Sabarkantha : હરણાવ નદીમાં ત્રણ યુવકો ફસાયા, ફાયરની ટીમ રેસ્ક્યૂ માટે રવાના
ખેડબ્રહ્માની હરણાવ નદીમાં ત્રણ યુવાનો ફસાયા છે. હિંમતનગરથી ફાયર વિભાગની એક ટીમ રવાના રેસ્ક્યુ માટે રવાના થઈ છે. ફાયર વિભાગ બોટ સાથે રવાના થયું છે.
સાબરકાંઠાઃ ખેડબ્રહ્માની હરણાવ નદીમાં ત્રણ યુવાનો ફસાયા છે. હિંમતનગરથી ફાયર વિભાગની એક ટીમ રવાના રેસ્ક્યુ માટે રવાના થઈ છે. ફાયર વિભાગ બોટ સાથે રવાના થયું છે. ખેડવા જળાશયમાંથી ૧૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. જિલ્લા ડિઝાસ્ટર વિભાગને જાણ કરાઇ.
રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 221 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ સુરતના પલસાણામાં પોણા નવ ઇંચ અને વ્યારામાં આઠ ઇંચ વરસાદ વરસ્યો છે.
નવસારીના વાંસદા અને ખેરગામમાં અઢી, વલસાડના વાપી અને પારડીમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. ગીર સોમનાથના સુત્રાપાડામાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો હતો. ડાંગના વઘઇ , તાપીના ઉચ્છલ , મહેસાણાના સતલાસણા, નવસારીના ચીખલી અને ગણદેવી, તાપીના નિઝરમાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો હતો.
સાબરકાંઠાના ખેડબ્રહ્મા અને વડાલીમાં પણ સવા બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. નર્મદાના સાગબારા, દેવભૂમિ દ્વારકાના ખંભાળીયા, માંગરોળ, સંતરામપુર, વિજયનગર, મોડાસા, દાંતા, ભિલોડા, વડગામમાં બે બે ઇંચ વરસાદ વરસ્યો હતો.
ડેડિયાપાડા, વલસાડ, શિહોર, ઇડર, પોસિનામાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો હતો. રાણાવાવ, માણાવદર, વેરાવળ, વંથલી, ઉમરગામ, કુકરમુંડા, કામરેજ, દસક્રોઇ, કાલાવડ, રાજકોટ, ધોળકા, પોરબંદર, જૂનાગઢ તાલુકામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો,.
જૂનાગઢ શહેર, ચોટીલા, બોટાદ, ધાનેરામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. બાવળા, વાગરા, ઉના, રાજુલા, ખેરાલુ, ગોધરા, પાલનપુર, અમીરગઢ, પેટલાદ, હાલોલ, કુતિયાણામાં સવા ઇંચ વરસાદ વરસ્યો હતો. અંજાર,તારાપુર, જાંબુઘોડા, ગીર ગઢડા, ધઆનપુર, સંજેલી, લખતર, માલપુર, ઝાલોદ, તાલાલા, નસવાડી, ધનસુરા, ભૂજ, ઉમરાળા, હિંમતનગર, ડીસા, ગરુડેશ્વર, દાહોદ, દાંતિવાડામાં એક ઇંચ વરસાદ ખાબક્યો હતો. વિસાવદર, ઓળપાડ, રાણપુર, સાયલા, ખેડા, નડિયાદ, નેત્રંગ, વડનગર, ફતેપુરા, ભાવનગર, ખંભાતમાં પોણો પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો.
આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાં આજે અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, જામનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ, સુરત, નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 17 ઓગષ્ટના રોજ દક્ષિણ ગુજરાતમાં જ વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે ગાજવીજ વરસાદની સાથે 40 કિમીની ઝડપે પણ પવન ફૂંકાશે