શોધખોળ કરો

નાની ઉંમરમાં હાર્ટ એટેકના વધતા કેસો વચ્ચે જેતપુરમાં એક જ દિવસમાં બે યુવાનોના મોત

૨૦ વર્ષીય વિદ્યાર્થી અને ૩૯ વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી ટૂંકી સારવાર બાદ દુઃખદ નિધન, પંથકમાં ચિંતાનું મોજુ.

Jetpur heart attack deaths: જેતપુર પંથકમાં હૃદયને હચમચાવી નાખે તેવી બે કરુણ ઘટનાઓ સામે આવી છે. એક જ દિવસમાં બે યુવાનોના હાર્ટ એટેકથી મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. નાની ઉંમરમાં હાર્ટ એટેકના વધતા જતા બનાવોએ ચિંતા વધારી છે.

પ્રથમ બનાવ જેતપુર તાલુકાના નવી સાંકળી ગામે બન્યો હતો. જ્યાં દર્શન જગદીશભાઈ વોરા નામના માત્ર ૨૦ વર્ષીય યુવકને ઘરે જ હાર્ટ એટેક આવ્યો હતો. તાત્કાલિક સારવાર માટે તેમને જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. યુવક દર્શન બીસીએનો અભ્યાસ કરતો હતો અને નાની વયે તેનું અણધાર્યું મૃત્યુ થતા પરિવારમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.

બીજી ઘટના જેતપુરમાં ઉત્સવ હોટલ પાછળ આવેલી સુંદરમ સોસાયટીમાં બની હતી. અહીં રહેતા અર્જુન ગોરધનભાઈ વીરડીયા નામના ૩૯ વર્ષીય યુવકને પણ ઘરે હાર્ટ એટેક આવ્યો હતો. તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું પણ દુઃખદ નિધન થયું હતું. અર્જુન વીરડીયાના અચાનક નિધનથી તેમના પરિવાર અને મિત્રોમાં પણ શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

જેતપુર પંથકમાં એક જ દિવસમાં બે યુવાનોના હાર્ટ એટેકના કારણે જીવ ગુમાવવાની ઘટનાથી લોકોમાં ભારે ચિંતા ફેલાઈ છે. નાની ઉંમરમાં હાર્ટ એટેકના બનાવો વધવા પાછળના કારણો અંગે તબીબો અને આરોગ્ય નિષ્ણાતો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

યુવાઓમાં કેમ વધી રહ્યું છે હાર્ટ એટેકનું જોખમ

હૃદય રોગ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, હાર્ટ એટેક મુખ્યત્વે ત્યારે આવે છે જ્યારે હૃદયના સ્નાયુઓ જાડા થઈ જાય છે, જેને હાઇપરટ્રોફિક કાર્ડિયોમાયોપેથી કહેવામાં આવે છે. આ એક આનુવંશિક સ્થિતિ છે અને યુવાન લોકોમાં અચાનક મૃત્યુનું તે એક મુખ્ય કારણ છે. વધતા કોલેસ્ટ્રોલના સ્તરને કારણે પણ હૃદયના સ્નાયુઓ વધુ પડતા જાડા થઈ શકે છે, જેના કારણે હૃદય શરીરને પૂરતું લોહી પંપ કરવામાં અસમર્થ બને છે.

ઉદાહરણ તરીકે, યુવાન એથ્લેટ્સમાં થતા મોટાભાગના આકસ્મિક મૃત્યુ હૃદય સંબંધિત અસાધારણતાઓને કારણે થાય છે. જેમાં હાયપરટ્રોફિક કાર્ડિયોમાયોપેથી, જન્મજાત કોરોનરી વિસંગતતાઓ અને એરિથમોજેનિક રાઇટ વેન્ટ્રિક્યુલર ડિસપ્લેસિયા (એઆરવીડી) જેવી સ્થિતિઓનો સમાવેશ થાય છે.

એક મહત્વપૂર્ણ પ્રશ્ન એ ઉભો થાય છે કે જે લોકો એથ્લેટ છે અથવા રમતગમતમાં સક્રિય છે, તેઓ આટલી કસરત અને શિસ્ત હોવા છતાં શા માટે હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે? સ્વાસ્થ્ય નિષ્ણાતો માને છે કે લોકો શારીરિક તંદુરસ્તી પર વધુ ધ્યાન આપે છે, પરંતુ માનસિક સ્વાસ્થ્યની અવગણના કરે છે. સતત તણાવ, ચિંતા અને હતાશા જેવી માનસિક સમસ્યાઓ હાર્ટ એટેકનું જોખમ નોંધપાત્ર રીતે વધારે છે. માનસિક સ્વાસ્થ્ય સીધું હૃદય સાથે જોડાયેલું છે અને માનસિક સમસ્યાઓ હૃદય માટે ગંભીર ખતરો બની શકે છે.

જીમમાં કસરત કરતી વખતે પણ સાવચેતી રાખવી જરૂરી છે. હંમેશા લાયક ટ્રેનરની દેખરેખ હેઠળ જ કસરત કરવી જોઈએ. આહારમાં સુધારો કરવો જોઈએ અને કોઈપણ પ્રકારના સપ્લીમેન્ટ્સ લેવાનું ટાળવું જોઈએ. વધુમાં, ખરાબ જીવનશૈલી, ધૂમ્રપાન અને દારૂનું સેવન જેવી આદતો પણ હૃદય માટે અત્યંત જોખમી છે.

