શોધખોળ કરો

Kutch: કચ્છના મીઠીરોહર પાસે સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, વિદેશી દારૂની 900 પેટીઓ કરી જપ્ત

કચ્છમાં મીઠીરોહર નજીક સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડા પાડી વિદેશી દારૂની 900 પેટીઓ જપ્ત કરી હતી

કચ્છમાં મીઠીરોહર નજીક સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડા પાડી વિદેશી દારૂની 900 પેટીઓ જપ્ત કરી હતી. મળતી જાણકારી અનુસાર, સ્ટેટ મોનિંટરિંગ સેલે કચ્છના મીઠીરોહર નજીક દરોડા પાડ્યા હતા અને  900 થી વધુ વિદેશી દારૂની પેટી ભરેલા કંન્ટેનરને  ઝડપી પાડ્યું હતું. આ દારૂની અંદાજિત કિંમત 50 લાખ રૂપિયા થાય છે.  

Kutch: કચ્છના મીઠીરોહર પાસે સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, વિદેશી દારૂની 900 પેટીઓ કરી જપ્ત

સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહીના પગલે સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ હતી. ગઈકાલે મોડી સાંજે માહિતીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડયા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલે કન્ટેનરમાંથી અંદાજિત 900 થી વધુ દારૂની પેટી જપ્ત કરી હતી.

મળતી જાણકારી અનુસાર, મીઠીરોહર સીમમાં આવેલા રાધે કોમ્પલેક્સ સામેના ભાગમાં મારૂતિ નામથી પાંચ ગોદામ આવેલા છે. આ ગોદામના પાર્કિંગમાંથી એક કન્ટેનર ટ્રેઇલરની તલાશી લેતાં તેમાં દારૂનો જથ્થો ભરેલો મળી આવ્યો હતો. સાથે બીજી બે ટ્રક પણ જપ્ત કરવામાં આવી હતી. ત્રણે વાહનો બી-ડિવિઝન પોલીસ મથકે લઇ જવાયા હતા.

સૂત્રોએ આપેલી જાણકારી અનુસાર, આ ગોદામ અમિત મુકેશ ચૌહાણ નામની વ્યક્તિએ 11 દિવસ પહેલાં જ ભાડે રાખ્યું હતું. આ દારૂ કોણે મંગાવ્યો હતો તેને લઇને પોલીસે તપાસ હાથ ધરી હતી.

બીજી તરફ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા જિલ્લાના અલગ-અલગ સમાજના લોકો ઉપર પાસા કરવા  કલેક્ટરને લેટર લખ્યો છે. એક કે તેથી વધુ વખત દારૂના કેસ થયેલ છે તેવા ઈસમોને પાસા કરવા માટે પત્ર લખી 9 જેટલા ઈસમો સામે ગેનીબેને પાસા કરવા માટે રજૂઆત કરી હતી.

9 જેટલા ઈસમો ઉપર ગુનાઓ નોંધાયા હોવા છતાં બનાસકાંઠા એસપી દ્વારા તેમને તડીપાર કે પાસા ન કરાયા હોવાના ગેનીબેનના આક્ષેપ છે. જો કોઈ કાર્યવાહી નહિ કરાય તો ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવાનો તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે. ગેનીબેને અલગ-અલગ સમાજોના વ્યક્તિઓ ઉપર પાસા કરવાનો પત્ર લખતા અનેક સમાજના લોકોમાં રોષ વ્યાપ્યો છે. ધારાસભ્યને વિકાસના કામ માટે પત્ર લખવો જોઈએ, કોઈને પાસા કરવા માટે પત્ર લખવો એ ધારાસભ્યને શોભતું ન હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે.બનાસકાંઠાના વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોર દારૂબંધીને લઈને આક્રમક થતાં અનેક વખત જોવા મળ્યાં છે. તેમણે પોતાના વિસ્તારમાં જનતા રેડ કરીને દારૂના અડ્ડાઓ ઝડપ્યાં છે.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો

Embed widget