શોધખોળ કરો

Sabarkantha: પોલીસકર્મી બન્યા બુટલેગર, 35 હજારના દારૂ સાથે બે પોલીસકર્મી ઝડપાયા

દારુ આપનાર અને હેરાફેરી કરનાર બે પોલીસ કર્મી સહિત ચાર જણા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો

સાબરકાંઠાઃ સાબરકાંઠામાં પોલીસ કર્મચારીઓ દારૂની હેરાફેરી કરતા ઝડપાયા હતા. મળતી જાણકારી અનુસાર, એસઓજીએ માહિતીના આધારે  રણાસણ પાસે સ્કોર્પિઓ કાર રોકી તપાસ કરતા દારૂ ઝડપાયો હતો. સાથે જાણકારી મળી હતી કે આરોપી પોલીસ કોન્સ્ટેંબલ મોડાસામાં પોલીસ કોન્સ્ટેબલ પાસેથી ખરીદી બુટલેગરને પહોંચાડી રહ્યો હતો.

35 હજારનો દારુનો જથ્થો ગાંધીનગરના હાલીસા ગામે બુટલેગરને પહોંચાડવાનો હતો પરંતુ તલોદના રણાસણ નજીકથી પોલીસ કોન્સ્ટેબલ દારુની હેરાફેરી કરતા ઝડપાયો હતો. દારુ આપનાર અને હેરાફેરી કરનાર બે પોલીસ કર્મી સહિત ચાર જણા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસકર્મી રોહિત ચૌહાણની અટકાયત કરવામાં આવી છે. જ્યારે વિજય પરમારની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરાઇ હતી.

CRIME NEWS: પતિને પરસ્ત્રી સાથે શરીર સુખ માણતાં જોઈ ગઈ પત્ની, પછી થયું એવું કે.....

Gandhinagar: પાટનગર ગાંધીનગરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પત્નીને પતિના પરરસ્ત્રી સાથેના આડાસંબંધની ખબર પડી ગઈ હતી. જે અંગે પતિને તેણે પૂછતાં ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. લગ્નના 12 વર્ષ બાદ પતિ પરસ્ત્રીમાં મોહ્યો હતો. પતિનું અસલી ચરિત્ર સામે આવતાં જ તેણે પત્નીના દાગીના વેચી દીધા હતા અને મકાન માટે પિયરમાંથી રૂપિયા લઈ આવવા દબાણ કરતો હતો. પતિનો સિતમ સહન ન થતાં પરિણીતાએ પોલીસ ફરિયાદ કરી હતી.

પ્રેમીને પામવા પતિનું કાસળ કાઢનારી પરીણિતાને કોર્ટે ફટકારી આવી સજા

કપડવંજ તાલુકામાં પ્રેમીને પામવા પરીણિતાએ પતિનું કાસળ કાઢી નાંખ્યું હતું. પતિની હત્યાના મામલે કોર્ટે હત્યારી પત્નીને આજીવન કેદ અને અગિયાર હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પરિણિતાને લગ્ન પહેલાં જ આડા સંબંધો હતાં. જેથી લગ્ન બાદ તેને પતિ ગમતો નહતો. સાટામાં લગ્ન કર્યા હોવાથી છુટાછેડા થઈ શકે તેમ નહોતા. જેથી તેણે પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો

લગ્ન પહેલાં અન્ય યુવક સાથે આડા સંબંધો હતા

કપડવંજ તાલુકાના સાલોડ ગામના ખેંગારભાઈ મહીજીભાઈ ભરવાડના લગ્ન કમુબેન સાથે સમાજના રીતિ રિવાજ મુજબ સાટામાં થયા હતા. જ્યારે ખેંગારભાઈની બેનના લગ્ન કમુબેનના ભાઈ સાથે થયા હતા. જોકે કમુબેનને લગ્ન પહેલાથી જ રાજદીપ બહાદુર મકવાણા નામના યુવક સાથે આડાસંબંધ હતા. પરંતુ સાટામાં લગ્ન કરેલ હોવાથી છુટાછેડા થઈ શકે તેમ નહોતા. કમુબેન પોતાના પતિ ખેંગારભાઈ સાથે છૂટકારો મેળવવા ઇચ્છતી હતી. જેથી તેણે પતિને પતાવી દેવાનું નક્કી કરી લીધું હતું. 

લોખંડના સળિયાથી પતિના શરીર પર ઘા માર્યા

કમુબેને પડોશી ભોપાભાઈ મહીજીભાઈ ભરવાડના ઘ૨માંથી છુપી રીતે લોખંડનો સળિયો લઈ થેલીમાં મુકી દીધો હતો. બાદ ફાગવેલ દર્શન કરી પતિ ખેંગાર અને કમુબેન મોટર સાયકલ ઉપર પરત આવતા હતા. ત્યારે કમુબેને પ્લાન મુજબ પતિને શરીરસુખ માણવાની ઇચ્છા બતાવી નવામુવાડા તરફ જતા કાચા રોડ પરના ખેતરમાં લઈ ગઇ હતી. પતિને શરીરસુખ માણવાનું કહી આજુબાજુના ખેતરોમાં કોઈ માણસો છે કેમ તે જોવાના બહાને કમુબેને પોતાની પાસેનો થેલો લઈ ઉભી થઈ હતી. તે સાથે જમીન પર બેઠેલ પતિની નજર ચુકવી કમુબેને થેલામાંથી લોખંડનો સળિયો કાઢી પતિ ખેગારભાઈને માથા તેમજ શરીર પર ઘા મારી ક્રુર હત્યા કરી નાખી હતી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
Embed widget