ACB Trap: બનાસકાંઠા UGVCLનાં ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેર 50 હજારની લાંચ લેતા ઝડપાયા
ACB Trap: ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેર એસ આર પટેલ લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાતાં અન્ય લાંચિયા બાબુઓમાં ફફડાટ ફેલાયો હતો.
Banaskantha News: લાંચિયા બાબુઓ સામે એસીબી સતત કામગીરી કરી રહ્યું છે તેમ છતાં કેટલાક સુધરવાનું નામ નથી લઈ રહ્યા. બનાસકાંઠા UGVCLનાં ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેર રૂપિયા 50 હજારની લાંચ લેતા ઝડપાયા છે. તેમને મહેસાણા એસીબીએ રંગે હાથે ઝડપ્યા હતા. ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેર એસ આર પટેલ લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાતાં અન્ય લાંચિયા બાબુઓમાં ફફડાટ ફેલાયો હતો. મહેસાણા એસીબીએ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ગઈકાલે મહીસાગર જિલ્લા એ.સી.બી દ્વારા લાંચીયા તલાટીને ઝડપી પાડવામાં આવ્યો હતો. મકાનની આકારણી કરી આપવા માટે લાંચ માંગવામાં આવી હતી. 7,000 ની લાંચ લેતા એસીબી દ્વારા તલાટીને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. રાજગઢ ગ્રામ પંચાયતના તલાટી પિયુષ મંગળભાઈ પટેલને ઝડપી કાર્યવાહી કરવામાં આવી હતી.
ફરીયાદી : એક જાગૃત નાગરીક
આરોપી: પિયુષભાઇ મંગળભાઇ પટેલ ઉ.વ.49 ધંધો-નોકરી તલાટી કમમંત્રી રાજગઢ ગ્રામ પંચાયત હાલ હાલ રહે.જયશ્રીનગર સોસાયટી ઘર નં.22, વરધરી રોડ લુણાવાડા મુળ રહે. ગોલાના પાલ્લા તા-લુણાવાડા જી-મહીસાગર
લાંચની માંગણી રકમ:રૂ.7,૦૦૦
લાંચની સ્વીકારેલ રકમ રૂ.7,૦૦૦
લાંચની રીકવર કરેલ રકમ:રૂ.7,૦૦૦
ટ્રેપની તારીખ: તા.31/01/2024
ટ્રેપનું સ્થળ: સ્વામીનારાયણ મંદિર સામે, રાજ જનરલ સ્ટોર્સ કલર ઝેરોક્ષ વરધરી રોડ લુણાવાડા
આ કામના ફરિયાદીના પિતાના નામે રાજગઢ ગામમા એકમ માળનુ પાકુ મકાન આવેલ છે.જે મકાન ઉપર IDFC FIST BANK લુણાવાડા ખાતેથી રૂ.7,૦૦,૦૦૦ ની મોર્ગેજ લોન મંજુર થઈ હતી. જેથી IDFC FIST BANK દ્વારા રૂ.7,૦૦,૦૦૦ના બોઝાવાળી મકાનની આકારણીની માંગણી કરેલ હોય જે આકારણી કરી આપવા માટે તેમની પાસે રૂ.7૦૦૦ ની લાંચની માંગણી કરી હતી. જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોઇ, ફરિયાદીએ મહીસાગર એ.સી.બી.ને ફરીયાદ કરતા ફરીયાદીની ફરીયાદ આધારે ગોઠવાયેલ લાંચના છટકા દરમિયાન હેતુલક્ષી વાતચીત કરી રૂ.7,૦૦૦ ની લાંચની માંગણી કરી લાંચના નાણાં સ્વીકારતા પકડાયો હતો.