શોધખોળ કરો

'તું તારાં માતાપિતાની વાતોમાં આવી ગઈ...', સાસરીયાં અને પત્નીના ત્રાસથી કંટાળી સુરેન્દ્રનગરના યુવકે ફાંસો ખાધો

છૂટાછેડા માટે પત્ની અને સાસરીયાંના સતત દબાણથી કંટાળી યુવાનનું અંતિમ પગલું, પત્ની સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ.

surendranagar suicide case: અમદાવાદના થલતેજ વિસ્તારમાં વાઇબ્રન્ટ રેસિડેન્સી હોટેલમાં એક યુવકે પત્નીના ત્રાસથી કંટાળીને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. રાહુલ પરમાર નામના યુવકે હોટેલના રૂમમાં સુસાઈડ નોટ લખીને જીવન ટૂંકાવ્યું હતું. સુસાઈડ નોટમાં રાહુલે પત્ની ભૂમિ પ્રજાપતિને તેના આપઘાત માટે જવાબદાર ઠેરવી હતી. વસ્ત્રાપુર પોલીસે આ મામલે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગરના ભલગામના વતની રાહુલ દુધાભાઈ પરમાર (ઉં.વ. 27) એ થલતેજ સ્થિત વાઇબ્રન્ટ રેસિડેન્સી હોટેલના રૂમ નંબર 305માં ગળે ફાંસો ખાધો હતો. પોલીસને ઘટનાસ્થળેથી બે મોબાઇલ ફોન, લેપટોપ, પાકીટ અને એક સુસાઈડ નોટ મળી આવી હતી. સુસાઈડ નોટમાં રાહુલે લખ્યું હતું કે, "તું તારાં માતાપિતા, મિત્રો અને સગાંની વાતોમાં આવી ગઈ અને તેં મને છોડી દીધો. મારી આત્મહત્યા પાછળ મારી પત્ની ભૂમિ જવાબદાર છે."

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રાહુલ અને ભૂમિએ લવ મેરેજ કર્યા હતા. મૃતક રાહુલના પિતા દુધાભાઈ પરમારે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાહુલ નીચી જાતિનો હોવાથી ભૂમિ અને તેના પરિવારજનો છેલ્લા છ મહિનાથી છૂટાછેડા માટે દબાણ કરતા હતા. આ બાબતે ભૂમિ અવારનવાર ઝઘડા કરતી હતી અને પંદર દિવસથી અલગ પીજીમાં રહેવા જતી રહી હતી.

દુધાભાઈએ વધુમાં જણાવ્યું કે, 17 નવેમ્બર, 2024ના રોજ રાહુલનો ફોન બંધ આવતો હોવાથી શોધખોળ શરૂ કરી હતી, પરંતુ તે મળ્યો ન હતો. બાદમાં 20 નવેમ્બર, 2024ના રોજ વસ્ત્રાપુર પોલીસે ફોન કરીને રાહુલના આપઘાત વિશે જાણકારી આપી હતી. પોલીસે હોટેલના રૂમમાંથી મળેલી સુસાઈડ નોટ અને અન્ય વસ્તુઓ કબ્જે કરી હતી.

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. એલ.એલ. ચાવડાએ જણાવ્યું હતું કે, આ મામલે પત્ની ભૂમિ પ્રજાપતિ વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ સુસાઈડ નોટ અને અન્ય પુરાવાઓના આધારે આગળની કાર્યવાહી હાથ ધરશે.

આ ઘટનાથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે અને લવ મેરેજ બાદ જાતિના કારણે થયેલા ત્રાસના કારણે યુવકે આપઘાત કરતા સમાજમાં પણ ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

આ પણ વાંચો...

