શોધખોળ કરો

Surat : AAP નેતા મનોજ સોરઠીયા પર હુમલા મામલે ભાજપનું નિવેદન, 'આવા કોઈ ત્રાગા ચાલવાના નથી'

આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયા પર ગઈ કાલે હુમલો કરવામાં આવ્યો છે. સુરતના સીમાડા નાકા વિસ્તારમાં આપ નેતા પર હુમલો કરવામાં આવ્યો છે. હવે આ મુદ્દે ભાજપનું નિવેદન સામે આવ્યું છે.

સુરત: આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયા પર ગઈ કાલે હુમલો કરવામાં આવ્યો છે. સુરતના સીમાડા નાકા વિસ્તારમાં આપ નેતા પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં મનોજ સોરઠીયા ઘાયલ થયા છે અને તેમને માથું લોહી લુહાણ થયું છે. આમ આદમીના ટ્વિટર હેન્ડલ પર દાવો કરવામાં આવ્યો છે કે, આ હુમલો ભાજપના લોકો દ્વારા કરવામાં આવ્યો છે.

Surat : AAP નેતા મનોજ સોરઠીયા પર હુમલા મામલે ભાજપનું નિવેદન, 'આવા કોઈ ત્રાગા ચાલવાના નથી

આ મામલામાં  કાપોદ્રા પોલીસમાં 8 શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે. કલમ 323,324, 143,147,148,294ખ,304,506 મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે.  કાપોદ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ ગુજરાત આપ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ લોકો પાસે મદદ માંગી છે અને તેમને સુરત આવવા આહ્વાન કર્યું છે. તેમણે ગુજરાત આપના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલથી એક વીડિયો મેસેજ મુક્યો છે.

હવે આ મુદ્દે ભાજપના નેતા અને સહપ્રક્તા ઋત્વિજ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ભાજપના કાર્યકર્તાઓ સાથે આપના નેતાઓએ ઘર્ષણ કર્યું. આપ આવા ત્રાગાઓ રચી ને ખોટી સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરે છે. સુરતમાં ભાજપના કાર્યકરો છૂટાછવાયા ઊભા હતા, ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં આવ્યા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પર હુમલો કર્યો. ત્યાર બાદ બંને ટોળા વચ્ચે ઘર્ષણ થયું અને ઇજાઓ પહોંચી. ભાજપના દિનેશભાઈ દેસાઇ, કિશનભાઈ દેસાઇ, કરશનભાઈ સાગઠિયા આ ત્રણને ગંભીર ઇજાઓ થઈ છે. ત્રણેય સુરતની પ્રેરણા હોસ્પિટલમાં દાખલ છે. 

તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટીનો આ સ્વભાવ રહ્યો છે. ચૂંટણી નજીક આવે ત્યારે અરાજકતા ફેલાવવા માટેનો, હિંસા ફેલાવવા માટેનો તેમનો ભૂતકાળ પણ છે અને તેમનો સ્વભાવ પણ છે. ત્યાર બાદ આવા ત્રાગા કરીને સિંપથી મેળવવા માટેનો અને રાજનીતિમાં, સોશિયલ મીડિયામાં ક્યાંક ને ક્યાંક પોતાની ઉપસ્થિતિને દર્જ કરાવવા માટેનો હંમેશા આમ આદમી પાર્ટી આ પ્રકારે દંભ કરતી હોય છે. આ જ આમ આદમી પાર્ટી છે, જે ભૂતકાળમાં દારૂ પીને કમલમ પર આવીને કમલમમાં મહિલા કાર્યકરોની છેડતી કરી છે. ત્યાં મારામારી કરી છે. ત્યાં અરાજકતા ફેલાવી છે. બાકી કાયદો કાયદાનું કામ કરશે. પરંતુ આવા કોઈ ત્રાગા ચાલવાના નથી. ગુજરાતની પ્રજા બરોબર આમ આદમી પાર્ટી અને અરાજકતા ફેલાવનાર અર્બન નક્સલવાદીઓને ઓળખે છે અને તેમની ગુજરાતમાં ક્યારેય સ્વીકૃતિ થવાની નથી.

આરોપી તરીકે ફરિયાદીએ નોંધાવેલ નામ 

1 દિનેશ દેસાઈ

2 ભરત ઘેલાની

3 કાંતિ સાનગઠિયા

4 ભાવેશ ઘેલાની

5 કિશન દેસાઈ

6 કલ્પેશ દેવાણી

7 મહેશ સાકરીયા

8 મહેન્દ્ર દેસાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

આ અંગે આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું કે, વિપક્ષના લોકો પર આ રીતે હુમલો કરવો યોગ્ય નથી. ચૂંટણીમાં હાર જીત થતી રહે છે, પરંતુ વિપક્ષને હિંસાથી કચડી નાખવું એ ગુજરાતની સંસ્કૃતિની વિરુદ્ધ છે અને જનતા તેને પસંદ નથી કરતી. હું ગુજરાતના સીએમને અપીલ કરું છું કે ગુનેગારોને કડકમાં કડક સજા કરવામાં આવે અને દરેકની સુરક્ષા કરે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
Embed widget