શોધખોળ કરો
Advertisement
સુરતઃ ડમ્પરે મોપેડને મારી ટક્કર, બે પિતરાઈ ભાઈઓના મોત
દાંડી રોડ પર આવેલા રેલવે ફાટક નજીક ડમ્પર અને ટ્રક વચ્ચે એક્સિડન્ટ સર્જાયો હતો. જેમાં ટ્રકે અડફેટે લેતા મોપેડ સવાર બે પિતરાઈ ભાઈના મોત નીપજ્યા હતા. અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા.
સુરતઃ દાંડી રોડ પર આવેલા રેલવે ફાટક નજીક ડમ્પર અને ટ્રક વચ્ચે એક્સિડન્ટ સર્જાયો હતો. જેમાં ટ્રકે અડફેટે લેતા મોપેડ સવાર બે પિતરાઈ ભાઈના મોત નીપજ્યા હતા. અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા.એક્સિડન્ટમાં ટ્રક નીચે કચડાઈ જવાથી એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે એકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડતા મૃત જાહેર કર્યો હતો. દુર્ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને વધુ તપાસ આદરી હતી.
દાંડી ગામ ખાતે કેતન મહેશભાઈ પટેલ(ઉ.વ.22) પરિવાર સાથે રહેતો હતો અને પિતરાઈ ભાઈ ચિરાગ પ્રવીણ પટેલ સાથે નવયુગ કોલેજ પાસે આવેલા બીઆરટીએસ બસ સ્ટેશનમાં ટિકિટ આપવાનું કામ કરતો હતો. આજે બંને પિતરાઈ ભાઈ નોકરી પરથી મોપેડ (GJ-5-MF-6200) પર ઘર તરફ પરત ફરી રહ્યા હતા. દરમિયાન દાંડી રોડ પર આવેલા રેલવે ફાટક નજીક સામેથી પૂરપાટ ઝડપે આવતા ડમ્પર(GJ-05-BY-6961) અડફેટે લીધા હતા.
ડમ્પરની અડફેટમાં આવ્યા બાદ મોપેડ ટ્રકના આગળના ટાયરમાં ફસાઈ ગયું હતું. ઘટનામાં કેતનનું પાછળના વ્હિલ નીચે કચડાઈ જવાથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેના પિતરાઈ ભાઈને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા અને અકસ્માતની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ પોલીસે ડમ્પર કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ભારત સામે પ્રથમ વન ડે જીતવા છતાં વેસ્ટ ઈન્ડિઝની ટીમને થયો તોતિંગ દંડ, જાણો શું છે કારણ
સ્વાભાવિક રમત જેવું કંઈ હોતું નથી, દર્શકોનું સમર્થન સારી રમત માટે પ્રેરિત કરે છેઃ પંત
24 ડિસેમ્બર સુધી જેલમાં મોકલવામાં આવી બોલિવૂડની આ એક્ટ્રેસ, નેહરુ પર કરી હતી વિવાદિત ટિપ્પણી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
સુરત
Advertisement