શોધખોળ કરો

Navsari: ઓરડા વગર શાળા પ્રવેશ મહોત્સવ! આ ગામના લોકોએ નોંધાવ્યો વિરોધ

નવસારી: રાજ્યમાં શાળા પ્રવેશ મહોત્સવ ચાલી રહ્યો છે. જો કે આ દરમિયાન વિપક્ષી દળો રાજ્યમાં શિક્ષકોની ઘટને લઈને સવાલો ઉઠાવી રહ્યા છે. પૂરતા પ્રમાણમાં ઓરડા ન હોવાના કારણે વિદ્યાર્થીઓએ બહાર બેસી અભ્યાસ કરવા મજબૂર.

નવસારી: રાજ્યમાં હાલમાં શાળા પ્રવેશ મહોત્સવ ચાલી રહ્યો છે. જો કે આ દરમિયાન વિપક્ષી દળો રાજ્યમાં શિક્ષકોની ઘટને લઈને સવાલો ઉઠાવી રહ્યા છે. તો બીજી તરફ ચીખલી તાલુકામાં આવેલા સાદડવેલ ગામે સરપંચ અને ગ્રામજનો દ્વારા શાળા પ્રવેશ મહોત્સવ દરમિયાન ગીત ગાઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. શાળાની જર્જરિત ઇમારત ઉતારી દેવાયા બાદ નવા ઓર્ડર ન બનતા ગ્રામજનોમાં નારાજગી જોવા મળી રહી છે. 

પૂરતા પ્રમાણમાં ઓરડા ન હોવાના કારણે વિદ્યાર્થીઓએ બહાર બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. અનેકવાર લેખિત રજૂઆત કરવા છતાં ઓરડા ન બનતાં પ્રવેશ મહોત્સવ દરમિયાન ગામના સરપંચ સહિત ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. બાળકોના ભવિષ્ય માટે ગ્રામજનો સરકાર સામે મેદાને પડ્યા છે. ઉનાળાના ચાર ચાર મહિના ગયા છતાં નવા ઓરડા નથી આવ્યા, સરકાર વાત માનતી નથી એવું ગીત ગાયને વિરોધ નોંધાવ્યો છે. જો ઓરડા બનાવવાની માંગણી ન સંતોષવામાં આવે તો શાળાને તાળુ મારી બાળકોને ઘરે ભણાવવાની ચીમકી આપી છે.

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

ગાંધીનગરઃ હવામાન વિભાગે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આગામી ત્રણ દિવસ માટે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. બીજી તરફ અમદાવાદમાં આગામી બે દિવસમાં ગરમીનો પારો વધીને 42 ડિગ્રીને પાર થવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.  બીજી તરફ અમદાવાદમાં હજુ પણ 27 જુન સુધી વરસાદની સંભાવના નહીંવત છે. અમદાવાદમાં આગામી બે દિવસ દરમિયાન ગરમી વધી શકે છે અને તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી જવાની સંભાવના દર્શાવાઈ છે.

ભજીયા ખાધા બાદ 12 લોકોને ફૂડ પોઇઝનિંગ 
ઘોઘંબા તાલુકાના સાજોરા ગામના વાવકુલ્લી ફળિયાના રહીશ રમણભાઇ  ભીખાભાઈના ઘરે મેહમાન આવ્યાં હતાં. ઘરે મહેમાન આવતા તેમના જમણવારમાં  ભજીયા બનાવ્યાં  હતા. આ  ભજીયા મહેમાન સહિત ઘરના અન્ય સભ્યોએ આરોગતા  તમામને ફૂડ પોઇઝનિંગ અસર થઇ હતી. ભજીયા  ખાધા  બાદ એક કલાક વીત્યા બાદ  તમામ ને ગભરામણ અને ઉલ્ટી-ઝાડાની એક સાથે ફરિયાદ ઉઠતા  તાત્કાલિક નજીકના ખાનગી દવાખાને લઈ જવાયા હતા. પરંતુ  ફૂડ પોઇઝનિંગની અસર જણાતા તમામ ને 108 એમ્બયુલેન્સ દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માંટે ખસેડવામાં આવ્યાં હતા. 

12 લોકોમાંથી એકની હાલત ગંભીર 
ખોરાકી ઝેરની અસર થતા એક બાળકી સહિત 12 જેટલા વ્યક્તિઓને ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમની  સારવાર શરૂ કરી હતી. સારવાર દરમિયાન એક વ્યક્તિની હાલત ગંભીર જણાઈ આવતા  વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે. ખોરાકી ઝેરની અસર પામેલા અન્ય તમામ લોકોને સમયસર સારવાર મળતા તમામની હાલતમાં સુધાર જોવા મળ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Gujarat Cold: નલિયામાં કોલ્ડવેવ, રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી કાતિલ ઠંડીની અસર
Gujarat Cold: નલિયામાં કોલ્ડવેવ, રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી કાતિલ ઠંડીની અસર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Meerut Stampede: મેરઠમાં શિવપુરાણ કથામાં મચી ગઈ ભાગદોડ, 4 મહિલાઓ ઈજાગ્રસ્ત | Abp AsmitaRajkot Bar association Election :બાર એસોસિએશનનું મતદાન શરૂ, ત્રિપાંખિયા જંગમાં 50 ઉમેદવારCold In India : વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડ્યો, દિલ્હીની હાલત કફોડી; જુઓ અહેવાલSurendranagar:લીલા ગાંજાના છોડ સાથે SOGએ એકની કરી ધરપકડ, જુઓ ક્રાઈમ ન્યૂઝ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Gujarat Cold: નલિયામાં કોલ્ડવેવ, રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી કાતિલ ઠંડીની અસર
Gujarat Cold: નલિયામાં કોલ્ડવેવ, રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી કાતિલ ઠંડીની અસર
Gold Shopping Time: ખરીદી કરતા પહેલા જાણી લો સોનું કેટલું સસ્તું થયું, કિંમત જાણ્યા બાદ કરો નિર્ણય
Gold Shopping Time: ખરીદી કરતા પહેલા જાણી લો સોનું કેટલું સસ્તું થયું, કિંમત જાણ્યા બાદ કરો નિર્ણય 
જગત જમાદાર અમેરિકા પાસે કર્મચારીઓને પગાર ચૂકવવા પૈસા નથી, યુએસમાં શટડાઉનનો ખતરો
જગત જમાદાર અમેરિકા પાસે કર્મચારીઓને પગાર ચૂકવવા પૈસા નથી, યુએસમાં શટડાઉનનો ખતરો
MahaKumbh 2025: મહાકુંભ મેળામાં સામેલ થતા પહેલા જાણી લો કેવી રીતે કરશો ટેન્ટ બુકિંગ? કેટલા થશે રૂપિયા?
MahaKumbh 2025: મહાકુંભ મેળામાં સામેલ થતા પહેલા જાણી લો કેવી રીતે કરશો ટેન્ટ બુકિંગ? કેટલા થશે રૂપિયા?
ક્રેડિટ કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, બેંક હવે વધારે લેટ ફી વસૂલશે, જાણો વિગતો 
ક્રેડિટ કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, બેંક હવે વધારે લેટ ફી વસૂલશે, જાણો વિગતો 
Embed widget