શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સી-પ્લેનને લઈને આવ્યા મહત્ત્વના સમાચાર, હવે સપ્તાહમાં માત્ર આટલા જ દિવસ ભરશે ઉડાન
સી પ્લેન સપ્તાહના તમામ ૭ દિવસ દરમિયાન ઉડાન ભરશે તેવો એરલાઇન્સ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો.
અમદાવાદઃ સી પ્લેનને લઈને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કહેવાય છે કે, સી પ્લેન હવે સપ્તાહના સાતેય દિવસ નહીં પણ માત્ર પાંચ દિવસ જ ઉડાન ભરશે. એરક્રાફ્ટના મેઇન્ટેનન્સને કારણે સી પ્લેન ૪-૫ નવેમ્બરના બંધ રહેશે. બીજું એરક્રાફ્ટ આવે નહીં ત્યાં સુધી સી પ્લેન આ જ રીતે સપ્તાહમાં બે દિવસ બંધ રાખવામાં આવે તેવી સંભાવના છે.
સી પ્લેન સપ્તાહના તમામ ૭ દિવસ દરમિયાન ઉડાન ભરશે તેવો એરલાઇન્સ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ હવે તેમ શક્ય બને તેની સંભાવના નહિવત્ છે. જાણકારોના મતે સી પ્લેનને કોઇ નક્કર આયોજન વિના જ શરૂ કરવામાં આવી દેવાયું હોય તેવી માન્યતા હવે દ્રઢ બની રહી છે.
દરમિયાન સી પ્લેન શરૂ થયાના ત્રીજા દિવસે આજે પ્રથમવાર અમદાવાદ અને કેવડિયાથી બે-બે એમ ચાર ફ્લાઇટ ઓપરેટ થઇ હતી. જેમાં અમદાવાદથી રવાના થયેલી તમામ ૧૫ મુસાફરોથી પેક હતી. પરંતુ બંને ફ્લાઇટ કેવડિયાથી આવી ત્યારે તેમાં ૬૦ ટકા મુસાફરો હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ક્રિકેટ
ગુજરાત
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion