શોધખોળ કરો

મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા

આ કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે અને પટેલ લાંબા સમયથી જેલમાં છે.

Morbi bridge tragedy: ઓરેવા ગ્રુપના જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. પટેલને સાત દિવસમાં ટ્રાયલ કોર્ટમાં હાજર થવાનું રહેશે. આ કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે અને પટેલ લાંબા સમયથી જેલમાં છે. તે વળતરની ચુકવણીમાં પણ સહકાર આપી રહ્યા છે.

થોડા સપય પહેલા મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં આરોપી જયસુખ પટેલની જામીન અરજી પર સુનાવણી થઈ હતી. તમામ દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રખાયો હતો. સરકાર પક્ષે પણ જવાબ રજૂ કરાયો હતો.

કોર્ટમાં સરકાર પક્ષે દલીલ કરી કે, એફએસએલ રિપોર્ટમાં પણ જણાવ્યું છે કે બ્રિજ ઘણા કારણોથી નબળાઈ ધરાવે છે. નીચલી અદાલતમાં ચાર્જફ્રેમ પ્રક્રિયા પણ હજુ બાકી છે. ઘણા બધા સાક્ષીઓ હોવાથી હજુ ટ્રાયલને ઘણો સમય લાગશે, તે સમયમર્યાદામાં પૂર્ણ થઈ શકે તેમ નથી. તે એક ઉદ્યોગપતિ છે. જેલમાં રહેવાથી તેમના ઉદ્યોગને પણ થઈ શકે છે, નુકસાન ટ્રાયલ  દરિમયાન ક્યાંય નાસી ભાગી જાય તેવા આરોપી નથી. આવી દલીલો કરી સરકારી વકીલે પણ જયસુખ પટેલને જામીન મળે તો કોઈ વાંધો ઉઠાવ્યો નહોતો.

જયસુખ પટેલ તરફથી રજુઆત કરતા સિનિયર એડવોકેટ નિરુપમ નાણાવટીએ એમ પણ જણાવ્યું હતું કે આ કેસમાં અન્ય છ સહ-આરોપીઓ – ત્રણ સિક્યુરિટી ગાર્ડ, બે ટિકિટિંગ ક્લાર્ક અને ઓરેવા ગ્રુપના મેનેજરને જામીન મળી ચૂક્યા છે. અન્ય આરોપોની સાથે કુલ 10 લોકો પર સદોષ માનવવધનો ગુનો દાખલ કરાયો છે.

નાણાવટીએ રજૂઆત કરી હતી કે, ત્યાં બેદરકારી હોઈ શકે છે, જે ગુનાહિત બેદરકારી હોઈ શકે છે અને તે ગુનો હોઈ શકે છે, પરંતુ ત્યાં કોઈનું મૃત્યું નિપજાવવાનો કોઇ ઇરાદો નથી. જયસુખ પટેલે  દિવાળીની રજાઓને કારણે પુલ પર જામેલી ભીડ સામેની બેદરકારી જવાબદાર ગણાવી હતી, જેના કારણે પુલ તૂટી પડ્યો હતો. જો સમારકામમાં ખામી હોત, તો કંઈક કરી શકાયું હોત, થોડી વધુ સાવચેતી રાખવામાં આવી શકી હોત, પરંતુ એવી ખબર ન હતી કે આટલી મોટી સંખ્યામાં લોકો જશે અને પુલ તૂટી પડશે.

બ્રિજ ટિકિટોના વેચાણમાંથી કંપની અને જયસુખ પટેલને નફો થયો હોવાના આક્ષેપોને નકારી કાઢતાં નાનાવટીએ એવી રજૂઆત કરી હતી કે રૂ.15ની કિંમતની 1૦૦ ટિકિટોના વેચાણનો પણ કોઈ અર્થ નથી અને કંપનીએ માત્ર જિલ્લા કલેક્ટર કચેરીના આગ્રહને કારણે જ પુલની જાળવણીનું કામ સ્વીકાર્યું હતું.

જામીન અરજીનો વિરોધ કરતા ટ્રેજેડી વિક્ટિમ એસોસિએશન હેઠળ મૃત્યુ પામેલા અનેક પીડિતો વતી દલીલો કરતા એડવોકેટ રાહુલ શર્માએ રજૂઆત કરી હતી કે આ કૃત્ય સાદી બેદરકારી નહીં પણ ઘોર બેદરકારીનો કેસ છે. આરોપીને જો જામીન પર મુક્ત કરવામાં આવે તો તે પુરાવા સાથે ચેડાં કરે કે સાક્ષીઓને ધમકાવે તેવી પણ શકયતા છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો

Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના

Bangladesh: ભારતીયોના ગુસ્સા સામે ઝૂકી બાંગ્લાદેશ સરકાર, દીપુ દાસના પરિવારને મળ્યા મંત્રી અબરાર

આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે

વિડિઓઝ

Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ
Hun To Bolish : જુઓ દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : કેવા હોય કાર્યકર્તા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Bangladesh: ભારતીયોના ગુસ્સા સામે ઝૂકી બાંગ્લાદેશ સરકાર, દીપુ દાસના પરિવારને મળ્યા મંત્રી અબરાર
Bangladesh: ભારતીયોના ગુસ્સા સામે ઝૂકી બાંગ્લાદેશ સરકાર, દીપુ દાસના પરિવારને મળ્યા મંત્રી અબરાર
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!

H-1B visa: H-1B વીઝાના નિયમોમાં મોટો ફેરફાર, લોટરી સિસ્ટમ કરાઈ બંધ

Dhurandhar Box Office Collection: 'ધુરંધર' બની સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મ, 'સ્ત્રી 2', 'છાવા' અને 'જવાન'ને પછાડી

ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ

Embed widget