તાજેતરમાં, ICMR દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતમાં યુવાનોમાં અકાળે થતા મૃત્યુ માટે કોવિડ રસીકરણ જવાબદાર નથી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ રાજ્યસભામાં આ અભ્યાસ રિપોર્ટ રજૂ કર્યો હતો. અભ્યાસમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે કોવિડ-૧૯ રસીકરણથી યુવાન વયસ્કોમાં અચાનક મૃત્યુનું જોખમ વધતું નથી, પરંતુ રસીકરણ આવા મૃત્યુની શક્યતાને ઘટાડે છે.

ICMRના અભ્યાસમાં અચાનક મૃત્યુના કેટલાક અન્ય જોખમી પરિબળો પણ ઓળખાયા છે, જેમાં કોવિડ-૧૯ હોસ્પિટલમાં દાખલ થવાનો ઇતિહાસ, પરિવારમાં અચાનક મૃત્યુનો ઇતિહાસ, મૃત્યુના ૪૮ કલાક પહેલાં દારૂ પીવો, મનોરંજક દવાઓનો ઉપયોગ અને મૃત્યુના ૪૮ કલાક પહેલાં વધુ પડતી શારીરિક પ્રવૃત્તિ (જીમમાં કસરત) વગેરેનો સમાવેશ થાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather forecast: રાજ્યના 17 જિલ્લામાં 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદની આગાહી
Weather forecast: રાજ્યના 17 જિલ્લામાં 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદની આગાહી
Waqf Amendment Bill: આજે સંસદમાં રજૂ કરાશે વકફ બિલ, જાણો લોકસભા-રાજ્યસભાની નંબર ગેમ
Waqf Amendment Bill: આજે સંસદમાં રજૂ કરાશે વકફ બિલ, જાણો લોકસભા-રાજ્યસભાની નંબર ગેમ
RCB vs GT: જીતની હેટ્રિક લગાવવા મેદાનમાં ઉતરશે બેંગલુરુ, ગુજરાત ટાઇટન્સ આપશે પડકાર
RCB vs GT: જીતની હેટ્રિક લગાવવા મેદાનમાં ઉતરશે બેંગલુરુ, ગુજરાત ટાઇટન્સ આપશે પડકાર
ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 21ના મોત, આરોપી પિતા-પુત્રની ધરપકડ
ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 21ના મોત, આરોપી પિતા-પુત્રની ધરપકડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટોલનાકાથી મોંઘવારીની એન્ટ્રીHun To Bolish : હું તો બોલીશ : કોના પાપે મોત ?Rana sanga controversy : રાણા સાંગા પર સાંસદની ટિપ્પણીથી વિવાદ, રાજકોટમાં ક્ષત્રિય આગેવાનો વિરોધAnklav APMC: આણંદની આંકલાવ APMCની ચૂંટણીમાં કોંગ્રેસની પેનલની બિનહરીફ જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather forecast: રાજ્યના 17 જિલ્લામાં 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદની આગાહી
Weather forecast: રાજ્યના 17 જિલ્લામાં 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદની આગાહી
Waqf Amendment Bill: આજે સંસદમાં રજૂ કરાશે વકફ બિલ, જાણો લોકસભા-રાજ્યસભાની નંબર ગેમ
Waqf Amendment Bill: આજે સંસદમાં રજૂ કરાશે વકફ બિલ, જાણો લોકસભા-રાજ્યસભાની નંબર ગેમ
RCB vs GT: જીતની હેટ્રિક લગાવવા મેદાનમાં ઉતરશે બેંગલુરુ, ગુજરાત ટાઇટન્સ આપશે પડકાર
RCB vs GT: જીતની હેટ્રિક લગાવવા મેદાનમાં ઉતરશે બેંગલુરુ, ગુજરાત ટાઇટન્સ આપશે પડકાર
ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 21ના મોત, આરોપી પિતા-પુત્રની ધરપકડ
ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 21ના મોત, આરોપી પિતા-પુત્રની ધરપકડ
IPL 2025: પંજાબની ટીમે ઋષભ પંતની ઉડાવી મજાક, લખનઉને હરાવ્યા બાદ આ રીતે લીધો 'બદલો'
IPL 2025: પંજાબની ટીમે ઋષભ પંતની ઉડાવી મજાક, લખનઉને હરાવ્યા બાદ આ રીતે લીધો 'બદલો'
LSG vs PBKS: શ્રેયસ અય્યર અને પ્રભસિમરનની વિસ્ફોટક ઈનિંગ,પંજાબે 8 વિકેટથી જીતી મેચ  
LSG vs PBKS: શ્રેયસ અય્યર અને પ્રભસિમરનની વિસ્ફોટક ઈનિંગ,પંજાબે 8 વિકેટથી જીતી મેચ  
સતત આઠ IPL મેચથી અજેય છે કેપ્ટન શ્રેયસ ઐય્યર, બનાવ્યો આ રેકોર્ડ
સતત આઠ IPL મેચથી અજેય છે કેપ્ટન શ્રેયસ ઐય્યર, બનાવ્યો આ રેકોર્ડ
Trump Tariff: આજથી ટેરિફ લાગુ કરશે ડોનાલ્ડ ટ્રમ્પ, ભારત પર શું થશે અસર?
Trump Tariff: આજથી ટેરિફ લાગુ કરશે ડોનાલ્ડ ટ્રમ્પ, ભારત પર શું થશે અસર?
Embed widget