શોધખોળ કરો
Advertisement
ભારત સામે પ્રથમ વન ડે જીતવા છતાં વેસ્ટ ઈન્ડિઝની ટીમને થયો તોતિંગ દંડ, જાણો શું છે કારણ
ભારત સામે મેચ જીતી હોવા છતાં વેસ્ટ ઈન્ડિઝના તમામ ક્રિકેટરની 80% મેચ ફી સ્લો ઓવર રેટના કારણે કાપી લેવામાં આવી હતી. વેસ્ટ ઈન્ડિઝે નિર્ધારીત સમય મર્યાદામાં 4 ઓવર ઓછી ફેંકી હતી.
ચેન્નઈઃ વેસ્ટ ઇન્ડિઝે શિમરોન હેટમાયર અને શાઈ હોપની સદી વડે પ્રથમ વનડેમાં ચેન્નઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ભારતને 8 વિકેટે હરાવ્યું હતું. આ સાથે વિન્ડીઝે ત્રણ વનડેની સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતાં ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 8 વિકેટે 287 રન કર્યા હતા. વેસ્ટ ઈન્ડિઝે 47.5 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 291 રન બનાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
ભારત સામે મેચ જીતી હોવા છતાં વેસ્ટ ઈન્ડિઝના તમામ ક્રિકેટરની 80% મેચ ફી સ્લો ઓવર રેટના કારણે કાપી લેવામાં આવી હતી. વેસ્ટ ઈન્ડિઝે નિર્ધારીત સમય મર્યાદામાં 4 ઓવર ઓછી ફેંકી હતી. જેના કારણે આઈસીસીના કોડ ઓફ કન્ડક્ટ ફોર પ્લેયર્સ એન્ડ પ્લેયર સપોર્ટ પર્સનલ 2.22 મુજબ આ સજા કરાઈ હતી. આ માટે ઔપચારિક સુનાવણીની જરૂર નહોતી. કારણકે વેસ્ટ ઇન્ડિઝના સુકાની પોલાર્ડે મેચ પૂરી થયા બાદ ગુનો કબૂલી લીધો હતો અને સૂચિત મંજૂરી સ્વીકારી હતી. ઓન-ફીલ્ડ અમ્પાયર નીતિન મેનન અને શોનન જ્યોર્જ, થર્ડ અમ્પાયર રોડની ટકર અને ચોથા અમ્પાયર અનિલ ચૌધરીએ આ કાર્યવાહી કરી હતી. સ્વાભાવિક રમત જેવું કંઈ હોતું નથી, દર્શકોનું સમર્થન સારી રમત માટે પ્રેરિત કરે છેઃ પંત 24 ડિસેમ્બર સુધી જેલમાં મોકલવામાં આવી બોલિવૂડની આ એક્ટ્રેસ, નેહરુ પર કરી હતી વિવાદિત ટિપ્પણી ક્રિકેટનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે વિરાટ કોહલીઃ બ્રાયન લારાBack-to-back fours from Nicholas Pooran finish the chase! 🎉
West Indies go 1-0 up in the series 🏆 #INDvWI | SCORECARD 👇 https://t.co/9QkJ4D8HOy pic.twitter.com/iKKnGYqsTY — ICC (@ICC) December 15, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
વડોદરા
Advertisement