Nitin Patel: હિન્દુઓમાં એકતા ઓછી અને જ્ઞાતિ એકતા વધુઃ નીતિન પટેલ
Mehsana News: નિતીન પટેલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વિશે નિવેદન આપતા કહ્યું, વૈષ્ણવ સમાજે ભારતને સિંહ આપ્યો છે. વધુમાં કહ્યું કે, અમિતભાઇ શાહ અમારા પટેલ સમાજના વેવાઇ પણ છે.
Nitin Patel News: રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે. કડીમાં સમસ્ત વૈષ્ણવનો જીવન સાથી પસંસગી મેળામાં તેમણે કહ્યું હિંદુઓમાં એકતા ઓછી છે અને જ્ઞાતિ એકતા વધુ છે. આપણે હિંદુઓના નામથી એક થવાની જરૂર છે.
અમિત શાહ વિશે શું કહ્યું નીતિન પટેલે
નિતીન પટેલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વિશે નિવેદન આપતા કહ્યું, વૈષ્ણવ સમાજે ભારતને સિંહ આપ્યો છે. વધુમાં કહ્યું કે, અમિતભાઇ શાહ અમારા પટેલ સમાજના વેવાઇ પણ છે. 'વૈષ્ણવ સમાજે ભારતને જે સિંહ આપ્યો છે તે મોદી સાહેબનો જમણો હાથ છે અત્યારે. એટલે તમે કોઇ ચિંતા કરશો નહીં. બધી ચિંતા એ કરે છે. એટલે હવે મને મળશે ત્યારે હું કહીશ કે સમાજમાં છોકરીઓને પરણાવવાની થોડી ચિંતા છે, છોકરાઓને પરણાવવાની જે ચિંતા છે તેને લઇને થોડું વિચારજો.'
અગાઉ રાજકારણ મુદ્દે નીતિન પટેલ જણાવ્યું હતું કે, હું આ કક્ષાએ ત્યારે પહોંચી શક્યો જ્યારે તમારા જેવા હજારો લોકોએ મને મદદ કરી ત્યારે હું અહીંયા પહોંચી શક્યો છું. એકબીજાને મદદ કરવી અને ટેકો આપવો તે આપણામાં છે.નીતિન પટેલે જણાવ્યું હતું કે, અમારા રાજકારણમાં શુ હોય છે કે, હું એકલો જ આગળ આવું, મારો એકલાનો જ ફોટો પડે બીજા કોઈ ને દેખાવા ન દેવાના એવી પદ્ધતિ હોય છે.
તાજેતરમાં રાજસ્થાનના મુખ્યપ્રધાન ભજનલાલ શર્માના શપથગ્રહણ સમારોહમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સ્ટેજ પર ફોટોગ્રાફી કરતા જોવા મળ્યા હતા નીતિન પટેલ સ્ટેજ પર ચડીને તેમના કેમેરા વડે તમામ નેતાઓની વારાફરતી તસવીરો લઇ રહ્યા હતા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ મંચસ્થ મહાનુભાવો સાથે નીતિન પટેલને તસવીરો લેતા જોઇ રહ્યા હતા, એ સમયે કોઇ વાતને લઇને બંને જણા ખડખડાટ હસી પડ્યા હતા. નીતિન પટેલે એ હળવાશભરી પળોને પણ તેમના કેમેરામાં કેદ કરી હતી.