Surendranagar: લીંબડીના ગેડી ગામે બે સગાભાઈઓ વચ્ચે થઈ મારામારી, કારણ જાણીને ચોંકી જશો
બાળકો ઝઘડવા જેવી સામાન્ય બોલાચાલીમાં બે ભાઈઓ વચ્ચે બોલાચાલી બાદ મામલો બીચક્યો હતો. પડોશમાં રહેતા નાના ભાઈએ લાકડી વડે મોટાભાઈ અને તેમની પુત્રવધૂને મારમાર્યો હતો
Surendranagar: સુરેન્દ્રનગરના લીંબડીના ગેડી ગામે બે ભાઈઓ વચ્ચે મારામારી થઈ હતી. ફળિયામાં રમતા રમતા બાળકો ઝઘડવા જેવી સામાન્ય બોલાચાલીમાં બે ભાઈઓ વચ્ચે બોલાચાલી બાદ મામલો બીચક્યો હતો. પડોશમાં રહેતા નાના ભાઈએ લાકડી વડે મોટાભાઈ અને તેમની પુત્રવધૂને મારમાર્યો હતો. બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડિકલ હોસ્પિટલ ખેસેડવામાં આવ્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
એક જ પરિવારના ત્રણ સભ્યોએ નર્મદા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા ચકચાર
તાજેતરમાં નર્મદા કેનાલમાંથી એક જ પરિવારના ત્રણ લોકોની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી હતી. અગમ્ય કારણસર પરિવારે સામૂહિક આત્મહત્યા કરી લીધી હતી. વઢવાણ તાલુકાના રાજપર નર્મદા કેનાલમાંથી દંપત્તિ અને એક પુત્રી સહિત ત્રણ વ્યક્તિઓની લાશ મળી આવી હતી. સ્થાનિક લોકોએ ફાયર ટીમને જાણ કરતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ત્રણેય લાશને બહાર કાઢવામાં આવી હતી. આ પરિવારની ઓળખ સુરેન્દ્રનગરમાં રહેતા દરજી પરિવાર તરીકે થઈ હતી. કોઈ અગત્ય કારણોસર દરજી પરિવાર દ્વારા સુરેન્દ્રનગરમાંથી પ્રસાર થતી નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું.
મૃતક
- દીપેશભાઈ પાટડિયા (પતિ)
- પ્રફુલાબેન પાટડિયા (પત્ની)
- ઉત્સવી પાટડિયા (પુત્રી)
શિલ્પકલા ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા શિલ્પકારોને ગુજરાતની આ સંસ્થા નિ:શુલ્ક આપે છે શૈક્ષણિક તાલીમ
શું આપ જાણો છો કે ગુજરાતમાં એવી પણ સંસ્થાઓ છે કે જ્યાં શિલ્પકલા ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા શિલ્પકારોને નિ:શુલ્ક શૈક્ષણિક તાલીમ આપવામાં આવે છે. આ સંસ્થાનું નામ છે - સ્ટોન આર્ટિઝન પાર્ક ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યૂટ (સાપ્તી). આ સંસ્થામાંથી ગુજરાત સહિત દેશભરમાંથી 1200થી વધુ વિદ્યાર્થીઓ તાલીમબદ્ધ થઈ ચૂક્યા છે. ધાંગધ્રા ખાતે આવેલ સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટ. એટલે કે "સાપ્તી". જ્યાં પથ્થરમાંથી પારસમણી બનાવે એવા શિલ્પકારોનું ઘડતર કરવામાં આવે છે. અહિં ભારતભરમાંથી આવેલા વિદ્યાર્થીઓ પથ્થર કંડારવાની તાલીમ લઈને પોતાનું ઘડતર કરી રહ્યા છે. સાપ્તી ધાંગધ્રા અને અંબાજી ખાતે સેન્ડ સ્ટોન, માર્લબ, ગ્રેનાઈડ ઉપરાંત અન્ય સ્થાનિક પથ્થરોને કંડારવાની રોજગારલક્ષી તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં થિયરી ડિઝાઈનથી લઈને પથ્થરને કંડારવાની વિધિવત તાલીમ આપવામાં આવી રહી છે. વર્ષ 2009થી શરુ થયેલી આ સંસ્થામાં ગુજરાતની સાથે અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓના પણ તેમની કારકિર્દીને બહેતર બનાવવા કૌશલ્યવર્ધન કરી ચૂક્યા છે. ઉત્તરપ્રદેશનાં ભદોહી જિલ્લાનાં ગોપીગંજથી આવેલા આર્યન વિશ્વકર્મા આવા જ એક લાભાર્થી છે. તેમણે કહ્યું કે, "યહાં પે સ્ટોનકાર્વિંગ શિખાઈ જાતી હૈ, જો હમે કુછ કામ કરને કે લીયે, યા બહાર જાકે રોજગાર બીસ-પચીસ હજાર મેં કર શકતે હૈ, હમારે યહાં જો કોલેજીસ હૈ વહાં પે યે સબ શિખાઈ નહીં જાતી ક્યોંકી વહાં પે ફિસ જ્યાદા હૈ, આમ બચ્ચે વહાં પે શિખ નહીં શકતે જો કે યહાં પે આમ બચ્ચે જિનકે પાસ પૈસૈ નહીં હૈ વો આકે અચ્છે સે શિખ સકતે હૈ ... યહાં પૈ ખાને પીને કી અચ્છી સુવિધા હૈ ઓર અચ્છે ટીચર હૈ જો કે હમે અચ્છી પ્રેરણા દેતૈ હૈ". આ "સાપ્તી" સંસ્થા ખાતે આધુનિક સુવિધાથી સજ્જ વર્ગખંડો, વર્કશોપ્સ, કોતરકામ માટે ખુલ્લી જગ્યા, હોસ્ટેલ, ભોજનાલય-આહારગૃહ, કોન્ફરન્સ રૂમ, કોમ્પ્યુટર લેબ, લાયબ્રેરી, ડિસ્પ્લે ગેલેરી સહિતની માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે, જેનો લાભ વિદ્યાર્થીઓને મળી રહ્યો છે. અહિંયા જુદી જુદી સ્ટોનકાર્વિંગ ડિઝાઈન, બધા પથ્થર વિશે જાણવા મળે છે, પથ્થરમાં કાર્વિંગ કેવી રીતે કરવું તે બધી તાલીમ અહિંયા આપે છે. તમે અંદાજે બહાર કોઈ કોલેજમાં જાઓ તો 20થી 25 હજાર ફી હોય છે અહીંયા તમને મફત કોઈ ફીસ નથી, હોસ્ટેલ છે, કેન્ટીન છે, ખાવાનું રેવાનું મફત જ છે.