શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રૂપાણી સરકારે ટુ વ્હીલર પર નિકળવા અંગે લીધો મોટો નિર્ણય ? ટેક્સી અંગે પણ શું કરી જાહેરાત ?
ટુ વ્હિલર પર એક વત્તા એક વ્યક્તિને બેસવાની છૂટ આપવામાં આવી છે અને હવેથી ટુ વ્હીલર પર બે જણ જઈ શકશે.
અમદાવાદઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 1 સપ્ટેમ્બરથી અનલોક 4 અંગે બહાર પાડેલી ગાઈડલાઈનને અનુલક્ષીને ગુજરાત સરકારે અનલૉક 4ની માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકામાં ટુ વ્હીલર ચાલકો માટે સારા સમાચાર છે. રૂપાણી સરકારે ટુ વ્હીલર ચાલકોને ડબલ સવારીની છૂટ આપી છે. મતલબ કે, ટુ વ્હિલર પર એક વત્તા એક વ્યક્તિને બેસવાની છૂટ આપવામાં આવી છે અને હવેથી ટુ વ્હીલર પર બે જણ જઈ શકશે.
આ ઉપરાંત રૂપણી સરકાર દ્વારા ટેક્સી સેવા ચલાવવાની છૂટ આપવામાં આવી છે. ચાર સીટર ટેક્સીમાં ડ્રાઈવર ઉપરાંત બે પેસેન્જરને લઈ જવાની છૂટ આપવામાં આવી છે. આ જ રીતે છ સીટર ટેક્સીમાં ડ્રાઈવર ઉપરાંત ત્રણ પેસેન્જરને લઈ જવાની છૂટ આપવામાં આવી છે.
કોરોનાના કહેર વચ્ચે અમદાવાદ માટે શું આવ્યા ચિંતાજનક સમાચાર, સર્વેમાં થયો મોટો ખુલાસો, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion