Sabarkantha: IPS રવિન્દ્ર પટેલના ઘર પર રેડની ઈનસાઈડ સ્ટોરી, આ કંપનીમાં કર્યું હતું મોટું રોકાણ, ગૃહ વિભાગને આવી ગઈ હતી ગંધ
સાબરકાંઠા: IPS રવિન્દ્ર પટેલના ઘરે કેન્દ્રિય એજન્સીએ રેડ પાડતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ખેડબ્રહ્માના રોધરા ગામે કેન્દ્રીય ટીમો દ્વારા ગુરુવારે વહેલી સવારથી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સાબરકાંઠા: IPS રવિન્દ્ર પટેલના ઘરે કેન્દ્રિય એજન્સીએ રેડ પાડતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ખેડબ્રહ્માના રોધરા ગામે કેન્દ્રીય ટીમો દ્વારા ગુરુવારે વહેલી સવારથી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સાથે ગલોડીયા ગામમાં રહેતા IPSના સાળાની પણ કેન્દ્રીય ટીમો દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. નાણાકીય લેવડદેવડ અને મિલકત સહિતના બાબતે પૂછપરછ કરવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે, IPS રવિન્દ્ર પટેલના પિતા પણ આઈજી કક્ષાના નિવૃત IPS અધિકારી છે. રોધરા ગામે કેન્દ્રિય ટીમોના તપાસનો ધમધમાટ શરુ થતા ચકચાર મચી જવા પામી હતી. સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI)ની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે. નાણાકીય લેવડદેવડ અને મિલકત સહિતની બાબતે પૂછપરછ કરવામાં આવી છે. શેર બજાર કોમોડિટીમાં નાણાંની મોટી હેરફેર લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તો બીજી તરફ આ અંગે જે માહિતી સામે આવી રહી છે તે મુજબ IPS રવિન્દ્ર પટેલને ત્યાં સેબીની રોડનું મૂળ સાધના બ્રોડકાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે. સાધના બ્રોડકાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં રવિન્દ્ર પટેલનું મોટું રોકાણ હોવાનું સુત્રોએ જણાવ્યું છે. કંપનીની ભ્રામક જાહેરાત દ્વારા શેરમાં કૃત્રિમ ઉછાળા અંગે અગાઉ IPSને સેબીએ નોટિસ ફટકારી હતી. ફેબ્રુઆરી 2024માં IPS રવિન્દ્ર પટેલે સેબીમાં સેટલમેન્ટ અરજી કરી હતી. જેમાં સેટલમેન્ટના ભાગરૂપે રવિન્દ્ર પટેલે રૂ. 2.62 કરોડ પેનલ્ટીના રૂપે ભર્યા હતા.
સાધના બ્રોડકાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના શેરનું 6 મહિના સુધી ખરીદ - વેચાણ બંધ કરવાની બાહેંધરી પણ રવિન્દ્ર પટેલે સેબીને આપી હોવાની માહિતી સામે આવી છે. જે બાદ ફેબ્રુઆરી 2025ના અંતમાં સેબી અને IPS રવિન્દ્ર પટેલ વચ્ચે સેટલમેન્ટ થયું હતું. સેટલમેન્ટ થયાના અંદાજિત 1 મહિના બાદ સીબીએ આ કાર્યવાહી કરી છે. તો બીજી તરફ સેબીના 27 ફ્રેબ્રુઆરી, 2025ના સેટલમેન્ટ ઓર્ડરમાં સેબી અને રવીન્દ્ર પટેલ વચ્ચે સમાધાન થઇ ગયું હોય તો પછી કયા કારણોસર સેબીએ IPS રવીન્દ્ર પટેલને ત્યાં તપાસ હાથ ધરી છે તે વિષય ચર્ચાનો બન્યો છે.
જો કે, રાજ્યના ગૃહ વિભાગને રવિન્દ્ર પટેલના કારનામાં અંગે થોડા સમય પહેલા જ ગંધ આવી ગઈ હતી. આર્થિક ગોટાળાની શંકાના પગલે IPS રવિન્દ્ર પટેલને સાઇડ પોસ્ટ કરાયા હતા. સેબીના રિપોર્ટ બાદ ગૃહ વિભાગ IPS રવિન્દ્ર પટેલ સામે કાર્યવાહી કરશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
