શોધખોળ કરો

Surendrnagar: સુરેન્દ્રનગર-ચોટીલા હાઇવે પર અકસ્માતમાં બે વ્યકિતના ઘટના સ્થળે મોત નિપજયા

પ્રાથમિક તપાસમાં રાજકોટથી નડિયાદ તરફ કારમાં પરિવાર જઈ રહ્યો હતો તે દરમિયાન અક્સ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

Surendrangar: સુરેન્દ્રનગર ચોટીલા હાઇવે પર વણકી ગામના પાટિયા પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મહિલા સહિત બે વ્યકિતના મોત નીપજ્યાં છે. જ્યારે અન્ય બે થી ત્રણ વ્યકિતને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં રાજકોટથી નડિયાદ તરફ કારમાં પરિવાર જઈ રહ્યો હતો તે દરમિયાન અક્સ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

વલસાડમાં કાર અકસ્માતમાં પાટીદાર યુવકનું મોત

વલસાડના નેશનલ હાઇવે નં 48 પર કાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં એક યુવકનું મોત થયું છે. મળતી વિગત પ્રમાણે, વલસાડ નેશનલ હાઈવે પર ટ્રક પાછળ કાર ઘૂસી જતા કારના ફુરચા ઉડી જતાં કાર ચાલકનું કરૂણ મોત થયું હતું. મૃતક યુવકનું નામ પ્રશાંત પટેલ છે. તે દમણની આલકેમ ઈન્ડસ્ટ્રીમાં નોકરી કરતો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

માતાએ દિયર સાથેના પ્રેમસંબંધમાં પુત્રની હત્યા કરી

અંકલેશ્વરના સારંગપુર ગામમાં બાળક ગુમ થયા બાદ મળી આવેલી તેની લાશમાં ફરિયાદી માતા અને કાકા જ હત્યારા નીકળ્યા હતા. 8 વર્ષથી ચાલતા પ્રેમ સંબંધમાં ઉત્તરપ્રદેશ પોલીસમાં ડ્રાઈવર રહેલા કાકાએ પ્લાન ઘડી કાઢ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. જોકે તેઓ બીજી હત્યાને અંજામ આપે તે પહેલા ભરૂચ પોલીસે પ્લાન નિષ્ફળ બનાવી દીધો હતો. અંકલેશ્વરના સારંગપુર ગામમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના સત્યપ્રકાશ યાદવનો 13 વર્ષીય પુત્ર અઠવાડિયા પહેલા ગુમ થયો હતો.  જે અંગે તેની માતાએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં કિશોરની લાશ મળી આવ્યા બાદ હત્યાની કલમ ઉમેરાઈ હતી. આ કેસમાં પોલીસે તપાસ કરતાં મૃતક છેલ્લે તેના કાકા સાથે જોવા મળ્યો હતો. જેથી પોલીસે કાકા ભગવંતસિંહની પૂછપરછ કરતાં હત્યાનો ખુલાસો થયો હતો. યુપી પોલીસમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો ભગવતસિંહ અપરણિત છે. તેને કૌટુંબિક ભાઈ સત્યપ્રકાશની પત્ની મમતાદેવી સાથે છેલ્લા આઠ વર્ષથી આડાસંબંધ હતા. બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા. જેથી તેમણે વકીલની સલાહ લીધી હતી. વકીલે જણાવ્યું કે, છૂટાછેડા કે વિધવા ન થાય ત્યાં સુધી પરિણીતાના અન્ય રજીસ્ટર મેરેજ શક્ય નથી. જોકે મમતાદેવીને પતિ છૂટાછેડા આપે તેમ ન હોવાથી તેણે પ્રેમી સાથે મળી પતિને હટાવવાનું નક્કી કર્યું હતું. આયોજનના ભાગરૂપે તે અંકલેશ્વરમાં પ્રેમિકાના ઘરે રહેવા આવી ગયો હતો. બંનએ પહેલા ક્રિષ્નાને રસ્તામાં હટાવવાનું નક્કી કર્યું હતું. જે મુજબ ભગવંતસિંહ 23 જાન્યુઆરીએ મૃતકને સાયકલ પર બેસાડી અવાવરું જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં ગળું દબાવી હત્યા કર્યા બાદ તેના કપડાં કાઢી લઈ લાશને પાણીમાં ફેંકી દીધી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: આગામી ત્રણ કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી, 9 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Weather Update: આગામી ત્રણ કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી, 9 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Live Update: રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘતાંડવ, બેટમાં ફેરવાયા આ વિસ્તાર, NDRFની 17 ટીમો તહેનાત
Gujarat Rain Live Update: રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘતાંડવ, બેટમાં ફેરવાયા આ વિસ્તાર, NDRFની 17 ટીમો તહેનાત
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
કચ્છમાં ભારે વરસાદની આગાહી, 6 તાલુકામાં શાળા-કોલેજોમાં રજા જાહેર, બાઈક પર જતો પરિવાર નદીમાં તણાયો
કચ્છમાં ભારે વરસાદની આગાહી, 6 તાલુકામાં શાળા-કોલેજોમાં રજા જાહેર, બાઈક પર જતો પરિવાર નદીમાં તણાયો
Embed widget