Surendranagar: ધ્રાંગધ્રામાં બે મહિના અગાઉ થયેલી મહંતની હત્યાનો ભેદ ઉકેલાયો, જાણો કેમ આપ્યો હતો ઘટનાને અંજામ
સુરેન્દ્રનગર જીલ્લા એસ.ઓ.જી તથા તાલુકા પોલીસે મહંતની હત્યાનો ગુન્હો ડીટેક્ટ કર્યો હતો અને બંન્ને હત્યારાઓને રાઉન્ડઅપ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Gujarat Crime News: ગત 29 સપ્ટેમ્બરના રોજ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના પૌરાણિક બાલા હનુમાન મંદિરના મહંત દયાનંદગિરી ઉર્ફે વિજયગીરીની મોડી રાત્રીએ હત્યા થતા સમગ્ર ધ્રાંગધ્રામાં સનસની મચવા પામી હતી. જો કે હત્યારાઓ મહંતની હત્યાને અંજામ આપવા સાથે અન્ય એક સેવકને પણ ધોકા અને તીક્ષણ હથિયાર વડે ઈજાઓ પહોંચાડી તેની પાસેથી મોબાઈલ, ચાંદીની વીંટી અને ચાંદીના કડાની લૂંટ કરી નાસી છૂટ્યા હતા ત્યારે જિલ્લા પોલીસ વડાની આગેવાનીમાં હત્યારાઓને પકડવા ધ્રાંગધ્રા સહીત સમગ્ર જિલ્લા પોલીસ એક ધારી હરકતમાં આવી હતી. લુંટના ઇરાદે થયેલી હત્યામાં બે પરપ્રાંતિય શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી અને હત્યારાઓ પાસેથી લુંટના મુદ્દામાલ પણ કબ્જે કરાયો હતો. સુરેન્દ્રનગર જીલ્લા એસ.ઓ.જી તથા તાલુકા પોલીસે મહંતની હત્યાનો ગુન્હો ડીટેક્ટ કર્યો હતો અને બંન્ને હત્યારાઓને રાઉન્ડઅપ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોડી રાત્રીએ ચોરીના ઇરાદે અને જરૂર પડે તો હત્યા પણ કરી નાખવાના ઇરાદે અજાણ્યા ઈસમો હત્યા કરી નાસી છૂટ્યા હતા પણ મંદિર વગડાં વિસ્તારમાં હોવા સાથે નજીકના સી.સી.ટી.વી ન મળતા પોલીસ માટે ગુનો ઉકેલવો પડકાર સમાન હતો. અન્ય સોર્સીંસ ઉપર પોલીસ છેલ્લા દોઢ મહિના ઉપરથી કાર્ય કરી રહી હતી જેમાં ઘટના સ્થળની આજુબાજુની ફેકટરીના મજૂરો સહિત અસંખ્ય શકમંદોની પૂછપરછ કરવામાં આવી હતી. જે બાદ પોલીસની કાબિલેદાદ મહેનત રંગ લાવી હતી. જો કે પોલીસ હત્યાના આ ગુનામાં કોઈ નિર્દોષ ખોટી રીતે ન ફસાય એના માટે એક એક મુદ્દે ખરાઈ કરીને આગળ વધતી હતી. જે બાદ હાલ કુડા ગામે એક વાડીમાં કામ કરતાં 2 પર પ્રાંતિય મજૂરોને હત્યાના ગુનામાં પોલીસે પકડી પાડ્યા હતા. બંને શખ્સો પાસેથી હત્યા દરમિયાન લૂંટેલો મોબાઈલ, વીંટી અને કડું જપ્ત કરી પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બંને હત્યારાઓ સુમલો માનિયા ડામોર અને વિપુલ અરવિંદ પરમાર દાહોદ જિલ્લાના ગામડાઓના રહેવાસી હોવાનું ખુલવા પામ્યું છે. પોલીસે કહ્યું, ધ્રાંગધ્રા બાલા હનુમાનના મહંતની ચક ચારી હત્યાનો ગુન્હો ઉકેલાયો છે. ગુનો કર્યો તો ગુનેગારોને પાતાળમાંથી પણ શોધી લાવીશું.
હિન્દુઓમાં એકતા ઓછી અને જ્ઞાતિ એકતા વધુઃ નીતિન પટેલ
કામરેજ ગામે ત્રણ સંતાનની માતાએ આપઘાત કર્યો, પતિને હતી દારૂ પીવાની લત