શિવાંશનો બપોરે ઉજવાયો બર્થ ડેને કલાક પછી પિતાએ જ માતાની હત્યા કરી હોવાના આવ્યાં સમાચાર
પિતાએ ત્યજી દીધેલા શિવાંશ આજે 10 મહિનાનો થતાં કેક કાપીને તેનો જન્મ દીવસ ઉજવાવમાં આવ્યો છે. પરંતુ આજના દિવસે પિતાએ એક ચોંકવાનારો ખુલાસો કર્યો છે
ગાંધીનગર:પિતાએ ત્યજી દીધેલા શિવાંશ આજે 10 મહિનાનો થતાં કેક કાપીને તેનો જન્મ દીવસ ઉજવાવમાં આવ્યો છે. પરંતુ આજના દિવસે પિતાએ એક ચોંકવાનારો ઘટસ્ફોટ કર્યો છે.
શિવાંશ કેસમાં આજે એક મોટો વળાંક આવ્યો છે. પુત્ર શિવાંશને પેથાપુર ગૌશાળામાં છોડીને ભાગી જનાર આરોપી સચિને આજે પોલીસ સમક્ષ એક મોટો ખુલાસો કર્યો છે. આરોપી સચિનની પોલીસે પૂછપરછ કરતા સચિને શિવાંશની માતા એટલે કે તેમની પ્રેમિકા હીનાની હત્યા કરી હોવાનું કબૂલી લીધું છે. ઉલ્લેખનિય છે કે, આજે હીના અને સચિના પુત્ર શિવાંશના જન્મને દસ મહિના પૂર્ણ થયા છે અને યશોદા બનીને ત્યજી દીધેલા દીકરાની સારસંભાળ લેતા ભાજપ કોર્પોરેટર દિપ્તી પટેલે કેક કાપીને દીકરા શિવાંસનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. તો બીજી તરફ આજ સમયે તેના પિતાએ તેમની માતાની હત્યા કરી હોવાનું કબલ્યુ હતું.
ઉલ્લેખનિય છે કે, સચિન અને હીના બંને છેલ્લા દોઢ વર્ષથી લિવ ઇનમાં રહેતા હતા. આ રિલેશનશિપ દમિયાન જ હીનાએ શિવાંશને જન્મ આપ્યો પરંતુ જ્યારે હીનાએ પત્ની તરીકેનો હક માગ્યો અને હંમેશા તેમની સાથે રહેવાની જીદ્દ કરી તો સચિને હીનાનું ગળું દબાવી તેની હત્યા કરી દીધી. આ વાતનો ખુલાસો પોલીસ સમક્ષ ખુદ આરોપી સચિને કર્યો છે. હત્યા બાદ સચિને લાશને બેગમાં પેક કરી કિચનમાં રાખી દીધી હતી.
શું છે સમગ્ર ઘટના
8 ઓક્ટોબરે શિવાંશને એક કારમાં ગૌશાળા નજીક રઝડતો છોડી એક શખ્સ જતો રહ્યો. ત્યારબાદ પોલીસે સીસીટીવીના આધારે આ શખ્સની શોધ કરી. આરોપી સચિનની ગાડી અને નંબર પરથી તેને રાજસ્થાનના કોટામાંથી ઝડપી લેવાયો, આરોપી સચિને પૂછપરછ દરમિયાન ખુલાસો કરતા જણાવ્યું કે, તે ખુદ પરણિત છે અને ગાંધીનગરમાં પત્ની સાથે રહે છે પરંતુ વડોદરામાં નોકરીના કારણે સોમથી શુક્ર રહે છે, આ સમય દરમિયાન જ તે વડોદરમાં ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી હીના પેથાણીના સંપર્કમાં આવ્યો અને બંને વડોદરામં લિવ ઇનમાં રહેવા લાગ્યાં. આ સમય દરમિયાન હીનાએ શિવાંશને જન્મ આપ્યો. સચિનની પત્ની આરાધનાથી તેમને સંતાન છે. સચિન સોમથી શુક્ર તેમની પ્રેમિકા હીના સાથે રહેતો હતો અને વીક એન્ડમાં ગાંધીનગર તેમના માતા પિતા અને પત્ની સાથે રહેવા જતો હતો. આ દરમિયાન પ્રેમિકા હીનાએ તેમની સાથે હંમેશા રહેવાની જીદ્દ કરતા આખરે સચિને ગુસ્સામાં પ્રેમિકા હીનાનું ગળું દબાવીને હત્યા કરી દીધી અને બાળકને રસ્તે રઝડતું મુકીને ભાગી ગયો.
આ પણ વાંચો
હીનાએ સચિનને કઇ વાતની ના પાડી ને સચિને કરી દીધી તેની હત્યા, પછી લાશને ક્યાં મુકી આવ્યો ?
ગુજરાતમાં રેકોર્ડબ્રેક વેક્સિનેશન, એક જ દિવસમાં 22.15 લાખથી વધુ રસીના ડોઝ અપાયા