ગુજરાતના આ જાણીતા મંદિર ટ્રસ્ટે ઓક્સિજન પ્લાન્ટ માટે 50 લાખ રૂપિયા આપ્યા, ગેસ્ટહાઉસના 72 રૂમ કોવિડ કેર સેન્ટર માટે આપ્યા
કોરોના દર્દીઓની સારવારની ઉત્તમ સુવિધા માટે સરકારી તંત્રની સાથે ધાર્મીક અને સામાજીક સંસ્થાઓ ખંભેખભા મીલાવીને સેવા કરે છે.
![ગુજરાતના આ જાણીતા મંદિર ટ્રસ્ટે ઓક્સિજન પ્લાન્ટ માટે 50 લાખ રૂપિયા આપ્યા, ગેસ્ટહાઉસના 72 રૂમ કોવિડ કેર સેન્ટર માટે આપ્યા Somnath temple trust in Gujarat donated Rs 50 lakh for the oxygen plant ગુજરાતના આ જાણીતા મંદિર ટ્રસ્ટે ઓક્સિજન પ્લાન્ટ માટે 50 લાખ રૂપિયા આપ્યા, ગેસ્ટહાઉસના 72 રૂમ કોવિડ કેર સેન્ટર માટે આપ્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/03/f0695c6fdf6e829c8e994bc52e59188d_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
વિશ્વ પ્રસિદ્ધિ સોમનાથ મંદીર ટ્રસ્ટ કોરોનાની મહામારીમાં પ્રજાની પડખે આવ્યું છે. ટ્રસ્ટે ઓક્સિજન પ્લાન્ટ માટે 50 લાખ રૂપિયાનું અનુદાન આપ્યું છે. તો લીલાવતી ગેસ્ટહાઉસના 72 રૂમ કોવીડ કેર સેન્ટર માટે પ્રશાસનને આપ્યા છે. પ્રભાસપાટણ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરવા માટે 50 લાખનું અનુદાન આપવામાં આવ્યું છે. આ પ્લાન્ટ કોરોના દર્દીઓની સારવાર માટે ખુબ જ ઉપયોગી નિવડશે.
કોરોના દર્દીઓની સારવારની ઉત્તમ સુવિધા માટે સરકારી તંત્રની સાથે ધાર્મીક અને સામાજીક સંસ્થાઓ ખંભેખભા મીલાવીને સેવા કરે છે. હાલ કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ સંવેદનશીલતા સાથે કામગીરી કરી રહી છે.
ગીર-સોમનાથ જિલ્લામાં દર્દીઓને ઉત્તમ સારવાર મળે અને બેડ, ઓક્સીજનની સુવિધામાં વધારો કરવા આરોગ્ય વિભાગ ઝુંબેશરૂપી કામગીરી કરી રહ્યો છે. ત્યારે સરકારી તંત્રની સાથે ધાર્મિક અને સામાજીક સંસ્થાઓ પણ આગળ આવી ખંભેખભા મીલાવીને કોરોના દર્દીઓની સેવા માટે આગળ આવી રહી છે.
સોમનાથ ટ્રસ્ટ હંમેશા સેવાકીય પ્રવૃતિમાં અગ્રીમસ્થાને હોય છે. સોમનાથ ટ્રસ્ના ટ્રસ્ટી પી.કે.લહેરી અને તેમની ટીમના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સતત સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલ રહે છે અને મુશ્કેલી સમયમાં લોકોને મદદરૂપ થવા તત્પર રહે છે.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રભાસ-પાટણ સામુહિક આરોગ્ય કેન્દ્રને ઓક્સીજન પ્લાન્ટ માટે ૫૦ લાખ રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું છે. આ પ્લાન્ટ આરોગ્ય વિભાગને કોરોના દર્દીઓની સારવાર માટે ખુબ જ ઉપયોગી નીવડશે.
વેરાવળ શહેર તથા આસપાસના ગામડા ઓના લોકોને કોરોના સારવાર માટે ઓક્સીજનની જરૂરીયાત સમયે આ પ્લાન્ટના માધ્યમથી સરળતાથી ઓક્સીજન મળી શકશે.
ઉપરાંત સોમનાથ ટ્રસ્ટ દ્વારા લીલાવતી ગેસ્ટહાઉસના ૭૨ રૂમ કોવીડ કેર સેન્ટર માટે વહીવટી તંત્રને આપવામાં આવ્યા છે. દરરોજ ૨૦૦થી વધુ કોરોના પોઝીટીવ હોય અને હોમ આઇસોલેશન માં હોય તેવા વ્યક્તિઓને ટીફીન મારફતે ભોજન પહોચાડવામાં આવે છે.
કોરોના સામેની લડાઇમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા અપતો લોકહીત સહકાર ખરેખર પ્રશંસનીય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેર ખુબ ઘાતક નીવડી રહી છે ત્યારે ઓક્સજન, વેલ્ટીનેટર, દવાઓ સહિતની સુવિધાઓ ઉભી કરવા રાજ્ય સરકાર રાત-દિવસ પ્રયત્નશીલ છે ત્યારે આવી ધાર્મીક/સામાજિક સંસ્થાઓ આગળ આવી સરકારની સાથે ખંભેથીખંભા મીલીવીને સેવા આપે તો કોરોનાને નાબુદ કરવાના આ અભિયાનને ટુંકા ગાળામાં સાર્થક કરી શકાશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)