શોધખોળ કરો

રેશન આપવાના નિયમમાં મોદી સરકારે કર્યો મોટો ફેરફાર, હવેથી પાછલા મહિનાનું રેશન....

Rules Change For Government Ration: સરકારે રાશન લેવા અંગે એક નિયમમાં મોટો ફેરફાર કર્યો છે. જેનાથી હવે રાશન કાર્ડ ધારકોને આંચકો લાગી શકે છે. રાશન લેવા અંગે શું થયો છે ફેરફાર, ચાલો જણાવીએ છીએ.

Rules Change For Government Ration: ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી બધી યોજનાઓ ચલાવે છે. દેશના અલગ અલગ લોકોને સરકારની યોજનાઓનો લાભ મળે છે. સરકારની મોટાભાગની યોજનાઓ ગરીબ જરૂરિયાતમંદ લોકો માટે હોય છે. ભારતમાં હજુ પણ ઘણા એવા લોકો રહે છે જે પોતાના રાશનની પણ વ્યવસ્થા નથી કરી શકતા. આવા લોકોને ભારત સરકાર નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ ઓછા દરે રાશન પૂરું પાડે છે. સરકારની આ યોજનાનો લાભ લેવા માટે રાશન કાર્ડ હોવું જરૂરી છે. રાશન કાર્ડ વગર રાશનની સુવિધા નથી મળતી. સરકારે રાશન લેવા અંગે તાજેતરમાં એક નિયમમાં મોટો ફેરફાર કર્યો છે. જેનાથી હવે ઘણા રાશન કાર્ડ ધારકોને આંચકો લાગી શકે છે. રાશન લેવા અંગે શું થયો છે ફેરફાર ચાલો તમને જણાવીએ છીએ.

નહીં મળે પાછલા મહિનાનું રાશન

ભારત સરકારે રાશન કાર્ડને લગતો જૂનો નિયમ હવે સમાપ્ત કરી દીધો છે. હવે રાશન કાર્ડ ધારકોને પાછલા મહિનાનું રાશન નહીં મળે. હવે તેમને માત્ર તે જ મહિનાનું રાશન આપવામાં આવશે. એટલે કે જે મહિનાનું રાશન લેવાનું છે, તો રાશન કાર્ડ ધારકોએ તે મહિનાની છેલ્લી તારીખ સુધીમાં રાશન લઈ લેવું પડશે. નહીંતર પછી તે રાશન નહીં મળે.

એટલે કે કુલ મળીને કહીએ તો રાશન કાર્ડ ધારકોને એક મહિનામાં એક વાર જ રાશન આપવામાં આવશે. જો કોઈ રાશન કાર્ડ ધારક તે મહિને રાશન નથી લઈ શકતો, તો પછી તેને આગલા મહિને રાશન મળશે. પરંતુ તેમાં જે પાછલા મહિનાનું રાશન નહોતું લેવાયું, તે રાશન નહીં અપાય.

પહેલાં મળતું હતું ડબલ રાશન

રાશન કાર્ડના નિયમો અનુસાર પહેલાં જો કોઈ રાશન કાર્ડ ધારક પાછલા મહિનાનું રાશન નહોતો લઈ શકતો, તો પછી તે આગલા મહિને તે મહિનાનું રાશન લઈ લેતો હતો. એટલે કે જો કોઈ રાશન કાર્ડ ધારક એક મહિનાનું રાશન નહોતો લઈ શક્યો, તો જ્યારે આગલા મહિને રાશન લેવા જતો ત્યારે તેને વર્તમાન મહિનાનું અને પાછલા મહિનાનું બંને રાશન આપવામાં આવતું હતું.

એટલે રાશન કાર્ડ ધારકોને એક મહિનામાં ડબલ રાશન મળી જતું હતું. પરંતુ હવે નિયમોમાં ફેરફાર થયા પછી કોઈપણ રાશન કાર્ડ ધારકને એક મહિનામાં માત્ર એક જ મહિનાનું રાશન મળશે. જો તે પાછલા મહિનાનું રાશન નથી લેતો તો તે લેપ્સ થઈ જશે. આગલા મહિને તેને માત્ર આગલા મહિનાનું જ રાશન મળશે.

આ પણ વાંચોઃ

મફતમાં આધાર કાર્ડ અપડેટ કરવા માટે માત્ર 14 દિવસ બાકી છે, જાણો ક્યા સુધારા ફ્રીમાં કરાવી શકાશે

ટોપ સ્ટોરી

CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
ચોમાસું ગયું નથી ત્યાં તો ઠંડીએ રેકોર્ડ તોડ્યો, દિલ્હીમાં 25 વર્ષ બાદ આવી ઘટના બની
ચોમાસું ગયું નથી ત્યાં તો ઠંડીએ રેકોર્ડ તોડ્યો, દિલ્હીમાં 25 વર્ષ બાદ આવી ઘટના બની
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
Embed widget