નાની ઉંમરમાં હાર્ટ એટેકના વધતા કેસો વચ્ચે જેતપુરમાં એક જ દિવસમાં બે યુવાનોના મોત

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: ગુજરાત સરકારે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું
ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: ગુજરાત સરકારે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું
Gold rate : સોનું ફરી સસ્તું થઈ ગયું, ચાંદીના ભાવ સ્થિર, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત
Gold rate : સોનું ફરી સસ્તું થઈ ગયું, ચાંદીના ભાવ સ્થિર, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ચેતજો! મેરેજ ઇન્વિટેશન તમારુ ખાતું ખાલી ન કરી દે, સ્કેમર્સ લગ્નના કાર્ડ મોકલી કરી રહ્યા છે છેતરપિંડી
ચેતજો! મેરેજ ઇન્વિટેશન તમારુ ખાતું ખાલી ન કરી દે, સ્કેમર્સ લગ્નના કાર્ડ મોકલી કરી રહ્યા છે છેતરપિંડી
Advertisement

વિડિઓઝ

Vadodara News: વડોદરાની SSG હોસ્પિ.માં રખડતા શ્વાનથી લોકોની દહેશતનો માહોલ
Kheda news: ખેડામાં ઠાસરા ટીચર્સ કો.ઓ.ક્રેડિટ સોસાયટીના પૂર્વ પ્રમુખની ધરપકડ
Praful Pansheriya: આરોગ્ય મંત્રી આવ્યા એકશનમાં, નિયમોનું પાલન ન કરનાર હોસ્પિટલો સામે કરી કાર્યવાહી
Stray Animal Verdict : રખડતા ઢોરને લઈ સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
Junagadh Mahadev Bharti Mahant: ભારતી આશ્રમમાંથી મહાદેવ ભારતી બાપુને તમામ હોદ્દા પરથી કરાયા દૂર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: ગુજરાત સરકારે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું
ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: ગુજરાત સરકારે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું
Gold rate : સોનું ફરી સસ્તું થઈ ગયું, ચાંદીના ભાવ સ્થિર, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત
Gold rate : સોનું ફરી સસ્તું થઈ ગયું, ચાંદીના ભાવ સ્થિર, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ચેતજો! મેરેજ ઇન્વિટેશન તમારુ ખાતું ખાલી ન કરી દે, સ્કેમર્સ લગ્નના કાર્ડ મોકલી કરી રહ્યા છે છેતરપિંડી
ચેતજો! મેરેજ ઇન્વિટેશન તમારુ ખાતું ખાલી ન કરી દે, સ્કેમર્સ લગ્નના કાર્ડ મોકલી કરી રહ્યા છે છેતરપિંડી
15 જાન્યુઆરીથી WhatsApp પર આ સર્વિસ થઈ જશે બંધ, કરોડો યૂઝર્સ થશે પ્રભાવિત
15 જાન્યુઆરીથી WhatsApp પર આ સર્વિસ થઈ જશે બંધ, કરોડો યૂઝર્સ થશે પ્રભાવિત
વર્લ્ડકપ વિજેતા સ્ટાર સ્મૃતિ, જેમિમા અને રાધા પર પૈસાનો વરસાદ, મહારાષ્ટ્ર સરકારે આપ્યા આટલા કરોડ રુપિયા 
વર્લ્ડકપ વિજેતા સ્ટાર સ્મૃતિ, જેમિમા અને રાધા પર પૈસાનો વરસાદ, મહારાષ્ટ્ર સરકારે આપ્યા આટલા કરોડ રુપિયા 
સાવધાન! લાખો Android યૂઝર્સ માટે સરકારે જાહેર કરી ગંભીર ચેતવણી, આ રીતે રહો સુરક્ષિત 
સાવધાન! લાખો Android યૂઝર્સ માટે સરકારે જાહેર કરી ગંભીર ચેતવણી, આ રીતે રહો સુરક્ષિત 
'દુનિયાને 150 વખત તબાહ કરી શકે છે અમેરિકા', પરમાણુ બોમ્બ પર ટ્રમ્પના નિવેદનથી ખળભળાટ 
'દુનિયાને 150 વખત તબાહ કરી શકે છે અમેરિકા', પરમાણુ બોમ્બ પર ટ્રમ્પના નિવેદનથી ખળભળાટ 
Embed widget