંધનીય છે કે, રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં છેલ્લા ચાર વર્ષમાં સવા લાખ યુવાનોને નોકરીની તકો મળી છે.
આ સાથે જ આજે રાજ્ય સરકારે ભરતી અંગે કરેલી જાહેરાતને કોંગ્રેસ પણ આવકારી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement