શોધખોળ કરો

PSI અને લોકરક્ષકની શારીરિક કસોટીને લઈને હસમુખ પટેલે કરી મોટી જાહેરાત, જાણો વિગતે

જે ઉમેદવારો એપ્રિલ મહિનામાં યોજાયેલી અરજી પ્રક્રિયા દરમિયાન અરજી કરવાથી વંચિત રહી ગયા હતા, તેમને હવે ફરીથી અરજી કરવાની તક આપવામાં આવશે.

Hasmukh Patel PSI Lokrakshak test: ગુજરાત સરકારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક બંને પદો માટે અરજી કરનારા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે, જે ઉમેદવારોએ બંને પદો માટે અરજી કરી છે, તેઓએ માત્ર એક જ વખત શારીરિક કસોટી આપવાની રહેશે.

આ નિર્ણયથી હજારો ઉમેદવારોને રાહત મળશે, જેમણે બંને પદો માટે અરજી કરી છે. આ પગલાંથી ભરતી પ્રક્રિયા વધુ સરળ અને કાર્યક્ષમ બનશે, તેમજ ઉમેદવારોના સમય અને શક્તિની બચત થશે.

નોંધનીય છે કે, થોડા સપય પહેલા જ લોકરક્ષક અને પીએસઆઈ ભરતી મુદ્દે આઈપીએસ હસમુખ પટેલે મોટી જાહેરાત કરી હતી. આ જાહેરાત મુજબ, જે ઉમેદવારો એપ્રિલ મહિનામાં યોજાયેલી અરજી પ્રક્રિયા દરમિયાન અરજી કરવાથી વંચિત રહી ગયા હતા, તેમને હવે ફરીથી અરજી કરવાની તક આપવામાં આવશે.

હસમુખ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી છે કે, "26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર 2024 સુધી, બાકી રહેલા તમામ ઉમેદવારો માટે અરજી પોર્ટલ ફરીથી ખોલવામાં આવશે. આ નિર્ણય એવા ઉમેદવારોને મદદ કરવા માટે લેવામાં આવ્યો છે જેઓ કોઈપણ કારણસર પ્રથમ તબક્કામાં અરજી કરી શક્યા નહોતા.

નોંધનીય છે કે, ગુજરાત સરકારના ગૃહ વિભાગે આજે પોલીસ દળમાં વિવિધ પદો માટે મોટાપાયે ભરતી અભિયાનની જાહેરાત કરવામાં આવી હતી. આ ભરતી અભિયાન હેઠળ કુલ 12,472 જગ્યાઓ ભરવામાં આવશે, જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI), લોકરક્ષક અને જેલ સિપાઈના પદોનો સમાવેશ થાય છે.

ભરતી પ્રક્રિયાની મુખ્ય વિગતો:

  • અરજી પ્રક્રિયાની શરૂઆત: 4 એપ્રિલ 2024
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 30 એપ્રિલ 2024
  • કુલ જગ્યાઓ: 12,472
  • અરજી પ્રક્રિયા: ઓનલાઈન (https://ojas.gujarat.gov.in પર)

જગ્યાઓનું વિભાજન:

  • બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર: 472 (316 પુરુષ, 156 મહિલા)
  • બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 6,609 (4,422 પુરુષ, 2,187 મહિલા)
  • હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (CRPF): 1,000 (માત્ર પુરુષો)
  • જેલ સિપાઈ: 1,098 (1,013 પુરુષ, 85 મહિલા)

લાયકાત અને વય મર્યાદા:

  • PSI માટે: સ્નાતક ડિગ્રી, 21 35 વર્ષ
  • લોકરક્ષક માટે: ધોરણ 12 પાસ, 18 33 વર્ષ
  • કોમ્પ્યુટર જ્ઞાન આવશ્યક

ઉમેદવારોએ અરજી કરતી વખતે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જરૂરી છે:

  1. વ્યક્તિગત વિગતો:
    • ઉમેદવારે પોતાની અટક, નામ અને પિતા/પતિનું નામ ધોરણ 12 અથવા સમકક્ષ પરીક્ષાની છેલ્લી માર્કશીટ મુજબ જ દર્શાવવાનું રહેશે.
    • માર્કશીટની સ્કેન કોપી અપલોડ કરવી આવશ્યક છે.
  2. પદ પસંદગી:
    • પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) માટે: 'PSI કોડ' પસંદ કરવો
    • લોકરક્ષક માટે: 'લોકરક્ષક કેડર' પસંદ કરવું
    • બંને પદો માટે અરજી કરવા: 'બોથ' વિકલ્પ પસંદ કરવો
  3. માજી સૈનિકો માટે અનામત:
    • ગુજરાત રાજ્ય સેવા નિયમો 1975 અને 1994ના સુધારેલા નિયમો અનુસાર અનામતનો લાભ મળવાપાત્ર છે.
  4. ફોટો અને સહી અપલોડ:
    • રંગીન પાસપોર્ટ સાઇઝનો તાજેતરનો ફોટો (15 KB થી ઓછી સાઇઝ)
    • સ્પષ્ટ વંચાય તેવી સહીની ઇમેજ (15 KB થી ઓછી સાઇઝ)
    • બંને JPG ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે

આ પણ વાંચોઃ

રેશન આપવાના નિયમમાં મોદી સરકારે કર્યો મોટો ફેરફાર, હવેથી પાછલા મહિનાનું રેશન....

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
Embed widget